Premanand Ji Maharaj: પતિ-પત્ની વચ્ચે બહુ ઝઘડા થાય છે શું કરવું? પ્રેમાનંદજી મહારાજે આપ્યો જવાબ

પ્રેમાનંદજી મહારાજ કહે છે કે માનવ જીવનમાં જ્યારે પરિસ્થિતિઓ આપણી મરજી મુજબ હોય ત્યારે આપણે હર્ષિત થઈએ છીએ અને જ્યારે વિપરીત બને ત્યારે શોક અનુભવીએ છીએ.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Thu, 21 May 2026 06:00 AM (IST)Updated: Thu, 21 May 2026 06:00 AM (IST)
premanand-ji-maharaj-explained-what-to-do-in-husband-wife-fight

Premanand Ji Maharaj: આદ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજના દરબારમાં લોકો પોતના પ્રશ્નો લઈને આવે છે. પ્રેમાનંદજી મહારાજ સરળ શબ્દોમાં તેનું સમાધાન પણ આવે છે. આજના આધુનિક યુગમાં પતિ-પત્ની વચ્ચેના નાના-મોટા ઝઘડા સામાન્ય બની ગયા છે, પરંતુ જ્યારે આ વિખવાદ રોજિંદી બાબત બની જાય ત્યારે વ્યવહારિક જીવન ખરાબ રીતે પ્રભાવિત થાય છે. ઘણા દંપતીઓ એકબીજાથી અલગ થવા માંગતા નથી છતાં રોજિંદા ક્લેશને રોકી શકતા નથી. આવા સમયે આધ્યાત્મિક દ્રષ્ટિકોણ, સંયમ અને ધીરજ દ્વારા સંસારને કેવી રીતે સુખમય બનાવી શકાય તે અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

અનુકૂળતા અને પ્રતિકૂળતાનો ખેલ

પ્રેમાનંદજી મહારાજ કહે છે કે માનવ જીવનમાં જ્યારે પરિસ્થિતિઓ આપણી મરજી મુજબ હોય ત્યારે આપણે હર્ષિત થઈએ છીએ અને જ્યારે વિપરીત બને ત્યારે શોક અનુભવીએ છીએ. આ અનુકૂળતા અને પ્રતિકૂળતામાં ઉદ્ભવતો રાગ અને દ્વેષ જ ઝઘડાનું મુખ્ય કારણ છે. જ્યારે જીવનસાથી નારાજ થઈને કોઈ કડવી વાત કહે, ત્યારે વળતો ઉત્તર આપવાને બદલે શાંત રહીને સાંભળી લેવું જોઈએ, કારણ કે મૌન જ વિવાદને રોકવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ઝઘડા સમયે કોઈ એક વ્યક્તિએ ગંભીર થઈ જવું અત્યંત આવશ્યક છે. જો નારાજગી ખૂબ વધી જાય, તો અંદાજે 30 મિનિટ માટે ઘરની બહાર નીકળી જઈ શાંતિથી બેસવું જોઈએ અને પછી પરત ફરવું જોઈએ.

પ્રેમ અને સંયમથી વિજય

પ્રેમ એક એવી શક્તિ છે જેના દ્વારા પશુઓને પણ વશ કરી શકાય છે, તો પછી મનુષ્યને પ્રેમથી કેમ જીતી ન શકાય?. પતિ-પત્નીએ એકબીજાને પૂરતો પ્રેમ આપવો જોઈએ, જો પતિ પત્નીને માનસિક ત્રાસ આપે કે મારપીટ કરે તો પ્રેમની શોધમાં મન અન્યત્ર ભટકી શકે છે, જે પાપના માર્ગે લઈ જાય છે. સંસારમાં કોઈ પણ મનભેદ કે મનમોટાવ 10 થી 15 મિનિટથી વધુ ન ચાલવો જોઈએ. સાચો બુદ્ધિમાન વ્યક્તિ તે જ છે જે સમસ્યાને વધારવાને બદલે તેનું તાત્કાલિક નિરાકરણ લાવી શકે. ક્રોધને કાબૂમાં લેવા માટે નિયમિત ભજન કરવું જોઈએ અને શારીરિક રીતે પણ સ્વસ્થ રહેવા માટે વ્યાયામનો સહારો લેવો જોઈએ.

શ્રદ્ધા અને તીર્થધામનું મહત્વ

ધાર્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, વૃંદાવન ધામની સેવા કરવાથી વિશ્વના તમામ તીર્થોનું પુણ્ય આપોઆપ પ્રાપ્ત થાય છે. જે રીતે ઝાડના મૂળમાં પાણી રેડવાથી તે તેની તમામ ડાળીઓ અને પાંદડા સુધી પહોંચી જાય છે, તેવી જ રીતે વૃંદાવન આવવાથી 12 જ્યોતિર્લિંગ સહિતની તમામ પુરીઓ અને વિગ્રહોના દર્શનનું ફળ મળી જાય છે. ભગવાન શિવ પોતે પણ જે પવિત્ર ભૂમિની રજને પોતાના મસ્તક પર ધારણ કરવા ઈચ્છે છે તે વૃંદાવન ધામ સર્વોપરી છે. પત્નીએ પોતાના પતિને ભગવાન માનીને આરાધના કરવી જોઈએ અને ગૃહસ્થીમાં આવતી નાની સમસ્યાઓને સમજદારીથી ઉકેલવી જોઈએ.