Shukra Gochar 2026: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રના ગોચરને મહત્ત્વપૂર્ણ ગ્રહ પરિવર્તનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહ પ્રેમ, વૈવાહિક જીવન, સૌદર્ય, કળા, ધન અને ભૌતિક સુખ-સુવિધાના કારક માનવામાં આવે છે. જ્યારે પણ શુક્ર પોતાની રાશિ બદલે છે એટલે કે ગોચર કરે છે, ત્યારે તેની અસર માત્ર વ્યક્તિગત જીવન પુરતી જ સિમિત નથી રહેતી, પરંતુ સામાજિક અને આર્થિક ગતિવિધિઓ પર પણ જોવા મળે છે.
આજ કડીમાં આગામી 8 જૂન, 2026ના રોજ શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જે જ્યોતિષની દ્રષ્ટિએ કેટલીક રાશિઓ માટે સકારાત્મક પરિવર્તન લઈને આવી શકે છે, તો કેટલીક રાશિના જાતકોને ખર્ચાઓ ટાળવા અને સબંધો સાચવવાની જરૂર પડી શકે છે. તો ચાલો જાણીએ કંઈ ત્રણ રાશિના જાતકો પર શુક્રના ગોચરની નકારાત્મક અસર પડશે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ?
આ પણ વાંચો
મેષ (Aries Rashifal)
શુક્રનું ગોચર આ રાશિના જાતકોના જીવનમાં મોટી ઉથલપાથલ લાવી શકે છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે અને જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગો બની શકે છે. પ્રતિષ્ઠા ખરડાય તેવો પ્રસંગ બને. નસીબ નબળું જણાતાં ધારેલા કામમાં વિલંબ થઈ શકે છે. બિનજરૂરી ખર્ચાઓ બજેટ ખોરવી શકે છે.
ધન (Sagittarius Rashifal)
આ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર મિશ્ર ફળ આપનારું સાબિત થઈ શકે છે. સબંધોમાં ગેરસમજ ઉભી થઈ શકે છે. સંતાનો સાથેના સબંધો વણસી શકે છે. વિદ્યાર્થી વર્ગને આશા પ્રમાણેનું પરિણામ મળવામાં વિલંબ થઈ શકે છે. નોકરિયાત વર્ગને પણ સહકર્મીઓ સાથે સાચવીને કામ કરવું હિતાવહ રહેશે. જૂનો કોઈ રોગ ઉથલો મારી શકે છે.
કુંભ (Aquarius Rashifal)
શુક્રના ગોચરથી આ રાશિના જાતકોને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. કરિયર સાથે સંકળાયેલા કિસ્સાઓમાં નિરાશા સાંપડી શકે છે. નકારાત્મક વિચારો પર નિયંત્રણ રાખશો. આળસ આપની પ્રગતિમાં અડચણરૂપ બની શકે છે. નાણાકીય સ્થિતિમાં ચડ ઉતર જોવા મળશે. નવા રોકાણો માટે રાહ જોવી હિતાવહ રહેશે.
શુક્ર ગોચરની નકારાત્મક અસરથી બચવા માટે શું કરવું ?
આ ગાળામાં શુક્રવારના દિવસે ખાસ તકેદારી રાખવી હિતાવહ રહેશે. બિનજરૂરી ખર્ચા કરવાથી બચો. કોઈને દેખાડવા માટે વધારે પૈસા ના ખર્ચાય તેનું ધ્યાન રાખો. ‘ॐ द्रां द्रीं द्रौं सः शुक्राय नमः’ નો નિયમિત જાપ કરો. આ ઉપાયો આર્થિક સ્થિરતા જાળવી રાખવાની સાથે-સાથે સબંધો સંતુલિત રાખવામાં મદદરૂપ થઈ શકે છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
