Ganesh Visarjan Muhurat 2026: દેશભરમાં ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી ગણેશ ઉત્સવની ઉજવણી અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના પાવન અવસરે ભક્તો પોતાના ઘરે વિઘ્નહર્તાની સ્થાપના કરે છે અને ત્યારબાદ વિવિધ દિવસોએ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
ગણેશ ઉત્સવનું ધાર્મિક મહત્વ
હિન્દુ પંચાંગ અનુસાર, દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં આ પર્વનું વિશેષ મહત્વ રહેલું છે. ભક્તો પોતાના ઘરો અને સાર્વજનિક પંડાલોમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી વિશેષ પૂજા-અર્ચના કરે છે. માન્યતા છે કે ગણેશ ઉત્સવ દરમિયાન બાપ્પાની આરાધના કરવાથી જીવનના તમામ સંકટો દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
ગણેશ વિસર્જન 2026 તારીખ અને સમય
હિન્દુ પંચાંગ મુજબ, ભાદરવા સુદ ચતુર્દશી તિથિનો પ્રારંભ 24 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:18 વાગ્યે થશે, જેની સમાપ્તિ 25 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:06 વાગ્યે થશે. શાસ્ત્રોક્ત ઉદયાતિથિના નિયમ અનુસાર, ગણેશ વિસર્જન 25 સપ્ટેમ્બર, 2026ને શુક્રવારના રોજ કરવામાં આવશે.
ગણેશ વિસર્જનની પરંપરા
સામાન્ય રીતે ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર 1.5 દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અથવા અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરતા હોય છે. જો તમે પણ 2026માં ગણેશ સ્થાપના કરવાનું વિચારી રહ્યા હોવ, તો અહીં જાણી લો ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત અને વિસર્જન સમયે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો.
પ્રથમ દિવસથી લઈને અનંત ચતુર્દશી સુધી ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત (Ganesh Visarjan 2026 Shubh Muhurat)
ગણેશ ચતુર્થી પર ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત (14 સપ્ટેમ્બર 2026 – સોમવાર)
- બપોરનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) – 01:50 PM થી 06:28 PM
- સાંજનું મુહૂર્ત (ચર) – 06:28 PM થી 07:56 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ) – 10:50 PM થી 12:18 AM, 15 સપ્ટેમ્બર
- વહેલી સવારનું મુહૂર્ત (શુભ, અમૃત, ચર) – 01:45 AM થી 06:07 AM, 15 સપ્ટેમ્બર
દોઢ દિવસ પછી ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત (15 સપ્ટેમ્બર 2026 – મંગળવાર)
- સવારનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) – 12:17 PM થી 01:49 PM
- બપોરનું મુહૂર્ત (શુભ) – 03:22 PM થી 04:55 PM
- સાંજનું મુહૂર્ત (લાભ) – 07:55 PM થી 09:22 PM
- રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર) – 10:50 PM થી 03:12 AM, 16 સપ્ટેમ્બર
ત્રીજા દિવસે ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત (16 સપ્ટેમ્બર 2026 – બુધવાર)
- સવારનું મુહૂર્ત (શુભ) – 10:44 AM થી 12:17 PM
- બપોરનું મુહૂર્ત (ચર, લાભ) – 03:21 PM થી 06:26 PM
- સાંજનું મુહૂર્ત (શુભ, અમૃત, ચર) – 07:54 PM થી 12:17 AM, 17 સપ્ટેમ્બર
- વહેલી સવારનું મુહૂર્ત (લાભ) – 03:12 AM થી 04:40 AM, 17 સપ્ટેમ્બર
- સવારનું મુહૂર્ત (લાભ, અમૃત) – 06:07 AM થી 09:12 AM
પાંચમા દિવસે ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત (18 સપ્ટેમ્બર 2026 – શુક્રવાર)
- સવારનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) – 06:08 AM થી 10:44 AM
- બપોરનું મુહૂર્ત (ચર) – 04:52 PM થી 06:24 PM
- બપોરનું મુહૂર્ત (શુભ) – 12:16 PM થી 01:48 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ) – 09:20 PM થી 10:48 PM
- રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર) – 12:16 AM થી 04:41 AM, 19 સપ્ટેમ્બર
સાતમા દિવસે ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત (20 સપ્ટેમ્બર 2026 – રવિવાર)
- સવારનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) – 07:41 AM થી 12:15 PM
- બપોરનું મુહૂર્ત (શુભ) – 01:47 PM થી 03:18 PM
- સાંજનું મુહૂર્ત (શુભ, અમૃત, ચર) – 06:21 PM થી 10:47 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ) – 01:44 AM થી 03:12 AM, 21 સપ્ટેમ્બર
- વહેલી સવારનું મુહૂર્ત (શુભ) – 04:41 AM થી 06:10 AM, 21 સપ્ટેમ્બર
અનંત ચતુર્દશીના રોજ ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત (25 સપ્ટેમ્બર 2026 – શુક્રવાર)
- સવારનું મુહૂર્ત (ચર, લાભ, અમૃત) – 06:12 AM થી 10:43 AM
- બપોર મુહૂર્ત (ચર) – 04:45 PM થી 06:15 PM
- બપોરનું મુહૂર્ત (શુભ) – 12:13 PM થી 01:44 PM
- રાત્રિ મુહૂર્ત (લાભ) – 09:14 PM થી 10:44 PM
- રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચર) – 12:14 AM થી 04:42 AM, 26 સપ્ટેમ્બર
ગણેશ વિસર્જન 2026 દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો
શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગણેશ વિસર્જન કરવાથી પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. વિસર્જન સમયે નીચે મુજબના નિયમોનું પાલન કરવું હિતાવહ છે:
- પૂજા વિધિ: વિસર્જન માટે ઘરેથી નીકળતા પહેલા સાચા હૃદયથી અને પૂર્ણ ભક્તિભાવથી ભગવાન ગણેશની આરતી અને પૂજા કરવી.
- નૈવેદ્ય: બાપ્પાને વિદાય આપતી વખતે મોદક, ફળો અને વિવિધ મીઠાઈઓનો ભોગ ધરાવવો જોઈએ.
- પ્રાર્થના: વિસર્જન સમયે પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે બાપ્પાને પ્રાર્થના કરવી અને ક્ષમા યાચના કરવી.
- મંત્ર જાપ: વિસર્જન યાત્રા દરમિયાન સતત ગણેશ મંત્રોનો જાપ કરવો શુભ માનવામાં આવે છે.
- વસ્ત્રો: ધાર્મિક માન્યતાઓ અનુસાર, વિસર્જન વિધિ દરમિયાન કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.
- વર્તન: આ પવિત્ર પ્રસંગે કોઈની પણ સાથે વાદ-વિવાદ કે ઝઘડો ન કરવો અને મન શાંત રાખવું.
- સાત્વિકતા: વિસર્જનના દિવસે અને ગણેશ ઉત્સવ દરમિયાન તામસિક ખોરાકનું સેવન ટાળવું જોઈએ.
