Shani Gochar 2026: ગ્રહ મંડળના તમામ ગ્રહો ચોક્કસ સમયના અંતરે નક્ષત્ર અને રાશિ પરિવર્તન કરતાં રહે છે. જેની અસર દરેક રાશિના જાતકો પર પડતી જ હોય છે. એવામાં આગામી 20 જાન્યુઆરીના રોજ કર્મફળ દાતા અને ન્યાયાધીશ શનિ નવા વર્ષનું પ્રથમ નક્ષત્ર પરિવર્તન કરવાના છે.
એટલે કે 20 જાન્યુઆરીનો દિવસ જ્યોતિષની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે, કારણ કે શનિ ગ્રહ ખૂબ લાંબા ગાળા બાદ નક્ષત્ર ગોચર કરે છે. આમ પણ શનિ ગ્રહ ખૂબ જ ધીમી ગતિએ ગોચર કરે છે. આજ કારણોસર શનિના ગોચરની શુભ-અશુભ અસર જે-તે રાશિના જાતકો પર લાંબા સમય સુધી રહે છે.
હાલ મીન રાશિમાં બિરાજમાન શનિ ગ્રહ આખું વર્ષ ત્યાં જ રહેશે, પરંતુ 20 જાન્યુઆરીએ બપોરે 12:13 કલાકે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવાના છે. સંજોગોવસાત ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના સ્વામી સ્વયં શનિદેવ છે.
એવામાં શનિ દેવ પોતાના જ ઘર અર્થાત નક્ષત્રમાં પ્રવેશ કરવાના હોવાથી તેની અસર અનેક ગણી વધી શકે છે. જે કેટલીક રાશિઓ માટે ખૂબ જ લાભદાયી સિદ્ધ થઈ શકે છે, તો ચાલો જોઈએ આ લકી રાશિમાં તમારી તો નથી ને…
મિથુન: શનિનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. તમારી આવકમાં આકસ્મિક વૃદ્ધિ થઈ શકે છે. વર્ષોથી અટકેલા પૈસા પરત મળી શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સાનુકુળતા રહેશે. નવું ઘર કે વાહન ખરીદવા માંગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ રહેશે. જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે. જાતકોના નવી નોકરી માટેના પ્રયત્ન સફળ થશે.
કર્ક: આ રાશિના જાતકો માટે આવનારો સમય ખાસ રહેવાનો છે. જાતકોને ભાગ્યવૃદ્ધિના યોગ બનશે. નોકરિયાત વર્ગનો કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ. મુશ્કેલીમાંથી આપોઆપ માર્ગ મળશે. નવી તકનું નિર્માણ સંભવ. સંપત્તિ અંગેના પ્રશ્નોનું પોઝિટિવ નિરાકરણ. સામાજિક માન-પ્રતિષ્ઠાના યોગ બનશે. જૂની સમસ્યામાંથી માર્ગ મળશે. જીવનસાથી સાથે સુમેળ વધશે
મકર: આ રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન જિંદગીમાં પોઝિટિવ પરિવર્તન લઈને આવી રહ્યું છે. મહેનતનું મીઠુ ફળ ચાખવા મળશે. ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. જોઈતી તકોનો લાભ ઉઠાવી શકશો. તમારા કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધશે. આર્થિક સંજોગો ઉજળા બનશે. કારકિર્દીમાં સકારાત્મક પરિવર્તન અનુભવાશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
