Kendra Drishti Yoga 2026: શુક્ર-ગુરુની સીધી દ્રષ્ટિ 4 રાશિઓના પ્રગતિના દ્વાર ખોલશે, ભાગ્યનો ભરપુર સાથ મળતા જાતકો ધારેલા લક્ષ્ય સિદ્ધ કરી શકશે

શુક્ર ભૌતિક સુખ-સુવિધા અને ધનનો કારક ગ્રહ છે, જ્યારે ગુરુ જ્ઞાન, ધર્મ અને ભાગ્યનો કારક મનાય છે. બન્ને શુભ ગ્રહો કેન્દ્ર દ્રષ્ટિથી એકબીજાને જોતા, શુભ ઉર્જા વધી જાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 17 Mar 2026 05:05 PM (IST)Updated: Tue, 17 Mar 2026 05:05 PM (IST)
kendra-drishti-yoga-2026-wealth-love-and-success-for-these-zodiac-signs
HIGHLIGHTS
  • શુક્ર અને ગુરુ ગ્રહ કેન્દ્ર દ્રષ્ટિ યોગનું નિર્માણ કરશે

Kendra Drishti Yoga 2026: વૈદિક જ્યોતિષમાં ગ્રહોના અંદરોઅંદરના સબંધને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જે અંતર્ગત જ્યારે કોઈ બે શુભ ગ્રહ એકબીજાની સામે આવીને વિશેષ દ્રષ્ટિ બનાવે છે, તો તેની માનવજીવન પર સકારાત્મક અસર જોવા મળે છે.

18 માર્ચ, 2026ના રોજ બે અત્યંત શુભ ગ્રહ શુક્ર અને ગુરુ પણ કેન્દ્ર દ્રષ્ટિ યોગનું નિર્માણ કરી રહ્યા છે. એવામાં આ બન્ને શુભ ગ્રહથી બનતો કેન્દ્ર દ્રષ્ટિ યોગને અત્યંત શુભ અને પ્રગતિકારક માનવામાં આવે છે, કારણ કે એક તરફ શુક્ર ભૌતિક સુખ, સુવિધા, ધન અને કળાને કારક છે, તો બીજી તરફ ગુરુ જ્ઞાન, ધર્મ અને ભાગ્યનો કારક માનવામાં આવે છે.

જ્યારે બન્ને શુભ ગ્રહો કેન્દ્ર દ્રષ્ટિ યોગથી એકબીજાને જુએ છે, તો શુભ ઉર્જા સંતુલિત થઈને વધી જાય છે. જેનાથી ધન, પ્રતિષ્ઠા, શિક્ષા અને નૈતિક્તા વધે છે. એવામાં આ બન્ને શુભ ગ્રહોની ઉર્જા એકઠી થઈને ચાર રાશિના જાતકોના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિ…

વૃષભ (Taurus Rashifal)

ગુરુ-શુક્રનો કેન્દ્ર દ્રષ્ટિ યોગથી આ રાશિના જાતકો જીવનમાં સકારાત્મક પરિવર્તન જોઈ શકશે. દામ્પત્યજીવનમાં મધુરતા રહેશે. જીવનસાથી સાથે સુમેળ વધશે. પ્રેમપ્રકરણના કિસ્સામાં નિકટતા અનુભવાશે. અઘરા અને અટવાયેલા કામકાજ સહજતાથી પાર પાડી શકશો. આર્થિક સંકડામણનો સામનો કરતા હશો, તો આવકનો નવો માર્ગ ખુલશે. મૂડી રોકાણમાંથી ફાયદો ઉઠાવી શકશો.

તુલા (Libra Rashifal)

આ રાશિનો સ્વામી શુક્ર હોવાથી, કેન્દ્ર દ્રષ્ટિ યોગ તમારા માટે અત્યંત ફળદાયી નીવડશે. આ સમય દરમિયાન દામ્પત્યજીવનનું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થશે. જીવનસાથી શોધતા યુવાનો માટે ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. નોકરિયાત વર્ગને કામકાજમાં મુશ્કેલીનો અંત આવશે. તમારા કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધશે.

ધન (Sagittarius Rashifal)

તુલાની જેમ જ આ રાશિનો સ્વામી ગુરુ હોવાથી, કેન્દ્ર દ્રષ્ટી યોગથી તમારું ભાગ્યબળ ખીલતું જણાશે. જાતકોને અચાનક લાભદાયી મોકો મળશે.બેકારોને રોજગારીની નવી તક મળી શકે છે. ભાગીદારો અને સહકર્મીઓના સબંધોમાં મજબૂતાઈ આવશે.નવી યોજના અમલમાં મૂકાય. આર્થિક પ્રગતિથી સંતુષ્ઠ રહેશો. મૂડી રોકાણમાંથી ફાયદો ઉઠાવી શકશો. જૂના ગુંચવાડામાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે.

મીન (Pisces Rashifal)

કેન્દ્ર દ્રષ્ટી યોગ આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક લઈને આવશે, જે તમને પડકાર સ્વીકારવા માટે માનસિક રીતે મજબૂત બનાવશે. ભાગીદારો અને સહકર્મીઓના સબંધોમાં મજબૂતાઈ આવશે.કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહે. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા રાખનારાઓ માટે અનુકુળ સમય છે. વિદ્યાર્થીઓને સફળતા સૂચક માર્ગદર્શન મળી રહેશે. નિર્ધારિત કાર્ય આગળ વધતા જણાય

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.