Premanand Maharaj: સારા કામ કરશો, તો સારું અને ખરાબ કર્મનું ખરાબ ફળ મળે જ છે. આપણે ઘણી વખત લોકોને એવું બોલતા સાંભળ્યા હશે કે, આને તો તેના કર્મ જ ડુબાડશે. હકીકતમાં દરેક કર્મનું ફળ આ જનમમાં જ ભોગવવું પડે છે. એવામાં લોકોના મનમાં એક પ્રશ્ન સ્વાભાવિક થતો હોય છે કે, શું ખરાબ કર્મોને ક્યારેય પૂજા-પાઠ કે ભગવાનનું નામ જપીને તેને સારા ફળમાં પરિવર્તિત કરી શકાય છે?
આ પ્રશ્નનો ખૂબ જ સારો જવાબ વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજે આપ્યો છે. જેમાં એક ભક્ત દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં પ્રેમાનંદ મહારાજે ત્રણ પ્રકારના કર્મ વિશે વિગતવાર જણાવ્યું છે.
આ સાથે જ પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું છે કે, માત્ર ભગવાનનું નામ જપવાથી ક્યા-ક્યા ખરાબ કર્મોને ખતમ કરી શકાય છે અને કેવા કર્મોનું ફળ આપણે ગમે તે રીતે ભોગવવું જ પડે છે.
પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, ભગવાનનું નામ જપવાથી ખરાબ કર્મો તો નષ્ટ થઈ જાય છે, પરંતુ વર્તમાનના ખરાબ કર્મ, જે પ્રારબ્ધ બની ગયા છે તે તો ભોગવવા જ પડે છે. આ દેહની રચના સમયે જે પ્રારબ્ધ બની ગયું છે, તે ભોગવવું જ પડે છે. મોટા-મોટા સંતોને પણ ભોગવવું પડે છે.
હવે જો આપણે દૃઢતાપૂર્વક નામ જપ કરીએ, તો પહેલાં આ જન્મની વર્તમાન ભૂલો પવિત્ર થઈ જશે. જે બાદ પૂર્વજન્મના જે કર્મો જમા છે, તે ભસ્મ થઈ જશે અને પ્રારબ્ધ ભોગવી લઈશું. આમ આપણે નિષ્પાપ થઈ જઈશું. ભોગ એક મોટું કાર્ય છે.
આથી આખું જીવન પાપ કર્યા વિના, ધર્મના માર્ગે ચાલતાં અને એક-એક ડગલું સાવધાનીપૂર્વક નામ જપ કરતાં રહીએ, ત્યારે જ આપણે નિષ્પાપ બની શકીએ છીએ. નિષ્પાપ થવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે જ્યારથી સૃષ્ટિ બનીષ ત્યારથી આપણો હિસાબ-કિતાબ ચાલી રહ્યો છે.
આજ સુધી ભજન થયું નથી. જો ભજન થયું હોત તો આપણે ભગવાનને પામી ગયા હોત. હવે આપણે ભજન શરૂ કરીશું. આટલા મોટા પાપનો નાશ થશે, તો તેના માટે આપણને ખૂબ ભજનની જરૂર પડશે. દરેક સમયે ઊઠતા-બેસતા, ચાલતા-ફરતા 'રાધા રાધા રાધા રાધા'… નામ જપ કરતા રહીએ, તો બધું બરાબર થઈ જશે. પણ પ્રારબ્ધ તો ભોગવવું જ પડશે.
