Premanand Ji Maharaj: આદ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજના દરબારમાં લોકો પોતના પ્રશ્નો લઈને આવે છે. પ્રેમાનંદજી મહારાજ સરળ શબ્દોમાં તેનું સમાધાન પણ આવે છે. ત્યારે તેમના દરબારમાં એક વ્યક્તિએ કહ્યું કે આજના આધુનિક અને તણાવપૂર્ણ યુગમાં જ્યારે લોકો નાની પ્રતિકૂળ પરિસ્થિતિ આવતા જ માનસિક રીતે તૂટી જાય છે અને ગભરામણ અનુભવે છે. આવા સમયે શું કરવું? પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજ ભક્તોને માયા પર વિજય મેળવવા અને દરેક પરિસ્થિતિમાં સ્થિર રહેવા માટે અનમોલ માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
માયા પર વિજય મેળવવો કેમ કઠિન છે?
ઘણા લોકોને લાગે છે કે તેઓ આધ્યાત્મિકતાના માર્ગે વિજય મેળવી રહ્યા છે, પરંતુ જેવી કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે કે તરત જ તેઓ હતાશ થઈ જાય છે. મહારાજજી જણાવે છે કે ભગવાન શ્રીકૃષ્ણએ પોતે ગીતામાં કહ્યું છે કે આ દૈવી ગુણમયી માયાને પાર કરવી અત્યંત કઠિન છે. જો કોઈ આ માયામાંથી મુક્ત થવા માંગતું હોય, તો તેણે માત્ર ભગવાનના ચરણોમાં શરણ લેવી જોઈએ. જ્યારે ચિત્ત ભગવાનમાં લાગે છે, ત્યારે દુનિયાનું કોઈ પણ દુઃખ મનુષ્યને પરાજિત કરી શકતું નથી.
શાંતિ માટે 24 મિનિટનો ફોર્મ્યુલા
મહારાજજીએ ભક્તોને વિનંતી કરી છે કે જો તેઓ ખરેખર સુખી થવા માંગતા હોય, તો 24 કલાકમાંથી માત્ર 24 મિનિટ પ્રભુના નામ જપ માટે ફાળવે. તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે જો તમે શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ લેશો, તો તમારું મંગળ ચોક્કસ થશે. જે લોકો ભગવાનના ચિંતનમાં ડૂબેલા રહે છે, તેમના હૃદયમાં ભગવાન પોતે આનંદના સમુદ્ર તરીકે બિરાજમાન થાય છે અને તેમને ગમે તેવા મોટા દુઃખો સહન કરવાની શક્તિ આપે છે.
આહાર અને આચરણનું મહત્વ
આજના સમયમાં વધતા જતા ડિપ્રેશન અને ઓવરથિંકિંગ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે ગંદા આચરણ અને અપવિત્ર ભોજન મનુષ્યની અશાંતિનું મુખ્ય કારણ છે. મહારાજજીએ ચેતવણી આપી છે કે દારૂ, માંસ અને અભક્ષ્ય ભોજનનો ત્યાગ કરવો જોઈએ. ભોજનનો મન પર સીધો પ્રભાવ પડે છે. જો આહાર પવિત્ર હશે, તો હૃદય આપોઆપ શાંત થવા લાગશે. પરમાત્માનો અંશ એવો જીવ ક્યારેય પ્રકૃતિના ભોગ-વિલાસથી સુખી થઈ શકતો નથી, તેને સાચો આનંદ માત્ર પરમાત્મામાં જોડાવાથી જ મળે છે.
સ્વ-અનુભવની પ્રેરણા
પોતાના જીવનનું ઉદાહરણ આપતા મહારાજજીએ કહ્યું કે તેઓ રોગ અને પ્રતિકૂળતાઓ વચ્ચે પણ સતત આનંદમાં રહે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સંસારી લોકો પાસે ભૌતિક સુખ હોવા છતાં તેઓ એટલા સુખી નથી હોતા જેટલા ભગવાનના આશ્રિત હોય છે. મહારાજજીના મતે, ભગવાનના નામ, ગુણ અને લીલાઓનું ગાન તેમજ સંતોનો સંગ કરવાથી ખૂબ જ ઝડપથી આધ્યાત્મિક લાભ મળે છે અને માયા પર વિજય પ્રાપ્ત થાય છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
