Premanand Ji Maharaj: નકારાત્મક વિચાર અને ડિપ્રેશનમાંથી બહાર કેવી રીતે આવવું? પ્રેમાનંદજી મહારાજે આપ્યુ સમાધાન

વાસ્તવમાં સુખ કોઈ પદાર્થમાં હોતું નથી, પરંતુ તે તમારી માન્યતા અને આસક્તિમાં રહેલું છે.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Fri, 17 Apr 2026 07:52 PM (IST)Updated: Fri, 17 Apr 2026 07:52 PM (IST)
how-to-get-out-of-negative-thinking-and-depression-premanandji-maharaj-gave-the-solution

Premanand Ji Maharaj: આદ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજના દરબારમાં લોકો પોતના પ્રશ્નો લઈને આવે છે. પ્રેમાનંદજી મહારાજ સરળ શબ્દોમાં તેનું સમાધાન પણ આવે છે. વર્તમાન સમયમાં જ્યારે યુવા પેઢી માનસિક તણાવ, નકારાત્મકતા અને ડિપ્રેશનનો સામનો કરી રહી છે, ત્યારે પ્રેમાનંદ જી મહારાજે સુખની સાચી વ્યાખ્યા અને જીવનની મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાના સચોટ ઉપાયો વિશે ઊંડું માર્ગદર્શન આપ્યું છે.

સુખ પદાર્થમાં નહીં પણ તમારી માન્યતામાં છે

મહારાજ એક રસપ્રદ ઉદાહરણ દ્વારા સમજાવે છે કે જેમ એક કૂતરો સૂકી હાડકી ચાવે છે અને તેના પોતાના જ પેઢામાંથી નીકળતા લોહીને તે હાડકીનો સ્વાદ સમજે છે, તેવી જ રીતે મનુષ્ય પણ બાહ્ય વિષયો અને પદાર્થોમાં સુખ શોધવાની ભૂલ કરે છે. વાસ્તવમાં સુખ કોઈ પદાર્થમાં હોતું નથી, પરંતુ તે તમારી માન્યતા અને આસક્તિમાં રહેલું છે. જ્યારે આપણે કોઈ વિષયનું વારંવાર ચિંતન કરીએ છીએ ત્યારે તેમાં આસક્તિ જન્મે છે અને તેના કારણે આપણને તે પદાર્થમાં સુખનો ભ્રમ થાય છે.

નકારાત્મક વિચારો અને પાપ-પુણ્યનો સંબંધ

નકારાત્મક વિચાર એ પાપનું ફળ છે, જ્યારે હકારાત્મક વિચાર એ પુણ્યનું ફળ છે. મહારાજના જણાવ્યા મુજબ, ભજન કરવાથી હકારાત્મકતા એટલી વધી જાય છે કે વ્યક્તિ ગંભીર શારીરિક કષ્ટ કે માંદગીમાં પણ પરમ શાંતિનો અનુભવ કરી શકે છે. જે લોકો પાપ કર્મોમાં વ્યસ્ત રહે છે, તેમની નકારાત્મકતા એટલી વધી જાય છે કે તેઓ ભગવાન, સંત કે શાસ્ત્રોમાં વિશ્વાસ ગુમાવી દે છે અને અંતે દુર્ગતિ તરફ આગળ વધે છે.

ડિપ્રેશન અને આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિનો માર્ગ

ડિપ્રેશન અને જીવન ટૂંકાવવાના વિચારોથી પરેશાન લોકો માટે મહારાજે 'નામ જપ' અને 'બ્રહ્મચર્ય'ને શ્રેષ્ઠ ઔષધ ગણાવ્યા છે. પૂર્વ જન્મના પાપોને કારણે જ્યારે મન અશાંત હોય અને ભગવાનમાં શ્રદ્ધા ન બેસતી હોય, ત્યારે પણ કડવી દવા સમજીને 'રાધા-રાધા' કે 'રામ-રામ' નામનો જપ શરૂ કરવો જોઈએ. મહારાજે સલાહ આપી છે કે દિવસના 24 કલાકમાંથી માત્ર 24 મિનિટ ભગવાનના નામનો જપ કરવાથી જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવી શકે છે. જો મન ન લાગે તો પણ માત્ર જીભથી નામ લેવાથી પાપ નષ્ટ થાય છે અને બુદ્ધિ શુદ્ધ બને છે.