Shani Vakri 2026: અત્યારે કર્મફળના દાતા શનિ ગુરુની રાશિ મીનમાં બિરાજમાન છે, જ્યાં તે આગામી 3 જૂન,2027 સુધી રહેવાના છે. આ સમયગાળા દરમિયાન શનિની ચાલમાં બદલાવ થતો રહેશે, જેની શુભ-અશુભ અસરો રાશિ ચક્રની તમામ રાશિઓ પર જોવા મળશે.
એવામાં આગામી 27 જુલાઈ, 2026ના રોજ 1:25 AM પર શનિ મીન રાશિમાં રહીને વક્રી થવા જઈ રહ્યા છે. આ વક્રી અવસ્થામાં શનિ 11 ડિસેમ્બર, 2026 સવારે 5 વાગ્યા સુધી રહેશે અને પછી માર્ગી થઈ જશે. શનિની વક્રી ચાલ રાશિચક્રની 3 રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સિદ્ધ થશે.
- વૃષભ (Taurus Rashifal): વૃષભના લાભ ભાવમાં શનિ બિરાજમાન છે. અહીં તે કર્ક રાશિમાં બિરાજમાન ગુરુ સાથે ત્રિકોણ યોગ પણ બનાવી રહ્યો છે. આથી આ રાશિના જાતકોને ભાગ્યનો ભરપુર સાથ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા વર્ષોથી અટકેલા કામો એક પછી એક પુરા થઈ શકે છે. નોકરી અને વ્યવસાય ક્ષેત્રે નવી દિશા ખુલશે. મનનો ભાર ધીમે-ધીમે હળવો થતો જણાય
- મકર (Capricorn Rashifal): મકર રાશિના ત્રીજા ભાવમાં બિરાજમાન શનિ ઉલટી ચાલ ચાલવાના છે. આ રાશિના જાતકો માટે શનિનું વક્રી થવું અત્યંત લાભકારી સિદ્ધ થઈ શકે છે. લાંબા ગાળાથી ચાલતી આવતી સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે. પરિવાર અને મિત્રોનો સહયોગ મળી રહેશે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. જૂની બીમારીમાંથી મુક્તિ મળી શકે છે. ભાગીદાર સંકટ મોચક તરીકે પડખે ઉભા રહેશે.
- કુંભ (Aquarius Rashifal): કુંભ રાશિના બીજા ભાવમાં બિરાજમાન શનિ વક્રી થઈના છે. એવામાં જાતકોને આકસ્મિક ધનલભાના યોગ બની રહ્યા છે. સંઘર્ષમાંથી બહાર આવી સફળતાના માર્ગે આગળ વધી શકશો. મનને આનંદ પમાડે તેવો પ્રવાસ થશે. પોતાના મનનું ધાર્યું પાર પાડવા માટે અનુકુળ સમય છે. વિરોધીઓ અને સ્પર્ધકો સાથે મનમેળ સધાય.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
