Shukra Gochar 2026: વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ચાલનું આગવું મહત્ત્વ માનવામાં આવે છે. એમાં પણ સુખ, સમૃદ્ધિ, પ્રેમ અને ભૌતિક સુખના કારક ગણાતા શુક્ર ગ્રહનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે, જેની શુભ-અશુભ અસર દરેક રાશિના જાતકો પર વત્તા-ઓછા અંશે પડતી જ હોય છે. એવામાં આજથી એક સપ્તાહ બાદ શુક્ર ગ્રહ ગોચર કરવા જઈ રહ્યા છે.
હકીકતમાં આગામી 4 જુલાઈ, 2026ના રોજ શુક્ર ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું આ ગોચર ચાર રાશિઓના જાતકો માટે ભાગ્ય ચમકાવનારું સાબિત થવાનું છે. તો ચાલો જાણીએ કંઈ છે આ ચાર રાશિઓ...
આ પણ વાંચો
- તુલા (Libra Rashifal): વૈભવનો કારક શુક્ર ગ્રહ તુલા રાશિના લાભ ભાવમાં ગોચર કરવાનો છે. જેથી જાતકોને આર્થિક પ્રગતિમાં ભાગ્યનો ભરપુર સાથ મળશે.નોકરિયાત વર્ગને નોકરીમાં સારો માહોલ જળવાઈ રહે. મહેનતથી સારા પરિણામની આશા ફરીથી જીવંત થાય. વેપારમાં નફો રળી શકશો. ન્યાયાલયની કામગીરી નિર્ણાયક સાબિત થશે.
- કર્ક (Cancer Rashifal): તમારી રાશિના ધન ભાવમાં શુક્ર પ્રવેશ કરશે, જેના પરિણામે આર્થિક કાર્યો અણધારી સહાયથી પૂર્ણ થાય. તમારા લાંબા સમયથી અટકેલા કામો ગતિ પકડશે. ઓચિંતો ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. આ સમય દરમિયાન તમે વિરોધીઓને ઝૂકાવી સફળતા મેળવી શકશો. નવા મકાન, વાહન કે મિલકત ખરીદવાની ઈચ્છા ફળીભૂત થતી જણાશે.
- સિંહ (Leo Rashifal): તમારી કુંડળીના પ્રથમ ભાવ અર્થાત લગ્ન ભાવમાં શુક્ર પ્રવેશ કરશે, જેથી આવનારો સમય તમારા માટે વરદાનરૂપ રહેશે. મૂડી રોકાણમાંથી ફાયદો ઉઠાવી શકશો. નોકરિયાતોની નિષ્ઠાની નોંધ લેવાશે. કોઈ મોટું પદ મળી શકે છે. જૂની બીમારીમાંથી મુક્તિ મળી શકે છે. જૂના ગુંચવાડામાંથી બહાર નીકળવાનો માર્ગ મળી રહેશે.
- ધન (Sagittarius Rashifal): ભૌતિક સુખનો કારક શુક્ર તમારી રાશિના ભાગ્ય ભાવમાં પ્રવેશ કરશે. આથી ભાગ્યનો સાથ મળતા સફળતા સામે ચાલીને આપને સત્કારશે. નવી નોકરી માટેના પ્રયત્ન સફળ થશે. પરદેશના કામમાં પ્રગતિ થશે. ધારણા પ્રમાણે કામ થવાથી ઉત્સાહ વધશે. મનની મુંઝવણનો ઉકેલ મળશે. કૌટુંબિક તણાવનો અંત આવે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
