Rahu-Ketu Dosha: જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, જ્યારે કુંડળીમાં રાહુ કે કેતુની સ્થિતિ નબળી હોય, ત્યારે વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. રાહુ-કેતુની નબળી સ્થિતિ જાતકોના જીવન પર નકારાત્મક અસર પડી શકે છે.
રાહુ અને કેતુ નારાજ થવા પર જાતકોને કેટલાક ખાસ સંકેતો મળે છે, જેને ભૂલથી પણ અવગણવા ના જોઈએ. આ લેખમાં વિગતવાર જણાવીએ કે, રાહુ-કેતુ નારાજ થવા પર ક્યા-ક્યા સંકેત મળે છે અને ક્યા ઉપાય અજમાવીને તેમને પ્રસન્ન કરી શકાય છે.
Panchgrahi Yog 2026: કુંભમાં ગ્રહોનો મહાસંગમ 3 રાશિની મુશ્કેલી વધારશે, જાતકોની ધારણાં અવળી પડતા મનની મુરાદ મનમાં જ રહી જશે
રાહુ-કેતુ ક્રોધિત થયાના સંકેત Rahu-Ketu Dosha
- જો તમે નોકરીમાં તકલીફ અને પૈસાની તંગીનો સામનો કરી રહ્યા હોય, તો તેને રાહુ-કેતુ ગુસ્સે થવાનો સંકેત માનવામાં આવે છે.
- માનસિક તણાવની સમસ્યા પણ રાહુ-કેતુના ગુસ્સે થવાનો સંકેત માનવામાં આવે છે.
- જો પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વણસી રહ્યા હોય અથવા કોઈ મતભેદ ચાલી રહ્યો હોત, તો રાહુ-કેતુ ક્રોધિત હોઈ શકે છે.
- જાતકોને જીવનમાં અણધાર્યા આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
રાહુ-કેતુને પ્રસન્ન કરવાના ઉપાયો Rahu Ketu Upay
- જો તમે રાહુને પ્રસન્ન કરવા માંગતા હોવ, તો તમારે કોઈ કન્યાના લગ્નમાં ગુપ્ત દાન કરવું જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ, આ ઉપાય અજમાવવાથી રાહુ-કેતુ બન્ને પ્રસન્ન થાય છે. તેમજ રાહુ-કેતુના અવરોધોમાંથી મુક્તિ મળે છે.
- આ ઉપરાંત રાહુ-કેતુની નકારાત્મક અસરથી મુક્તિ મેળવવા માટે કુંવાસીઓને હલવો, પૂરી અને દહીનું ભોજન કરાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, આ ઉપાય અજમાવવાથી રાહુ-કેતુની ખરાબ અસર દૂર થાય છે.
- રાહુ-કેતુને પ્રસન્ન કરવા માટે દરરોજ સવારે સ્નાન કર્યાં બાદ ભગવાન શિવને કાળા તલ, બિલ્વ પત્ર અને ગંગાજળનો અભિષેક કરો. આ દરમિયાન 'ॐ नमः शिवाय' મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે, આ ઉપાય અજમાવવાથી રાહુ-કેતુના દોષની અશુભ અસર દૂર થાય છે.
- ગરીબોને કાળા, તલ, કાળો ધાબળો અથવા લોખંડની વસ્તુઓનું અચૂક દાન કરવું જોઈએ. આમ કરવાથી પણ જાતકને શુભ ફળ પ્રાપ્ત થાય છે.
- પક્ષીઓને ચણ નાંખવા સાથે તેમના પીવા માટે પાણી રાખવું જોઈએ.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
