સાવધાન! મીનમાં શનિ-મંગળની ખતરનાક યુતિથી 3 રાશિઓ પર તોળાતું સંકટ, એપ્રિલમાં જાતકોના જીવનમાં આવશે તકલીફોનું તોફાન

અત્યારે શનિ પણ મીન રાશિમાં બિરાજમાન છે, જ્યાં મંગળનો પ્રવેશ થતાં જ બન્ને ભય ઉત્પન્ન કરનારા ગ્રહોની ખતરનાક યુતિ સર્જાશે. જે કેટલીક રાશિના જાતકોને માનસિક અને આર્થિક તણાવ વધારશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 27 Mar 2026 07:54 PM (IST)Updated: Fri, 27 Mar 2026 07:54 PM (IST)
mangal-gochar-2026-saturn-mars-conjunction-these-3-zodiac-signs-should-stay-alert-in-april
HIGHLIGHTS
  • આગામી 2 એપ્રિલે ગ્રહોના સેનાપતિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે

Mangal Gochar 2026: હાલ માર્ચ મહિનાનું અંતિમ સપ્તાહ ચાલી રહ્યું છે, ત્યારે એપ્રિલનું પ્રથમ અઠવાડિયો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનું છે. હકીકતમાં મહિનાની શરૂઆતમાં 2 એપ્રિલે મંગળ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ કેટલીક રાશિના જાતકોની મુશ્કેલીઓ વધી જવાની છે.

અત્યારે મંગળ ગ્રહ કુંભ રાશિમાં બિરાજમાન છે, તો પણ અનેક રાશિઓ પર તેની નકારાત્મક અસર રહી છે. જો કે હવે મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં શનિ પહેલાથી જ બિરાજમાન છે. એવામાં મીન રાશિમાં મંગળ અને શનિની યુતિ બનવા જઈ રહી છે. જે કેટલીક રાશિના જાતકો માટે કષ્ટદાયક રહેશે.

ખાસ વાત એ છે કે, શનિની સાડે સાતી વાળી રાશિ ઉપરાંત અન્ય રાશિઓ પર પણ આ યુતિની અશુભ અસર રહેશે. તો ચાલો જાણીએ કંઈ છે આ રાશિઓ જેમને આવતા સપ્તાહથી વધારે સતર્ક રહેવાની જરૂર છે

સિંહ (Leo Rashifal)

આ રાશિના જાતકો માટે આવનારો એપ્રિલ મહિનો મુશ્કેલીભર્યો રહી શકે છે. અણધાર્યા ખર્ચાઓ આવી પડતાં બજેટ ખોરવાઈ શકે છે. મળેલી તક હાથતાળી આપતી જણાશે. એક પછી એક પડકારો તમારી રાહ જોઈને જ બેઠા હોય તેમ લાગ્યા કરશે. પ્રેમમાં નિષ્ફળતા આપને હતાશ ના કરે તેનું ધ્યાન રાખજો. આર્થિક બાબતોના નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી હિતાવહ રહેશે.

કુંભ (Aquarius Rashifal)

મંગળનું ગોચર આ રાશિના જાતકો માટે ધંધાકીય બાબતોમાં તકલીફ લઈને આવી રહ્યું છે. જાતકોની અંગત સમસ્યાનું નિરાકરણ ન થતા બેચેની વધશે. આપની ધીરજની કસોટી થતી જણાય. વડીલો સાથે મતભેદ થઈ શકે છે. આર્થિક બાબતોમાં લાભ અટકતો લાગે. આ સમય દરમિયાન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર તમારે વિશેષ ધ્યાન આપવું હિતાવહ રહેશે.

મીન (Pisces Rashifal)

આ રાશિમાં જ મંગળ પ્રવેશ કરતા હોવાથી જાતકોની માનસિક શાંતિ હણાઈ જશે. જાતકો મુંઝવણ અનુભવતા કોઈ પણ ચોક્કસ નિર્ણય નહીં લઈ શકે. અંગત બાબતોમાં ઉચાટ ટાળવો. સ્વજનો સાથે સબંધ બગડવાના યોગ બની રહ્યા છે. પારિવારિક સબંધોમાં સ્વાર્થના દર્શન થઈ શકે છે. આ સમય દરમિયાન હિતશત્રુઓથી સંભાળીને રહેવામાં જ ભલાઈ સમજજો.

શનિ-મંગળના દોષથી બચવા માટેના ઉપાય (Shani Dosha Remedies)

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ અને મંગળ બન્ને ગ્રહોને ભય ઉત્પન્ન કરનારા ગણાવામાં આવે છે, જેના કારણે જાતકોની નાણાંકીય સ્થિતિ ડામાડોળ થવા સાથે પરિવારની સુખ-શાંતિ હણાઈ શકે છે. એવામાં જો આ બન્ને ગ્રહોના દુષ્પ્રભાવથી બચવું હોય તો જાતકોએ 'ઓમ નમઃ શિવાય' અને 'ઓમ નમો નારાયણાય નમઃ' જેવા મંત્રોનો જાપ કરવો જોઈએ.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.