Karwa Chauth 2025 Moonrise Time: 10 ઓક્ટોબરે તમારા શહેરમાં ચંદ્ર કયા સમયે દેખાશે? જાણો શહેર મુજબ કરવા ચોથ પર ચંદ્રોદયનો સમય

ચંદ્રોદયનો સમય સ્થળ પ્રમાણે બદલાય છે. કેટલીક જગ્યાએ ચંદ્ર વહેલો દેખાય છે, જ્યારે અન્ય જગ્યાએ તે મોડો દેખાય છે. તમારા શહેરમાં કરવા ચોથનો ચંદ્ર કયા સમયે દેખાશે. અહીં જાણો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 09 Oct 2025 04:01 PM (IST)Updated: Thu, 09 Oct 2025 04:01 PM (IST)
karwa-chauth-2025-moonrise-time-muhurat-in-india-check-full-city-wise-timings-list-ahmedabad-delhi-mumbai-as-per-drik-panchang

Karwa Chauth 2025 Moonrise Time and Muhurat: પરિણીત મહિલાઓ માટે અત્યંત શુભ અને ખાસ ગણાતું કરવા ચોથ (Karva Chauth 2025) નું વ્રત આ વર્ષે શુક્રવાર, 10 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ આવતા આ વ્રતમાં ઉપવાસ કરતી સ્ત્રીઓ રાત્રે ચંદ્રની પૂજા કરે છે અને ચંદ્ર જોયા પછી પતિના હાથે પાણી પીને ઉપવાસ તોડે છે.

એવું માનવામાં આવે છે કે કરવા ચોથનું વ્રત રાખવાથી પતિનું આયુષ્ય લંબાય છે અને દામ્પત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. દરેક વ્રતધારી સ્ત્રી આ દિવસે ચંદ્રપ્રકાશની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે ચંદ્રના દર્શન વગર વ્રત પૂર્ણ થતું નથી.

જોકે, ચંદ્રોદયનો સમય સ્થળ પ્રમાણે બદલાય છે. કેટલીક જગ્યાએ ચંદ્ર વહેલો દેખાય છે, જ્યારે અન્ય જગ્યાએ તે મોડો દેખાય છે. તમારા શહેરમાં કરવા ચોથનો ચંદ્ર કયા સમયે દેખાશે, તે આ આર્ટિકલમાં જાણી લો.

કરવા ચોથ 2025 મુખ્ય શહેરોમાં ચંદ્રોદયનો સમય (Karwa Chauth 2025 City Wise Moonrise Time)

શહેરનું નામ ચંદ્રોદયનો સમય
અમદાવાદ રાત્રે 8:47
દિલ્હી રાત્રે 8:13
ગાંધીનગર રાત્રે 8:46
શિમલા રાત્રે 8:06
ભોપાલ રાત્રે 8:26
નોઇડા રાત્રે 8:12
ગુરુગ્રામ રાત્રે 8:14
હરિદ્વાર રાત્રે 8:05
ઇન્દોર રાત્રે 8:34
ભુવનેશ્વર સાંજે 7:58
રાયપુર રાત્રે 8:01
લખનૌ રાત્રે 8:02
કાનપુર રાત્રે 8:06
ગોરખપુર સાંજે 7:52
પ્રયાગરાજ રાત્રે 8:02
મુંબઈ રાત્રે 8:55
કોલકાતા સાંજે 7:42
ચેન્નાઈ રાત્રે 8:38
દેહરાદૂન રાત્રે 8:05
ચંદીગઢ રાત્રે 8:09
જયપુર રાત્રે 8:23
પટણા સાંજે 7:48
જમ્મુ રાત્રે 8:11

દ્રિક પંચાંગ મુજબ, કરવા ચોથ 2025 પૂજા મુહૂર્ત અને ઉપવાસ સમય (Karwa Chauth 2025 Muhurat City-Wise)

શહેરનું નામ કરવા ચોથ પૂજા મુહૂર્ત કરવા ચોથ ઉપવાસ સમય
અમદાવાદ 6:19 PM to 7:32 PM 6:34 AM to 8:47 PM
નવી દિલ્હી 5:57 PM to 7:11 PM 6:19 AM to 8:13 PM
નોઇડા 5:56 PM to 7:10 PM 6:18 AM to 8:12 PM
મુંબઈ 6:19 PM to 7:33 PM 6:31 AM to 8:55 PM
પુણે 6:16 PM to 7:29 PM 6:27 AM to 8:52 PM
બેંગલુરુ 6:04 PM to 7:16 PM 6:09 AM to 8:49 PM
ચેન્નાઈ 5:53 PM to 7:06 PM 5:59 AM to 8:38 PM
જયપુર 6:04 PM to 7:18 PM 6:24 AM to 8:23 PM
હૈદરાબાદ 5:58 PM to 7:11 PM 6:08 AM to 8:36 PM
ગુરુગ્રામ 5:58 PM to 7:12 PM 6:20 AM to 8:14 PM
ચંદીગઢ 5:57 PM to 7:12 PM 6:22 AM to 8:09 PM
કોલકાતા 5:16 PM to 6:29 PM 5:31 AM to 7:42 PM