Shiv Chalisa in Gujarati: શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ ચાલીસાનો પાઠ કરીને ભોલેનાથને પ્રસન્ન કરો

શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન શિવની પૂજાની સાથે સાથે શિવ ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ લાભદાયી ગણાય છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 15 Jul 2025 11:40 AM (IST)Updated: Tue, 15 Jul 2025 11:40 AM (IST)
shravan-month-2025-shiv-chalisa-path-lyrics-in-gujarati-to-chant-on-sawan-somwar
HIGHLIGHTS
  • ગુજરાતમાં શ્રાવણ માસ 25 જુલાઈથી શરૂ થશે અને પ્રથમ સોમવાર 28 જુલાઈના રોજ આવશે.
  • શ્રાવણ સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વ્રત રાખવા ઉપરાંત શિવ ચાલીસાનો પાઠ કરવો અત્યંત શુભ મનાય છે.
  • શિવ ચાલીસાનો પાઠ કરવાથી ભોલેનાથ ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને શુભ ફળ આપે છે.

Shiv Chalisa Lyrics In Gujarati | શ્રી શિવ ચાલીસા: ભગવાન શિવને અત્યંત પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ ગુજરાતમાં 25 જુલાઈથી થવા જઈ રહ્યો છે. આ માસ દરમિયાન અનેક ભક્તો ઉપવાસ રાખીને તો કેટલાક માત્ર સોમવારે વ્રત કરીને ભોલેનાથની પૂજા-અર્ચના કરતા હોય છે. 28 જુલાઈ, 2025 ના રોજ શ્રાવણનો પ્રથમ સોમવાર આવશે, જે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ અને ફળદાયી દિવસ માનવામાં આવે છે.

આ ખાસ દિવસે ભક્તોએ ભગવાન શિવની પૂજાની સાથે સાથે શિવ ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ લાભદાયી ગણાય છે. એવી માન્યતા છે કે શિવ ચાલીસાના પાઠ કરવાથી દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રાવણ સોમવારના શુભ અવસરે શિવ ચાલીસાનો પાઠ કરીને આપ પણ ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો.

શ્રી શિવ ચાલીસા

જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન
કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન.

ચૌપાઈ

જય ગિરિજાપતિ દીનદયાલ
સદા કરત સંતન પ્રતિપાલા

ભાલ ચન્દ્રમા સોહત નીકે
કાનન કુંડલ નાગફની કે

અંગ ગૌર સિર ગંગ બહાયે
મુળ્ડમાલ તન ક્ષાર લગાયે

વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે
છવિ કો દેખી નાગ મુનિ મોહે

મૈના માતુ કી હવે દુલારી
વાન અંગ સોહત છવિ ન્યારી

કર ત્રિશુલ સોહત છવિ ભારી
કરત સદા શત્રુન ક્ષયકારી

નંડિ ગણેશ સોહૈ તહં કૈસે
સાગર મધ્ય કમલ હૈ જૈસે

કાર્તિક શ્યામ ઔર ગણરાઉ
યા છવિ કો કહી જાત ન કાઉ

દેવન જબહી જાય પુકારા
તબ હી દુ:ખ પ્રભુ આપ નિવારા

કિયા ઉપદ્રવ તારક ભારી
દેવન સબ મિલિ તુમહી જુહારી

તુરત ષડાયન આપ પઠાયઉ
લવ નિમેષ મહં મારિ ગિરાયઉ

આપ જલંધર અસુર સંહારા
સુયશ તુમ્હાર વિદિત સંસારા

ત્રિપુરાસુન સન યુધ્ધ મચાઈ
તબ હી કૃપા કર લીન બચાઈ

કિયા તપહિ ભાગીરથ ભારી
પૂર્વ પ્રતિજ્ઞા તાસુ પુરારી

દાનિન મહં તુમ સમ કોઉ નાહી
સેવક સ્તુતિ કરત સદાહી

દેવ માહી મહીમા તબ ગાઈ
અકથ અનાદિ ભેદ નહી પાઈ

પ્રગટી ઉદધિ મંથન તે જ્વાલા
જરત સુરાસુર ભએ વિહાલા

કીન્હ દયા તહં કરી સહાઈ
નીલકંઠ તવ નામ કહાઈ

પૂજન રામચંન્દ્ર જબ કીન્હા
જીત કે લંક વિભીષણ દીન્હા

સહસ કમલ મે હો રહે ઘારી
કીન્હ પરીક્ષા તબહી પુરારી

એક કમલ પ્રભુ રાખેઉ જોઈ
કમલ નયન પૂજન ચહં સોઈ

કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર
ભયે પ્રસન્ન દિયે ઈચ્છિત વર

જય જય જય અનંત અવિનાશી
કરત કૃપા સબકે ઘટ વાસી

દુષ્ટ સકલ નિત મોહી સતાવે
ભ્રમત રહૌ મોહી ચેન ન આવે

ત્રાહી ત્રાહી મે નાથ પુકારો
યે હી અવસર મોહી આન ઉબારો

લૈ ત્રિશુલ શત્રુન કો મારો
સંકટ તે મોહી આન ઉબારો

માતા-પિતા ભ્રાતા સબ હોઈ
સંકટ મે પૂછત નહી કોઈ

સ્વામી એક હૈ આસ તુમ્હારી
આય હુરહુ મમ સંકટ ભારી

ધન નિર્ધન કો દેત સદા હી
જો કોઈ જાંચે સો ફલ પાહી

અસ્તુત કેહી વિધિ કરૈ તુમ્હારી
ક્ષમહૂ નાથ અબ ચૂક હમારી

શંકર હો સંકટ કે નાશન
મંગલ કારણ વિધ્ન વિનાશન

યોગી યતિ મુનિ ધ્યાન લગાવે
શારદ નારદ શીશ નવાવૈ

નમો નમો જય નમ: શિવાય
સુર બ્રહ્માદિક પાર ન પાય

જો યહ પાઠ કરે મન લાઈ
તા પર હોતે હૈ શમ્ભુ સહાઈ

ઋનીયા જો કોઈ હો અધિકારી
પાઠ કરે સો પાવન હારી

પુત્ર હોન કી ઈચ્છા જોઈ
નિશ્ચય શિવ પ્રસાદ તેહિ હોઈ

પંડિત ત્રયોદશી કો લાવે
ધ્યાનપૂર્વક હોમ કરાવે

ત્રયોદશી વ્રત કરે હમેશા
તાકે તન નહી રહે ક્લેશા

ધૂપ દીપ નૈવેદ ચઢાવે
શંકર સમ્મુખ પાઠ સુનાવે

જન્મ જન્મ કે પાપ નસાવે
અંતધામ શિવપુર મે પાવે

કહૈ અયોધ્યાદાસ આસ તુમ્હારી
જાનિ સકલ દુખ હરહુ હમારી

દોહા

નિત નેમ કર પ્રાત હી, પાઠ કરો ચાલીસા
તુમ મેરી મનોકામના, પૂર્ણ કરો જગદીશા

મગસિર ઉઠી હેમંત ઋતુ, સંવત ચૌસઠ જાન
સ્તુતિ ચાલીસા શિવહીં, પૂર્ણ કીન કલ્યાણ