January Hindu Festivals Calendar 2026: વર્ષ 2026 ના પ્રારંભ સાથે જ વ્રત અને તહેવારોની હારમાળા શરૂ થઈ રહી છે. હિન્દુ ધર્મમાં દરેક કાર્ય શુભ મુહૂર્ત અને તિથિ જોઈને કરવાની પરંપરા છે. વર્ષ 2026 ની શરૂઆત ગુરુ પ્રદોષ વ્રતથી થઈ રહી છે, જે અત્યંત શુભ અને સૌભાગ્યવર્ધક માનવામાં આવે છે.
આ વર્ષે જાન્યુઆરી મહિનો ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિનામાં સૂર્ય ઉપાસનાના મહાપર્વ મકરસંક્રાંતિથી લઈને પિતૃઓના આશીર્વાદ અપાવતી મૌની અમાવસ્યા અને શક્તિની ભક્તિના પર્વ ગુપ્ત નવરાત્રી તેમજ જ્ઞાનની દેવીના પૂજનના દિવસ વસંત પંચમી જેવા મોટા તહેવારોની ઉજવણી થશે. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ જયંતિ, ગુરુ ગોવિંદ સિંહ જયંતિ અને ગણતંત્ર દિવસ જેવા રાષ્ટ્રીય પર્વો પણ આ જ મહિનામાં છે.
માઘ માસનો પ્રારંભ (3 જાન્યુઆરી, 2026)
હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતા માઘ માસનો પ્રારંભ 3 જાન્યુઆરીથી થશે, જે 1 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાએ પૂર્ણ થશે. આ દરમિયાન ગંગા સ્નાન, પ્રયાગરાજમાં કલ્પવાસ, મંત્રજાપ અને તપનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ માસમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વર્ષભર સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
મકરસંક્રાંતિ (14 જાન્યુઆરી, 2026)
સૂર્યદેવ જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કે ઉત્તરાયણ કહેવામાં આવે છે. 14 જાન્યુઆરીએ સૂર્ય પૂજા, પવિત્ર નદીમાં સ્નાન અને દાન-પુણ્યનો વિશેષ મહિમા રહેશે.
મૌની અમાવસ્યા (18 જાન્યુઆરી, 2026)
માઘ મહિનાની અમાસ એટલે મૌની અમાવસ્યા. 18 જાન્યુઆરીએ આવતા આ પર્વમાં મૌન વ્રત પાળવું અને પિતૃઓનું તર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ગુપ્ત નવરાત્રી (19 જાન્યુઆરી, 2026)
માઘ મહિનાના શુક્લ પક્ષની એકમથી ગુપ્ત નવરાત્રી શરૂ થશે. 19 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધી ચાલનારા આ પર્વમાં માં દુર્ગા અને દસ મહાવિદ્યાઓની ગુપ્ત સાધના કરવામાં આવશે.
વસંત પંચમી (23 જાન્યુઆરી, 2026)
માઘ શુક્લ પંચમી એટલે વસંત પંચમી. 23 જાન્યુઆરીએ જ્ઞાન, કળા અને સંગીતની દેવી માં સરસ્વતીનું પૂજન કરવામાં આવશે.
જાન્યુઆરી 2026: વ્રત અને તહેવારોની તારીખવાર યાદી
| તારીખ | દિવસ | તહેવાર / વ્રત |
|---|---|---|
| 1 જાન્યુઆરી, 2026 | ગુરુવાર | રોહિણી વ્રત, ગુરુ પ્રદોષ વ્રત |
| 3 જાન્યુઆરી, 2026 | શનિવાર | શાકંભરી પૂર્ણિમા, અરુદ્ર દર્શન, પોષ પૂર્ણિમા વ્રત |
| 6 જાન્યુઆરી, 2026 | મંગળવાર | સંકટ ચોથ, લંબોદર સંકષ્ટ |
| 10 જાન્યુઆરી, 2026 | શનિવાર | માઘ કૃષ્ણ જન્માષ્ટમી, કાલાષ્ટમી |
| 13 જાન્યુઆરી, 2026 | મંગળવાર | લોહરી |
| 14 જાન્યુઆરી, 2026 | બુધવાર | મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, ષટતિલા એકાદશી |
| 15 જાન્યુઆરી, 2026 | ગુરુવાર | કૃષ્ણ કૂર્મ દ્વાદશી |
| 16 જાન્યુઆરી, 2026 | શુક્રવાર | મેરુ ત્રયોદશી, શુક્ર પ્રદોષ વ્રત, માસિક શિવરાત્રિ |
| 18 જાન્યુઆરી, 2026 | રવિવાર | મૌની અમાવસ્યા |
| 19 જાન્યુઆરી, 2026 | સોમવાર | માઘ નવરાત્રી |
| 20 જાન્યુઆરી, 2026 | મંગળવાર | ચંદ્ર દર્શન |
| 22 જાન્યુઆરી, 2026 | ગુરુવાર | ગણેશ જયંતિ, ગૌરી ગણેશ ચોથ |
| 23 જાન્યુઆરી, 2026 | શુક્રવાર | વસંત પંચમી |
| 24 જાન્યુઆરી, 2026 | શનિવાર | સ્કંદ ષષ્ઠી |
| 25 જાન્યુઆરી, 2026 | રવિવાર | ભાનુ સપ્તમી, રથ સપ્તમી, નર્મદા જયંતિ, બ્રહ્મ સાવર્ણી મન્વાદિ |
| 26 જાન્યુઆરી, 2026 | સોમવાર | ભીષ્મ અષ્ટમી, ગણતંત્ર દિવસ, માસિક દુર્ગાષ્ટમી |
| 28 જાન્યુઆરી, 2026 | બુધવાર | રોહિણી વ્રત |
| 29 જાન્યુઆરી, 2026 | ગુરુવાર | ભીષ્મ દ્વાદશી, જયા એકાદશી |
| 30 જાન્યુઆરી, 2026 | શુક્રવાર | શુક્ર પ્રદોષ વ્રત |
