Mahayuti 2026: મકરમાં 3 ગ્રહોની મહાયુતિ આ રાશિના જાતકોને કરશે માલામાલ, ભાગ્યનો સાથ મળતા અણધારી સફળતા સાંપડશે

જ્યારે ગોચરના કારણે મહાયુતિ રચાય છે, ત્યારે ગ્રહોની અસર પહેલા કરતાં વધારે શક્તિશાળી બને છે. નવા વર્ષના પ્રથમ મહિનામાં જ 3 રાશિને મળશે ભાગ્યનો સાથ...

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Dec 2025 06:09 PM (IST)Updated: Fri, 26 Dec 2025 06:09 PM (IST)
mahayuti-2026-surya-shukra-and-chandra-gochar-in-makar-rashi-lucky-for-these-3-zodiac-signs
HIGHLIGHTS
  • મકર રાશિમાં સૂર્ય, ચંદ્ર અને શુક્ર ગ્રહ એકસાથે આવતા સર્જાશે મહાયુતિ
  • મકર ઉપરાંત સિંહ અને કુંભ રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે

Mahayuti 2026: આગામી 13 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 4 કલાકે ધન અને પ્રેમનો કારક ગ્રહ શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે બીજા દિવસે એટલે કે 14 જાન્યુઆરીએ બપોરે 3 કલાકે ગ્રહોના રાજા સૂર્ય પણ મકર રાશિમાં ગોચર કરશે. તેમજ 18 જાન્યુઆરીના રોજ મનનો કારક ગ્રહ ચંદ્ર પણ મકર રાશિમાં પ્રેવેશ કરવાનો છે.

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે મહાયુતિ થાય છે, ત્યારે ગ્રહોની ઉર્જા પહેલા કરતાં વધારે શક્તિશાળી બને છે. જેના પરિણામે ગોચરની સરખામણીમાં મહાયુતિ પર વધારે અસર પડે છે. તો ચાલો જાણીએ નવા વર્ષના પ્રથમ મહિના જાન્યુઆરીમાં કંઈ 3 રાશિઓને ભાગ્યનો સાથ મળશે.

મકર: મકર રાશિમાં શુક્ર, સૂર્ય અને ચંદ્રની મહાયુતિ મકર રાશિના જાતકો માટે અત્યંત શુભ રહેશે. જો તમે મિલકત ખરીદવા અથવા વેચવાનું વિચારી રહ્યા હોવ તો 13 થી 18 જાન્યુઆરી, 2026 સુધીનો સમયગાળો શુભ સાબિત થશે. આ દરમિયાન કરવામાં આવેલી ડીલ અપેક્ષા કરતા વધુ સારા પરિણામો આપશે. વેપારી વર્ગને નફામાં વધારો જોવા મળશે. જૂની બીમારીઓમાંથી મુક્તિ મળતા સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે.

સિંહ: આ રાશિના જાતકો માટે પણ નવા વર્ષનો પ્રથમ મહિનો ફાયદેમંદ રહેવાનો છે. ધંધાદારી વર્ગને કોઈ મોટી ડીલ થવાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ સદ્ધર બનશે. વેપારી વર્ગને પણ અણધાર્યો લાભ મળશે. નોકરિયાત વર્ગને પણ પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. કામકાજના સ્થળે સારું વાતાવરણ જળવાઈ રહેશે. વડીલોનો સહયોગ મળી રહેશે.

કુંભ: મકર રાશિમાં બનતી મહાયુતિ આ રાશિના જાતકો માટે પણ લાભકારી સિદ્ધ થવાની છે. આ રાશિના જાતકોને ભાગ્યનો ભરપુર સાથ મળતા સડસડાટ સફળતાની સીડીઓ ચડી શકશે. તમારી વર્ષો જૂની કોઈ ઈચ્છા પુરી થવાના યોગ બની રહ્યા છે. દામ્પત્ય જીવનમાં ઉલ્લાસ જળવાઈ રહેશે. જીવનસાથીનો ભપરુપ સાથ સહકાર મળી રહેશે. લગ્નવાંચ્છુકો માટે સારા માંગા આવી શકે છે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.