Nag Panchami 2023: જાણો આ વર્ષે નાગપાંચમ કઈ તારીખે છે, પૂજાનું શુભ મુહૂર્ત અને વિશેષ પૂજા પધ્ધતિ

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Fri, 04 Aug 2023 10:45 AM (IST)Updated: Fri, 04 Aug 2023 10:45 AM (IST)
nag-panchami-2023-date-puja-time-vidhi-shubh-muhurat-significance-remedies-to-get-rid-of-kaal-sarp-dosh-at-home

Nag Panchami 2023 Date: શ્રાવણ મહિનો શરુ થવા જઈ રહ્યો છે. શ્રાવણ મહિનો તહેવારોનો મહિનો છે. મોટા ભાગના તહેવાર અને વ્રતો આ મહિનામાં આવે છે. આપણાં શાસ્ત્રમાં નાગ પંચમીનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે લોકો નાગનું પૂજન કરે છે અને આ સમગ્ર દિવસ નાગરાજાને સમર્પિત હોય છે. અધિક અને શ્રાવણ મહિનો એકસાથે આવ્યો હોવાથી દરેક તહેવારની તારીખોમાં ખૂબ અસમંજસ ફેલાયું છે, ત્યારે જાણો કે ગુજરાતીઓએ નાગપંચમી ક્યારે ઉજવવી અને નાગપંચમીની સાચી તારીખ કઈ?

નાગપંચમી 2023 ક્યારે છે? (Nag Panchami 2023 Date )
શ્રાવણ વદ પાંચમની તિથિ એટલે કે નાગપંચમી તિથિ તારીખ 3 સપ્ટેમ્બરે સાંજે 18-25થી શરુ થશે અને 4 સપ્ટેમ્બર સાંજે 4.43એ પૂરી થશે. ઉદયતિથિના નિયમ મુજબ નાગપંચમી 4 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવવી જોઈએ.

નાગપંચમી શુભ મુહૂર્ત (Nag Panchami Muhurat)
નાગપંચમીના દિવસે નાગની પૂજા કરવાનું મહાત્મય છે. આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત 4 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 6 વાગ્યાથી 8.32 વાગ્યા સુધી રહેશે.

નાગપંચમીના દિવસનું પંચાંગ (Nag Panchami Panchang)
તિથિ-પાંચમ
વાર- સોમવાર (શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર)
નક્ષત્ર- અશ્વિની
યોગ- ધ્રુવ, વ્યાધાત
કરણ- તૈતિલ, ગર, વણિજ

નાગપંચમી પૂજા પધ્ધતિ

  • નાગ પંચમી પર નાગ દેવતાને દૂધ અર્પણ કરવું એ મુખ્ય ધાર્મિક વિધિ છે. લોકોમાં એવી માન્યતા છે કે આ દિવસે નાગ દેવતાને દૂધ અને પ્રસાદ અર્પિત કરવાથી તેમનો પરિવાર કોઈપણ અનિષ્ટથી બચી જાય છે.
  • નાગ પંચમીના દિવસે, ભક્તો સવારે સ્નાન કરે છે અને પછી ઘરના દરવાજા પર માટી, કંકુ અથવા ગાયના છાણથી નાગ દેવતાની છબી બનાવે છે.
  • ત્યારબાદ નાગ દેવને દુર્વા, કુશ અને પુષ્પો અર્પણ કરવામાં આવે છે.
  • નાગ પંચમી માટે મુખ્ય પૂજા સામગ્રી દૂધ આધારિત છે, ખિરથી લઈને મીઠાઈઓ, જે પછી દેવતાને અર્પણ કરવામાં આવે છે.

નાગપંચમી પૌરાણિક કથા
નાગ પંચમીની ઉત્પત્તિ પ્રાચીન હિંદુ ગ્રંથો અને પૌરાણિક કથાઓમાં શોધી શકાય છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, સાપનું આગવું સ્થાન છે અને તે વિવિધ દેવતાઓ અને ઐતિહાસિક ઘટનાઓ સાથે સંકળાયેલા છે. હિંદુ ધર્મના મુખ્ય દેવતાઓમાંના એક ભગવાન શિવને વારંવાર તેમના ગળામાં વીંટળાયેલા સાપ સાથે દર્શાવવામાં આવે છે, જેને વાસુકી તરીકે ઓળખવામાં આવે છે.

વધુમાં, ભગવાન કૃષ્ણ તેમના મિત્રો સાથે યમુના નદીના કિનારે રમતા હતા. અચાનક બોલ પાણીમાં પડી ગયો. ભગવાન નદીમાં ગયા અને કાલિયા (નાગ)એ તેમના પર હુમલો કર્યો.

પછી શ્રી કૃષ્ણએ સાપની પૂંછડી પકડીને તેને નદીની સપાટી પર ખેંચી અને તેને હરાવ્યો. તે સમયે કાલિયાને સમજાયું કે કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ ભગવાન વિશુનો અવતાર છે. તેણે માફી માંગી અને વચન આપ્યું કે તે ફરી ક્યારેય કોઈને દુઃખ નહીં આપે. આમ આ તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પણ પ્રતીક છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.