Gajkesari Rajyog 2026: જ્યોતિષ શાસ્ત્રમાં અનેક શુભ અને પ્રભાવશાળી યોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પૈકી ગજકેસરી રાજયોગ સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવે છે. જ્યારે ચંદ્ર અને ગુરુ એક જ રાશિમાં આવે, ત્યારે આ બન્ને ગ્રહોની યુતિથી બનતા 'ગજકેસરી રાજયોગ'ની અસરથી કેટલીક રાશિના જાતકોને અત્યંત લાભ મળવાનો છે.
આગામી 17 જૂનના રોજ આવો જ એક શક્તિશાળી રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં 17 જૂન બુધવારે સવારે 8:12 કલાકે મનનો કારક ગ્રહ ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરશે. જ્યાં પહેલાથી જ ગુરુ બિરાજમાન છે. આમ કર્કમાં ગુરુ અને ચંદ્રની યુતિથી 'ગજકેસરી રાજયોગ'નું નિર્માણ થશે. જે 3 રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવશે.
- કર્ક (Cancer Rashifal): 'ગજકેસરી રાજયોગ' તમારી જ રાશિમાં બની રહ્યો છે. આથી આ રાશિના જાતકો માટે આવનારો સમય વરદાનરૂપ રહેવાનો છે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છો. નોકરીમાં તાલમેલ સાથે કામ કરવાથી સારું પરિણામ મળશે. અગાઉની સરખામણીમાં આર્થિક સ્થિતિ સુધરી શકે છે. સ્પર્ધાત્કમ પરીક્ષામાં સફળતા મળી શકે છે. ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.
- કન્યા (Virgo Rashifal): ગુરુ-ચંદ્રની યુતિથી બનતો 'ગજકેસરી રાજયોગ' આ રાશિના જાતકોને શાનદાર સફળતા અપાવવાનો છે. આ સમયમાં મનનો ભાર ધીમે-ધીમે હળવો થતો જણાશે. કરેલી મહેનત ઉગી નીકળતા સારું પરિણામ મળશે.વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ ખીલશે. નોકરિયાત વર્ગને કાર્યસ્થળે માન, પ્રભાવ અને પ્રતિષ્ઠા વધશે. રોકાયેલી ઉઘરાણી પરત આવશે.
- ધન (Sagittarius Rashifal): ધન રાશિને 'ગજકેસરી રાજયોગ' કપરા સંજોગોમાં પણ સફળતા અપાવશે. આગોતરું આયોજન ધન પ્રાપ્તિ કરાવી શકે છે. રોજગારીના પ્રયત્નોમાં સફળતા મળશે. જૂના રોકાણ પર સારું વળતર મળી રહેશે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે મહત્ત્વની જવાબદારી મળી શકે છે. પ્રેમપ્રસંગમાં નિકટતા અનુભવાશે. સંતાનોની સમસ્યા ઉકેલાય અને પ્રગતિ થાય.
- મીન (Pisces Rashifal): આ રાશિના જાતકો માટે 'ગજકેસરી રાજયોગ' અત્યંત ફળદાયી નીવડવાનો છે. દામ્પત્યજીવનમાં મધુરતા આવશે. કરિયરમાં આગળ વધવા માટે નવા અવસર મળી શકે છે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. ધંધાદારી વર્ગને કોઈ મોટી ડીલ મળવાના યોગ બની રહ્યા છે. વર્ષોથી અટકેલા કામો વારાફરતી આગળ વધશે. પોતાના મનનું ધાર્યું પાર પાડવા માટે અનુકુળ સમય છે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
