Ganesh Visarjan 2026 Date and Time: દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવે છે. 10 દિવસની આરાધના બાદ અનંત ચતુર્દશીના રોજ આ પવિત્ર તહેવારની પૂર્ણાહુતિ થાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ઘરે પધારેલા બાપ્પાને વિદાય આપવાની ઘડી ભક્તો માટે ભાવુક હોય છે. વર્ષ 2026માં ગણેશ વિસર્જન ક્યારે છે અને કયા મુહૂર્તમાં બાપ્પાને વિદાય આપવી તે અંગેની વિગતવાર જાણકારી અહીં મેળવો.
ગણેશ વિસર્જન 2026 તારીખ અને સમય
હિન્દુ પંચાંગ મુજબ, ભાદરવા સુદ ચતુર્દશી તિથિનો પ્રારંભ 24 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:18 વાગ્યે થશે, જેની સમાપ્તિ 25 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:06 વાગ્યે થશે. શાસ્ત્રોક્ત ઉદયાતિથિના નિયમ અનુસાર, ગણેશ વિસર્જન 25 સપ્ટેમ્બર, 2026ને શુક્રવારના રોજ કરવામાં આવશે. અનંત ચતુર્દશીને વિસર્જન માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે, જોકે ઘણા ભક્તો 1.5, 3, 5 કે 7 દિવસ બાદ પણ મૂર્તિનું વિસર્જન કરતા હોય છે.
વિસર્જનનું ધાર્મિક મહત્ત્વ
ગણેશ વિસર્જન માત્ર એક પરંપરા નથી, પરંતુ તે જીવનની નશ્વરતા અને ઈશ્વરની અનંતતાનું પ્રતીક છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવના પુત્ર ગણેશજી વિસર્જન સમયે પોતાના ભક્તોના તમામ દુઃખ, દર્દ અને વિઘ્નો પોતાની સાથે લઈ જાય છે. આ દિવસે ભક્તો 'ગણપતિ બાપ્પા મોર્યા, પુઢ્ચ્ય વર્ષી લવકર યા' (હે ગણેશજી, આવતા વર્ષે જલ્દી પધારજો)ના નાદ સાથે બાપ્પાને વિદાય આપે છે અને આવતા વર્ષે પુનઃ પધારવાનું આમંત્રણ આપે છે.
ગણેશ વિસર્જન વિધિ
ભગવાન ગણેશની સ્થાપિત મૂર્તિની વિધિવત પૂજા કરો અને વિસર્જન પહેલાં ભાવપૂર્વક આરતી કરો. વિસર્જન માટે સ્વચ્છ અને પવિત્ર પાણી ધરાવતું સ્થળ - નદી, તળાવ અથવા સમુદ્ર - પસંદ કરો. મૂર્તિને વિસર્જન માટે લઈ જતાં પહેલાં ઘરમાં અથવા પંડાલમાં ચોખાના દાણા ફેલાવવાની પરંપરા અનુસરો. ભક્તિભાવભર્યા અને આનંદમય ગીતો ગાતા ગાતા ભગવાન ગણેશને વિદાય આપો.
વિસર્જન દરમિયાન 'ૐ ગં ગણપતયે નમઃ' અથવા 'જય દેવ જય દેવ જય મંગલ મૂર્તિ ગણેશ' મંત્રનો જાપ કરતા રહો. મૂર્તિને પાણીમાં હળવેથી અને શ્રદ્ધાપૂર્વક વિસર્જિત કરો. શક્ય હોય તો, વિસર્જન પહેલાં ભગવાન ગણેશને હળવેથી સ્પર્શ કરી આશીર્વાદ લો. વિસર્જન પછી થોડા ક્ષણો સુધી પાણીની નજીક ઊભા રહી ભગવાનનો આભાર વ્યક્ત કરો અને સર્વે મળીને ભાવપૂર્વક 'ગણપતિ બાપ્પા મોર્યા, અગલે વર્ષ તું જલદી આવો' નો જયઘોષ કરો.
પ્રથમ દિવસથી લઈને અનંત ચતુર્દશી સુધી ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત (Ganesh Visarjan 2026 Shubh Muhurat)
ગણેશ ચતુર્થી પર ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત (14 સપ્ટેમ્બર 2026 - સોમવાર)
- બપોરનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) - 01:50 PM થી 06:28 PM
- સાંજનું મુહૂર્ત (ચર) - 06:28 PM થી 07:56 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ) - 10:50 PM થી 12:18 AM, 15 સપ્ટેમ્બર
- વહેલી સવારનું મુહૂર્ત (શુભ, અમૃત, ચર) - 01:45 AM થી 06:07 AM, 15 સપ્ટેમ્બર
દોઢ દિવસ પછી ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત (15 સપ્ટેમ્બર 2026 - મંગળવાર)
- સવારનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) - 12:17 PM થી 01:49 PM
- બપોરનું મુહૂર્ત (શુભ) - 03:22 PM થી 04:55 PM
- સાંજનું મુહૂર્ત (લાભ) - 07:55 PM થી 09:22 PM
- રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર) - 10:50 PM થી 03:12 AM, 16 સપ્ટેમ્બર
ત્રીજા દિવસે ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત (16 સપ્ટેમ્બર 2026 - બુધવાર)
- સવારનું મુહૂર્ત (શુભ) - 10:44 AM થી 12:17 PM
- બપોરનું મુહૂર્ત (ચર, લાભ) - 03:21 PM થી 06:26 PM
- સાંજનું મુહૂર્ત (શુભ, અમૃત, ચર) - 07:54 PM થી 12:17 AM, 17 સપ્ટેમ્બર
- વહેલી સવારનું મુહૂર્ત (લાભ) - 03:12 AM થી 04:40 AM, 17 સપ્ટેમ્બર
- સવારનું મુહૂર્ત (લાભ, અમૃત) - 06:07 AM થી 09:12 AM
પાંચમા દિવસે ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત (18 સપ્ટેમ્બર 2026 - શુક્રવાર)
- સવારનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) - 06:08 AM થી 10:44 AM
- બપોરનું મુહૂર્ત (ચર) - 04:52 PM થી 06:24 PM
- બપોરનું મુહૂર્ત (શુભ) - 12:16 PM થી 01:48 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ) - 09:20 PM થી 10:48 PM
- રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર) - 12:16 AM થી 04:41 AM, 19 સપ્ટેમ્બર
સાતમા દિવસે ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત (20 સપ્ટેમ્બર 2026 - રવિવાર)
- સવારનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) - 07:41 AM થી 12:15 PM
- બપોરનું મુહૂર્ત (શુભ) - 01:47 PM થી 03:18 PM
- સાંજનું મુહૂર્ત (શુભ, અમૃત, ચર) - 06:21 PM થી 10:47 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ) - 01:44 AM થી 03:12 AM, 21 સપ્ટેમ્બર
- વહેલી સવારનું મુહૂર્ત (શુભ) - 04:41 AM થી 06:10 AM, 21 સપ્ટેમ્બર
અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત (25 સપ્ટેમ્બર 2026 - શુક્રવાર)
- સવારનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) - 06:12 AM થી 10:43 AM
- બપોર મુહૂર્ત (ચર) - 04:45 PM થી 06:15 PM
- બપોરનું મુહૂર્ત (શુભ) - 12:13 PM થી 01:44 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ) - 09:14 PM થી 10:44 PM
- રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર) - 12:14 AM થી 04:42 AM, 26 સપ્ટેમ્બર
