Ketu Gochar 2026: વૈદિક જ્યોતિષમાં કેતુને એક રહસ્યમયી અને છાયા ગ્રહ માનવામાં આવે છે, જે આધ્યાત્મ, વૈરાગ્ય, મોક્ષ અને અચાનક બનતી ઘટનાઓના કારક મનાય છે. માયાવી ગ્રહ કેતુ ગ્રહ હંમેશા ઉલટી ચાલ ચાલે છે અને દરેક રાશિમાં લગભગ 18 મહિના સુધી ભ્રમણ કરે છે.
પોતાની આગવી ઉર્જાના કારણે જ્યારે પણ કેતુ પોતાની સ્થિતિ કે નક્ષત્રમાં પરિવર્તન કરે છે, ત્યારે તેની અસર સમગ્ર રાશિ ચક્ર પર પડતી હોય છે. આજ ક્રમમાં આગામી 30 જૂનના રોજ કેતુ મઘા નક્ષત્રના બીજા તબક્કામાં પ્રવેશ કરશે. કેતુના આ નક્ષત્ર ગોચરથી 4 રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. તો જુઓ આ લકી રાશિના લિસ્ટમાં તમારી રાશિ તો નથી ને?
- મેષ (Aries Rashifal): કેતુનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના યોગ બનાવી રહ્યું છે. વર્ષોથી કોઈ જગ્યાએ ફસાઈ ગયેલા નાણાં પરત મળી શકે છે. નોકરિયાત વર્ગને નવી જવાબદારી મળવા સાથે બઢતી થઈ શકે છે.
- સિંહ (Leo Rashifal): મઘા નક્ષત્રના સ્વામી સિંહ રાશિ સાથે ગાઢ સબંધ ધરાવે છે. જેના પરિણામે કેતુનું મઘા નક્ષત્રમાં ગોચર સિંહ રાશિના જાતકોના માન-સન્માનમાં વૃદ્ધિ કરશે. વેપારમાં સારા એવા નફાની ડીલ મળવાના સંકેત છે. જૂની બીમારીમાંથી મુક્તિ મળી શકે છે.
- વૃશ્વિક (Scorpio Rashifal): આ રાશિના જાતકો માટે કેતુનું ગોચર પ્રગતિના દ્વાર ખોલનારું સાબિત થઈ શકે છે. જૂના કોઈ રોકાણ પર સારું એવું વળતર મળી શકે છે. પ્રયત્નો સફળ થતાં જણાય. નવી તકો મળી શકે છે.
- કુંભ (Aquarius Rashifal): કેતુનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકો માટે વેપારી દ્રષ્ટિકોણથી ખૂબ જ શાનદાર રહેવાનું છે. ભાગીદારીના ધંધામાં ધાર્યા કરતાં વધારો નફો રળી શકશો. તમારી યોજનાઓ સફળ થતી જણાય.
કેતુને શુભ બનાવવાના ઉપાય
કેતુના આ શક્તિશાળી ગોચરનું ભરપુર લાભ ઉઠાવવા માટે તમે કેટલાક સરળ ઉપાય અજમાવી શકો છે. આ માટે દરરોજ ગણપતિની પૂજા કરો, કારણ કે કેતુની નકારાત્મક અસર ઓછી કરવા માટે ગણેશજીની પૂજા ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદોને કાળા તલ, કાળો ધાબળો કે ચંપલનું દાન કરવાથી પણ શુભ ફળ મળે છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
