Khatu Shyam Ji: ખાટુ શ્યામ તરત જ સાંભળશે તમારી પોકાર, દૂર થશે તમામ કષ્ટ; બાબાને અત્તર ચઢાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

ખાટુ નરેશને ગુલાબ અને કેસરનું અત્તર વધારે પસંદ છે. આથી હંમેશા કેમિકલ વિનાના શુદ્ધ અને પ્રાકૃતિક અત્તરનો જ ઉપયોગ કરવો જોઈએ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 12 Jun 2026 12:55 PM (IST)Updated: Fri, 12 Jun 2026 12:55 PM (IST)
baba-khatu-shyam-ji-3-bottle-itra-offering-vidhi-perfume-offering-rules
HIGHLIGHTS
  • ખાટુ શ્યામ બાબાને અર્પણ કરવા માટે ભક્તો હંમેશા અત્તરની ત્રણ શીશીઓ લઈને આવે છે

Khatu Shyam Ji Itra Vidhi: ભક્તોમાં કળયુગના દેવતા મનાતા ખાટુ શ્યામ બાબાને અત્તર અર્પણ કરવાની માન્યતા ખૂબ જ પ્રચલિત છે. સનાતન ધર્મમાં અત્તરને પ્રેમ અને સકારાત્મક્તાનું પ્રતિક માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે, જો યોગ્ય વિધિથી બાબાને 'અત્તરની અરજી' લગાવવામાં આવે, તો ખાટુ શ્યામ બાબા જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. જો તમે શ્યામ બાબાને અત્તર ચઢાવવાની યોગ્ય રીતે નથી જાણતા, તો આજે અમને આપને અત્તર ચઢાવવાના કેટલાક જરૂરી નિયમો અને સુંદર ભાવ વિશે જણાવીશું.

અત્તરની ત્રણ શીશીઓ કેમ ચડાવવામાં આવે છે?

ખાટૂધામ જતાં અનેક ભક્તો શ્યામ બાબાના દરબારમાં અર્પણ કરવા માટે હંમેશા અત્તરની ત્રણ શીશીઓ લઈને આવે છે. તેની પાછળ એક પાવન અને સુંદર પૌરાણિક ભાવ છૂપાયેલો છે.

  • પ્રથમ શીશી (અરજી માટે): અત્તરની પ્રથમ શીશી બાબાના દરબારમાં પોતાની મનોકામના અર્થાત અરજી લગાવવા માટે ચડાવવામાં આવે છે
  • બીજી શીશી (પ્રાર્થના માટે): બીજી શીશી તમારી મનોકામના પૂરી થવાની પ્રાર્થના સાથે જ શ્યામ બાબાને આગોતરા આભાર વ્યક્ત કરવા માટે હોય છે.
  • ત્રીજી શીશી (આભાર માટે): જ્યારે ભક્તની મનોકામના પૂર્ણ થઈ જાય છે, ત્યારે ત્રીજી શીશી શ્યામ બાબા પ્રત્યે આભાર પ્રકટ કરતાં મહાપ્રસાદ કે ભોગ સ્વરૂપે ભેટ કરવામાં આવે છે.

મંદિરમાં અત્તરની અરજી કેવી રીતે લગાવશો?

જ્યારે પણ તમે ખાટુ શ્યામના મંદિરમાં દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહ્યા હોવ, ત્યારે પૂજારીના માધ્યમથી ત્રણેય શીશીઓ બાબાને સ્પર્શ કરાવો. જે સમયે પૂજારી અત્તર અર્પણ કરી રહ્યા હોય, ત્યારે બે હાથ જોડીને ખાટુ શ્યામ સમક્ષ પોતાની અરજી લગાવો અને તમારી સમસ્યા અને મનોકામના મનમાં સ્પષ્ટ રીતે કહો.

naidunia_image

જે બાદ પૂજારી આપને મહાપ્રસાદ સ્વરૂપે આપેલી ત્રણ શીશીઓ પૈકી એક શીશી અથવા થોડુ અત્તર પરત કરશે. આ પ્રસાદરૂપી અત્તરને શ્રદ્ધાપૂર્વક ઘરે લઈને આવો. આ શીશીને તમે ત્યારે પુનઃ અર્પિત કરી શકો છો, જ્યારે તમારી મનોકામના સિદ્ધ થઈ જાય.

અત્તરને અર્પણ કરતી વખતે કંઈ બાબતોનું ધ્યાન રાખવું?

ખાટુ શ્યામ બાબાને સુગંધ ખૂબ જ પ્રિય છે, પરંતુ અત્તર ચડાવતી વખતે કેટલાક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, જેથી તમને પૂજાનો પૂર્ણ ફળ મળી શકે.

ગુલાબ અને કેસરનું અત્તરઃ ધાર્મિક માન્યતા મુજબ, ખાટુ નરેશને ગુલાબ અને કેસરનું અત્તર વધારે પસંદ છે. આથી હંમેશા કેમિકલ વિનાના શુદ્ધ અને પ્રાકૃતિક અત્તરનો જ ઉપયોગ કરવો જોઈએ.

અર્પણ કરવાની યોગ્ય રીતઃ અત્તરને હંમેશા બાબાના ચરણોમાં સ્પર્ષ કરાવો અથવા બાબાને ચડાવવામાં આવેલી ફૂલોના હાર કે ગજરા પર રૂની મદદથી લગાવીને અર્પણ કરવું જોઈએ.

ઘરના મંદિરમાં અત્તર અર્પણ કરવાના નિયમ

જો તમે ખાટુ ધામ ના જઈ શકો, તો તમે ઘરે જ બાબા શ્યામની સેવા કરી શકો છો. જો કે ઘરે અત્તર અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

  • શીશ પર ના લગાવોઃ ઘરે પૂજા કરતી વખતે ક્યારેય સીધા બાબાના શીશ (ચહેરા કે માથા) પર અત્તર ના લગાવવું જોઈએ.
  • અનામિકા આંગળીનો ઉપયોગ કરો: અત્તરને હંમેશા તમારા જમણા હાથની અનામિકા આંગળીમાં લગાવીને જ બાબાના ચરણોમાં સ્પર્શ કરાવવી જોઈએ.
  • દીવો પ્રગટાવ્યા બાદ સેવાઃ હંમેશા ઘરમાં દીવો પ્રગટાવ્યા બાદ જ અત્તર અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઝડપથી વધે છે.
  • સિમિત પ્રમાણમાં ઉપયોગ કરોઃ બાબાને હંમેશા થોડા પ્રમાણમાં જ અત્તર ચડાવવું જોઈએ, કારણ કે વધારે પડતું અત્તર અર્પણ કરવાથી પૂજા માટે ઉપયોગમાં લેવાયેલ ફૂલોની કુદરતી સુગંધ દબાઈ જતી હોય છે.

નોંધઃ એવી માન્યતા છે કે, સાચા મન અને યોગ્ય વિધિ સાથે લગાવવામાં આવેલી અત્તરની અરજી બાબા ખાટુ શ્યામ જરૂર પૂરી કરે છે.