Budh Vakri Gochar: બુધની ઉલ્ટી ચાલ 3 રાશિઓનું નસીબ બદલી નાંખશે, આકસ્મિક ધનલાભ થતાં જાતકો જૂનું દેવું ચૂકવી શકશે

વર્ષ 2026માં બુધ ગ્રહ કુલ 69 દિવસ વક્રી રહેશે, જેમાંથી 7 જુલાઈના રોજ મિથુન રાશિમાં વક્રી થશે. આ ગોચર વૃષભ, ધન અને મીન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભ અને કરિયરમાં સફળતા લાવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 25 Jun 2026 04:02 PM (IST)Updated: Thu, 25 Jun 2026 04:02 PM (IST)
budh-vakri-gochar-in-mithun-rashi-on-7-july-2026-3-zodiacs-to-gain-from-mercury-retrograde

Budh Vakri Gochar In Mithun Rashi: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલની સીધી અસર વ્યક્તિના ભાગ્ય, વિચારો અને નિર્ણયો પર પડે છે. વર્ષ 2026 ઘણી રીતે ખાસ રહેશે, કારણ કે ગ્રહોનો રાજકુમાર બુધ આ વર્ષે ત્રણ વખત વક્રી અવસ્થામાં પ્રવેશ કરશે. કુલ મળીને બુધ લગભગ 69 દિવસો સુધી વક્રી રહેશે. બુધ ગ્રહને બુદ્ધિ, યાદશક્તિ, શિક્ષણ, લેખન, વાણી, ગાણિતિક કૌશલ્ય, વ્યવસાય, શેર માર્કેટ, સટ્ટા અને અર્થવ્યવસ્થાનો પ્રમુખ કારક માનવામાં આવે છે.

Budh Vakri Gochar In Mithun Rashi: વૈદિક જ્યોતિષમાં તમામ ગ્રહોની ચાલની સીધી અસર વ્યક્તિના જીવન પર પડતી હોય છે. ગ્રહ મંડળમાં બુધ ગ્રહ હંમેશા સૂર્ય અને શુક્રની આસપાસ અવિરત ફરતો રહેતો હોય છે. બુદ્ધિ, યાદશક્તિ, શિક્ષણ, વ્યવસાયના કારક ગણાતા બુધ ગ્રહની ચાલની સીધી અસર વ્યક્તિના વિચારો અને નિર્ણયો પર પડતી હોય છે.

2026ના વર્ષમાં ગ્રહોનો રાજકુમાર બુધ 69 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેવાના છે, ત્યારે આગામી 7 જુલાઈ, 2026ના રોજ સવારે 10:32 કલાકે બુધ વક્રી અવસ્થામાં મિથુન રાશિમાં પ્રવેશ કરવાના છે.

ખાસ વાત એ છે કે, કન્યા ઉપરાંત મિથુન રાશિનો સ્વામી પણ બુધ ગ્રહ હોવાથી તેની અસર વિશેષ માનવામાં આવે છે. એવામાં બુધનું આ ગોચર ત્રણ રાશિના જાતકો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે.

  • વૃષભ (Taurus Rashifal): વક્રી અવસ્થામાં બુધના મિથુન રાશિમાં પ્રવેશથી તમને આકસ્મિક ધનલાભના યોગ બનશે. પરિવારના સભ્યો સાથે સબંધોમાં મધુરતા વધશે. આર્થિક પ્રગતિથી સંતુષ્ઠ રહેશો. અટકેલા કામોને ગતિ મળતા આનંદનો અહેસાસ થશે. પ્રયત્નોનું ધાર્યું પરિણામ મળશે. નવા મકાન, વાહન કે મિલકત ખરીદવાની ઈચ્છા ફળીભૂત થાય.
  • ધન (Sagittarius Rashifal): બુધની વક્રી ચાલથી વેપારી વર્ગ મોટો નફો રળી શકે છે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે નવી જવાબદારી મળી શકે છે. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકશે. કરિયરમાં લાભદાયક સ્થિતિ સર્જાય. લાંબા સમયની બીમારીમાંથી રાહત મળશે. મહેનતનો યોગ્ય બદલો મળશે.
  • મીન (Pisces Rashifal): બુધનું ગોચર તમારા ઘરમાં સુખ-શાંતિ વધારનારું સાબિત થશે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. નોકરી-ધંધામાં કલ્પના બહારની સફળતા મળતા આનંદ પ્રાપ્ત થાય. વિદ્યાર્થી વર્ગને સ્પર્ધાત્મક પરીક્ષામાં ધાર્યું પરિણામ મળશે. ભાગ્યના સથવારે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશો.તબિયતની ચિંતા દૂર થતી જણાય.

 

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.