Mangal Gochar 2026: ગ્રહોની ચાલની વ્યક્તિના જીવન પર સીધી અને ઊંડી અસર પડતી હોય છે. એવામાં સાહસ, પરાક્રમ અને ઉર્જાના કારક ગ્રહ મંગળનું રાશિ પરિવર્તન એક અગત્યની જ્યોતિષિય અને ખગોળીય ઘટના માનવામાં આવે છે.
આજે 21 જૂનના રોજ મંગળ ગ્રહ પોતાની રાશિ બદલીને વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. મંગળનું આ ગોચર આગામી 2 ઓગસ્ટ, 2026 એટલે કે આવનારા 42 દિવસ સુધી રહેવાનું છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંગળનું આ ગોચર ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનું છે, કારણ કે બે વિપરિત સ્વભાવ ધરાવતી ઉર્જાઓનું મિલન થવાનું છે. હકીકત ક્રોધ, પરાક્રમના કારક મંગળ ગ્રહ વૃષભમાં ગોચર કરશે, જે રાશિનો સ્વામી શુક્ર છે, જેને પ્રેમ, શાંતિ અને ધનના કારક માનવામાં આવે છે.
આમ મંગળ અને શુક્રની વિપરિત ઉર્જાનો વિશેષ સંયોગ કેટલીક રાશિઓ માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે, તો કેટલીક રાશિના જાતકો માટે આવનારો સમય અગ્નિપરીક્ષા સમાન રહેશે. તો ચાલો જાણીએ કંઈ રાશિના જાતકોએ આવનારા દોઢ મહિના સતર્ક રહેવાની જરૂર છે?
- મિથુન રાશિફળ (Gemini Horoscope): આ રાશિના જાતકો માટે આવનારો સમય પડકારજનક રહેવાનો છે. કામકાજના સ્થળે સહકર્મીઓ સાથે મતભેદ વધી શકે છે. આ સમયગાળામાં અહંકારથી દૂર રહેવા અને વાણી પર સંયમ જાળવવો હિતાવહ રહેશે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ લેવી જોઈએ.
- તુલા રાશિફળ (Libra Horoscope): મંગળના ગોચરથી આ રાશિના જાતકો માટે પણ આવનારો સમય તનાવપૂર્ણ રહેશે. નોકરિયાતોને સાધારણ તકલીફ રહેશે. પારિવારિક સબંધોમાં સ્વાર્થના દર્શન થશે. આકસ્મિક ખર્ચાઓ આવી પડશે. તમારી ધીરજની કસોટી થતી જણાય. કોઈ પણ નિર્ણય લેવામાં થોડી રાહ જોવી હિતાવહ રહેશે.
- ધન રાશિફળ (Sagittarius Horoscope): મંગળનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે કપરો સમય લાવી રહ્યો છે. આર્થિક જરૂરિયાતો પૂરી કરવા ભારે સંઘર્ષ કરવો પડશે. જિદ્દી સ્વભાવના કારણે પ્રિય પાત્ર સાથેના સબંધોમાં કડવાશ આવી શકે છે. એકાગ્રતાનો અભાવ અસ્વસ્થતા વધારશે. ઉત્તેજના અને ઉશ્કેરાટથી દૂર રહેવું હિતાવહ રહેશે.
મંગળ ગોચરના 42 દિવસ સુધી શું ના કરવું?
મંગળનું રાશિ પરિવર્તન વ્યક્તિના નિર્ણય લેવાની ક્ષમતાને નબળી પાડી શકે છે. આથી આ સમય દરમિયાન ઉતાવળે કોઈ નિર્ણય ના લેવો જોઈએ. તેમજ કોઈ પણ જગ્યાએ રોકાણ કરતાં પહેલા સો વખત વિચાર કરવો જોઈએ. મંગળ ઉર્જાના કારક ગ્રહ ગણાય છે, એવામાં નાની-નાની વાતોમાં ગુસ્સો આવવો સ્વાભાવિક છે. આથી ક્રોધને કાબુમાં રાખવા માટે યોગ અને ધ્યાનની મદદ લઈ શકો છો.
