Garuda Purana: જીવન સતત દુઃખથી ઘેરાયેલું રહેતું હોય તો તેના મૂળમાં છુપાયા છે આ 4 મુખ્ય કારણો, આ ઉપાય અજમાવશો તો સફળતા કદમ ચુમશે

ખોટા કર્મો દુઃખનું મૂળ કારણ છે. ગેરવર્તણૂક, અશબ્દો, સતત જૂઠ્ઠાણું, છળ-કપટ અને બીજાને તકલીફ પહોંચાડશો, તો તેની નકારાત્મક એનર્જી તમારા જીવનમાં પણ મુશ્કેલી વધારે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 06 Dec 2025 03:29 PM (IST)Updated: Sat, 06 Dec 2025 03:29 PM (IST)
garuda-purana-if-life-is-constantly-surrounded-by-sorrow-then-these-4-main-reasons-are-hidden-at-its-root
HIGHLIGHTS
  • ઘરમાં રહેલી ઉર્જા જ વ્યક્તિની જીવનની દિશા નક્કી કરે છે

Garuda Purana: ક્યારેક-ક્યારેક આપણાં જીવનમાં એવો સમય આવે છે, જ્યારે પણને ડગલેને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો રહે છે. આપણે ગમે તેટલું સાચવીએ કે તકેદારી રાખીએ તો પણ તકલીફો આવ્યા વગર રહેતી જ નથી.

આપણને એવું લાગવા માંડે છે કે, આપણાં નસીબે પણ આપણો સાથ છોડી દીધો છે. જેના કારણે જ આપણાં થતાં-થતાં કામ બગડવા માંડે છે. સબંધોમાં મતભેદ વધે છે તેમજ વણજોઈતી મુસીબતો વધવા લાગે છે. ઘણાં લોકો તેને દુર્ભાગ્ય કહે છે, તો કોઈ ગ્રહોની દશાનું કારણ આપે છે.

જો કે હિન્દુ ધર્મ ગ્રંથ ગરુડ પુરાણ જીવનમાં આવતા દુઃખોને એક માત્ર સાધારણ સંયોગ નથી માનતું. જેમાં એવી પરિસ્થિતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સાથે જણાવવામાં આવ્યું છે કે, તેનો કેવી રીતે સામનો કરીને તેમાંથી બહાર નીકળી શકાય.

ભગવાન વિષ્ણુ દ્વારા કહેવામાં આવેલી શિક્ષાઓમાં આ ચાર સ્થિતિઓ વિશેષરૂપે જીવનમાં દુઃખનું મુખ્ય કારણ માનવામાં આવે છે, તો ચાલો જાણીએ એવી કંઈ સ્થિતિઓ છે, જે જીવનમાં દુઃખ નોંતરે છે.

જીવનસાથી સતત બીમાર રહેઃ જો જીવનસાથી સતત બીમાર રહે કે ગંભીર રોગનો શિકાર થઈ જાય, તો પરિવાર પર તેની ઊંડી અસર જોવા મળે છે. પહેલા જીવનસાથીને સાચવે કે પછી ઘર સંભાળે, તેને લઈને વ્યક્તિ મુંઝવણમાં મૂકાઈ જાય છે. આવી સ્થિતિ આર્થિક તેમજ માનસિક રીતે પડકારજનક હોય છે.

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, આવા સમયે જીવનસાથીની સેવા જ સૌથી મોટો ધર્મ છે. પુરતો સહયોગ, પ્રેમ અને ધીરજ સબંધને મજબૂત બનાવે છે અને દુઃખની અસરને ઓછી કરે છે.

નાના વ્યક્તિ દ્વારા અપમાનિત થવું: દરેક વ્યક્તિને પોતાનું સન્માન વ્હાલુ જ હોય છે. ખાસ કરીને નાના લોકોથી. જો કે નાની વયનો વ્યક્તિ કે આપણાથી નીચી પોસ્ટ પરનો વ્યક્તિ આપણું અપમાન કરે તો, તે વ્યક્તિના આત્મસન્માનને ઊંડી ઠેસ પહોંચાડે છે. આવી સ્થિતિમાં ક્રોધ અને વિવાદ વધવાની સંભાવના રહે છે.

ગરુડ પુરાણમાં જણાવ્યા પ્રમાણે, આવી સ્થિતિમાં એકદમ શાંત રહો અને વાદ-વિવાદથી બચવાનો પ્રયાસ કરો. જ્યાં તમારું સતત અપમાન થઈ રહ્યું હોય, ત્યાંથી જેમ બને તેમ જલ્દી દૂર થવામાં જ હોંશિયારી છે. આમ કરવાથી તમે બિનજરૂરી તણાવથી બચી જશો.

જીવનસાથી તરફથી વિશ્વાસઘાત થવોઃ પતિ-પત્નીનો સબંધ એકબીજા પરના વિશ્વાસ પર આધારિત હોય છે. જો આ સબંધમાં દગો મળે, તો વ્યક્તિ અંદરથી તૂટી જાય છે. જેનાથી વ્યક્તિનું અંગત જીવન જ નહીં, પરંતુ પરિવારનો માળો પણ વેરવેખેર થઈ જાય છે.

ગરુડ પુરાણ પ્રમાણે, પતિ અને પત્ની બન્નેએ સબંધમાં પ્રામાણિક્તા અને નિષ્ઠા જાળવી રાખવી જોઈએ. વિશ્વાસઘાત તો કોઈ કાળે ના કરવો જોઈએ, કારણ કે તે જીવનના સૌથી મોટા દુઃખ પૈકી એક છે.

વારંવાર નિષ્ફળતાનો સામનો કરવોઃ સતત તનતોડ મહેનત કરવા છતાં જો વ્યક્તિ વારંવાર નિષ્ફળ થતો રહે, તો તે નિરાશા અને તણાવથી ઘેરાઈ જાય છે. આ સ્થિતિ અત્યંત દુઃખદાયક હોય છે.

ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, આવા સમયે તમારે તમારા કાર્યો અને તેને કરવાની પદ્ધતિનું પુનઃમુલ્યાંક કરવું જોઈએ. વિચારો કે, ક્યાં કમી રહી ગઈ, શું રણનીતિ ખોટી હતી. જે બાદ તેમાં સુધારો કરો. એક વખત ક્યાં ભૂલ થઈ ગઈ, જેની ખબર પડી જાય, તો પછી સફળતાનો માર્ગ મોકળો થઈ જાય છે.