Dussehra 2024: 9 કે 10? કેટલા દિવસ સુધી ઉજવવામાં આવશે આ વખતે શારદીય નવરાત્રી; જાણો ક્યારે છે દશેરા

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 23 Sep 2024 10:27 AM (IST)Updated: Mon, 23 Sep 2024 10:29 AM (IST)
shardiya-navratri-2024-ashtami-navami-dates-times-and-dussehra-vijayadashami

Dussehra 2024, દશેરા, વિજયાદશમી: આગામી ઓક્ટોબર મહિનામાં શારદીય નવરાત્રીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. શારદીય નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે. જો કે, કેટલીક વખત એક તિથિ બે દિવસ હોવાથી દિવસ વધી જતો હોય છે. ત્યારે જાણો આ વખતે શારદીય નવરાત્રી કેટલા દિવસ સુધી ઉજવવામાં આવશે. દશેરા (Dussehra 2024) ક્યારે છે?

ક્યારે છે શારદીય નવરાત્રી 2024? (Shardiya Navratri 2024 Date)

હિંદુ કેલેન્ડર મુજબ, અશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 3 ઓક્ટોબરના રોજ સવારે 12:19 વાગ્યાથી શરૂ થઈને 4 ઓક્ટોબરના રોજ સવારે 2:58 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, શારદીય નવરાત્રી 3 ઓક્ટોબર 2024, ગુરુવારથી શરૂ થશે. શારદીય નવરાત્રી 12 ઓક્ટોબર 2024, શનિવારના રોજ સમાપ્ત થશે. એટલે કે, આ વખતે શારદીય નવરાત્રી 9 દિવસ સુધી ઉજવવામાં આવશે. 12 ઓક્ટોબરના રોજ દશેરાની ઉજવણી કરાશે.

શારદીય નવરાત્રી 2024 (Shardiya Navratri 2024)

પ્રતિપદા તિથિ શરૂ - 03 ઓક્ટોબર 2024 ના રોજ સવારે 12:18 થી.
પ્રતિપદા તિથિ સમાપ્ત - 04 ઓક્ટોબર 2024 ના રોજ સવારે 02:58 વાગ્યે.
ઋષિકેશ પંચાંગ અનુસાર: પ્રતિપદા તિથિ 3 ઓક્ટોબરના રોજ સવારે 4:52 વાગ્યાથી શરૂ થશે. જ્યારે પ્રતિપદા તિથિ 4 ઓક્ટોબરના રોજ સવારે 3:12 વાગ્યે સમાપ્ત થશે.
ઉદયા તિથિ અનુસાર કલશ સ્થાપના 3 ઓક્ટોબરના રોજ જ થશે.

શારદીય નવરાત્રી 2024 કેલેન્ડર (Shardiya Navratri 2024 Calendar)

  • શારદીય નવરાત્રીનો પ્રથમ દિવસ: 3 ઓક્ટોબર, ગુરુવાર: ઘટસ્થાપન, મા શૈલપુત્રી પૂજા
  • શારદીય નવરાત્રીનો બીજો દિવસ: 4 ઓક્ટોબર, શુક્રવાર: મા બ્રહ્મચારિણી પૂજા
  • શારદીય નવરાત્રીનો ત્રીજો દિવસ: 5 ઓક્ટોબર, શનિવાર: મા ચંદ્રઘંટા પૂજા
  • શારદીય નવરાત્રીનો ચોથો દિવસ: 6 ઓક્ટોબર, રવિવાર: મા વિનાયક ચતુર્થી
  • શારદીય નવરાત્રીનો પાંચમો દિવસ: 7 ઓક્ટોબર, સોમવાર: મા કુષ્માંડા પૂજા
  • શારદીય નવરાત્રીનો છઠ્ઠો દિવસ: 8 ઓક્ટોબર, મંગળવાર: મા સ્કંદમાતા પૂજા
  • શારદીય નવરાત્રીનો સાતમો દિવસ: 9 ઓક્ટોબર, બુધવાર: મા કાત્યાયની પૂજા
  • શારદીય નવરાત્રીનો આઠમો દિવસ: 10 ઓક્ટોબર, ગુરુવાર: મા કાલરાત્રી પૂજા
  • શારદીય નવરાત્રીનો નવમો દિવસ: 11 ઓક્ટોબર, શુક્રવાર: દુર્ગા અષ્ટમી, મા મહાગૌરી પૂજા
  • શારદીય નવરાત્રીનો દસમો દિવસ: 12 ઓક્ટોબર, શનિવાર: નવમી હવન, દુર્ગા વિસર્જન, વિજયાદશમી, દશેરા, શસ્ત્ર પૂજન