Surya Gochar 2026: 16 જુલાઈ સુધી 3 રાશિઓના ભાગ્યોદયનો સુવર્ણકાળ, જાતકોનું નસીબ રોકેટ ગતિએ દોડશે

સૂર્ય હાલ મિથુન રાશિમાં છે અને 16 જુલાઈ સુધી ત્યાં રહેશે, ત્યારબાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયગાળો મિથુન, સિંહ અને ધન રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સાબિત થશે, જેમાં તેમને સફળતા અને આર્થિક પ્રગતિ મળશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 23 Jun 2026 03:42 PM (IST)Updated: Tue, 23 Jun 2026 03:42 PM (IST)
surya-gochar-2026-these-3-zodiac-signs-to-benefit-until-july-16

Surya Gochar 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્યનું ગોચર અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના ગણવામાં આવે છે. અત્યારે સૂર્ય દેવ મિથુન રાશિમાં બિરાજમાને છે, જે રાશિના સ્વામી બુધ છે.

વૈદિક જ્યોતિષમાં બુધ અને સૂર્ય વચ્ચે મિત્રતાનો સબંધ ગણવામાં આવે છે. આજ કારણોસર હાલ મિથુન રાશિમાં સૂરજની સ્થિતિ મજબૂત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જ્યારે સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય છે, ત્યારે વ્યક્તિનો આત્મવિશ્વાસ, માન-સન્માન અને આર્થિક સ્થિતિમાં સકારાત્મક પરિણામ મળવા માંડે છે.

આગામી 16 જુલાઈ સુધી સૂર્ય મિથુન રાશિમાં જ રહેશે, જે બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. એવામાં આગામી ગોચર સુધી ત્રણ રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભકારી સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કંઈ છે આ રાશિઓ...

 

 


મિથુન (Gemini Rashifal): હાલ ગ્રહોના રાજા તમારી રાશિમાં જ બિરાજમાન હોવાથી જાતકોને શાનદાર સફળતા મળી શકે છે. આ સમય તમારા માટે પ્રગતિના દ્વાર ખોલનારો સાબિત થશે. નોકરિયાત વર્ગને કરેલી મહેનત રંગ લાવતી જણાશે. તમારા લાંબા સમયથી અટકેલા કામો એક પછી એક પુરા થવા લાગશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. આર્થિક પ્રગતિમાં ભાગ્યનો ભરપુર સાથ મળશે.

સિંહ (Leo Rashifal): સૂર્ય તમારી રાશિનો સ્વામી માનવામાં આવે છે. આથી સૂર્યનું ગોચર તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવે છે. આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે. ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. વૈવાહિક સંબંધો સુમેળભર્યા રહેશે. પડકાર સ્વીકારવા માટે માનસિક રીતે મજબૂત બનશો. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે.

ધન (Sagittarius Rashifal): આ રાશિના જાતકો અંતરાયોને પાર કરીને સફળતાની સીડી ચઢી શકશે. નોકરિયાતોનો આત્મવિશ્વાસ વધે અને તરક્કી થાય.કાનૂની સકંજામાંથી બહાર આવવાનો માર્ગ મોકળો બનશે. જીવનસાથી સાથે સુમેળ વધશે. જૂના દેવા ચૂકવવામાંથી મુક્તિ મળશે. ધંધાકીય પ્રતિષ્ઠા વધશે.જૂની બીમારીઓથી રાહત મળશે.

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.