Garuda Purana: ગરુડ પુરાણ સનાતન ધર્મના એક અગત્યના ગ્રંથ પૈકી એક છે, જે આપણને જીવન જીવવાની સાચી દિશા અને નૈતિક મૂલ્યો વિશે માર્ગદર્શન આપે છે. જો આપણે ગરુડ પુરાણના સિદ્ધાંતોને આપણા જીવનમાં અમલમાં લાવીએ તો, આવનારી અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ.
આપણે જીવનમાં ઘણીવાર કોઈ બીજાના ઘરે જઈને ભોજન કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે, ખોટા વ્યક્તિના હાથથી બનાવેલી રસોઈ કે તેની કમાણીથી આવેલું ભોજન તમારા સ્વભાવની સાથે-સાથે તમારા નસીબને પણ બગાડી શકે છે.
હકીકતમાં ગરુડ પુરાણમાં એવા લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમના ઘરે કે તેમના દ્વારા આપવામાં આવેલ ભોજન ક્યારેય ના લેવું જોઈએ. તો ચાલો જાણીએ તેની પાછળના આધ્યાત્મિક અને વ્યવહારિક કારણ વિશે
- ગુનેગાર કે ચોરઃ જે વ્યક્તિ ખોટા માર્ગેથી પૈસા કમાતો હોય, તેના અનાજમાં તેની નકારાત્મક એનર્જી અને પાપનો અંશ હોય છે. આવું ભોજન આરોગવાથી વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ શકે છે. આટલું જ નહીં, ભોજન લેનાર વ્યક્તિ પણ ખોટા કામોની દિશામાં આકર્ષાય છે.
- વ્યાજખોરઃ ગરૂડ પુરાણ પ્રમાણે, જે વ્યક્તિ બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને વધારે પડતું વ્યાજ વસૂલતો હોય, તો તેના ઘરે પણ ના જમવું જોઈએ. બીજાના આંસુ અને દુઃખની કમાણીથી બનેલું ભોજન આરોગવાથી મનમાં અશાંતિ પેદા થાય છે.
- ગંભીર બીમાર વ્યક્તિઃ આની પાછળ વૈજ્ઞાનિક તર્ક પણ છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી કોઈ ગંભીર બીમારીનો ભોગ બનેલ હોય, તો તેના ઘરનું ભોજન આરોગવાથી વ્યક્તિને પણ ચેપ લાગવાનો ખતરો વધી જાય છે.
- અત્યંત ક્રોધી વ્યક્તિઃ એવું કહેવાય છે કે, જેવું અન્ન તેવું મન..આથી ક્રોધ અર્થાત ગુસ્સામાં રહીને બનાવવામાં કે પીરસવામાં આવેલ ભોજન તામસિક ગુણથી ભરપુર હોય છે. આવું ભોજન આરોગનાર વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે.
- ચરિત્રહીન વ્યક્તિઃ આવી વ્યક્તિના ઘરનું અનાજ માનસિક અશુદ્ધિ લાવે છે. ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ચરિત્રહીન વ્યક્તિની સોબત અને ભોજન બન્ને આદ્યાત્મિક પતનનું કારણ બને છે.
- નિર્દયી તેમજ નશાનો વેપાર કરનારાઃ જે લોકો મૂંગા પશુઓને સતાવે છે તેમજ સમાજમાં નશીલા પદાર્થોનો વેપલો કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, તો તેમના ઘરનું ભોજન આરોગવાથી તમારા પુણ્ય કર્મો ઓછા થઈ શકે છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, અનાજ માત્ર શરીરને પોષણ જ આપે તેવું નથી હોતુ, પરંતુ તે આપણી ચેતનાને પણ જગાવે છે. જ્યારે આપણે કોઈ નેક વ્યક્તિના ઘરે પ્રેમથી બનેલું ભોજન આરોગીએ છીએ, તો આપણા અંદરથી સકારાત્મક વિચારો આવે છે. જ્યારે અધર્મની કમાણીનું અનાજ આપણા વિચારોને દુષિત કરે છે.
