Dhanteras Muhurat: હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે. પંચાંગ અનુસાર દર વર્ષે તે આસો વદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે બે તેરસ હોવાના કારણે ધનતેરસની તારીખને લઈને થોડી મૂંઝવણ છે. આ દિવસે કુબેરજીની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ સિવાય આ દિવસે સોનું-ચાંદી, ગણેશ-લક્ષ્મીની મૂર્તિઓ, વાસણો, સાવરણી, વાહનો અને અન્ય વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.
પંચાગ પ્રમાણે જોઈએ તો, આવતીકાલે ત્રયોદશી તિથિ એટલે કે 18 ઓક્ટોબર બપોરે 12:20થી શરૂ થશે, જે બીજા દિવસે એટલે કે 19 ઓક્ટોબર, 2025ના રોજ બપોરે 1:51 કલાકે સમાપ્ત થશે. એવામાં ધનતેરસનો પર્વ 18 ઓક્ટોબરના એટલે કે આવતીકાલે જ મનાવવામાં આવશે.
આ પણ વાંચો
ધનતેરસની પૂજા માટે શુભ મુહુર્ત
ધનતેરસના રોજ પૂજા કરવા માટે સૌથી શુભ સમય સાંજનો જ માનવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે, આ દરમિયાન ભગવાન ધનવન્તરિ, માતા લક્ષ્મી અને કુબેર દેવતાની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય આર્થિક તંગી નથી આવતી. આ સાથે જ સાંજના સમયે પૂજા કરવાથી જીવનમાં પ્રગતિ થાય છે. આથી ધનતેરસના દિવસે પૂજા કરવા માટેનું શ્રેષ્ઠ મુહુર્ત સાંજે 7:16 કલાકથી રાતે 8:20 વાગ્યા સુધી રહેશે.
ધનતેરસે ખરીદી માટેના શુભ મુહુર્ત
હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે, ધનતેરસના દિવસે સોનુ-ચાંદી ઉપરાંત ગણેશ, લક્ષ્મીજીની મૂર્તિ, સાવરણી, ધાણા, વાસણ, કપડા સહિત અન્ય નવી વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે, આ દિવસે ચાંદી કે પિત્તળથી બનેલી કોઈ વસ્તુ ખરીદવાથી ધનમાં તેર ગણો વધારો થાય છે. ધનતેરસના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:43 મિનિટે શરૂ થશે, જે આધ્યાત્મિક ગતિવિધિઓ માટે અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે, તો ચાલો ધનતેરસના દિવસે ખરીદી માટેના સવારથી સાંજ સુધીના શુભ મુહૂર્ત વિશે જાણીએ…
- બ્રહ્મ મુહૂર્ત - 4:43 થી 5:33
- પ્રાતઃ સંધ્યા- 5:08 થી 6:24
- અમૃત કાલ - સવારે 8:50 થી 10:33 સુધી.
- અભિજિત મુહૂર્ત - 11:43 થી 12:29
- વિજય મુહૂર્ત - બપોરે 2:00 થી 2:46
- ગોધુલી મુહૂર્ત - 5:48 થી 6:14
ધનતેરસ પર ખરીદી માટે શુભ સવાર ચોઘડિયા મુહૂર્ત:
- શુભ: સવારે 7:49 થી સવારે 9:15 સુધી.
- લાભ: 1:32 PM થી 2:57 PM.
- અમૃત: 02:57 PM થી 04:23 PM.
ધનતેરસ પર ખરીદી માટે શુભ સાંજ ચોઘડિયા મુહૂર્ત:
- લાભ: સાંજે 05:48 થી 07:23 સુધી.
- શુભ: રાત્રે 08:57 થી 10:32 સુધી.
- અમૃત: રાત્રે 10:32 થી 12:06 સુધી.
ધનતેરસના દિવસ પ્રદોષ કાળ તેમજ વૃષભ ખાળમાં ખરીદીને અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવી છે. આ દિવસે ખરીદી પ્રદોષ કાળ સાંજે 05:48 થી 08:20 વાગ્યા સુધી રહેશે. જ્યારે વૃષભ કાળ સાંજે 7:16 થી રાતે 9:11 વાગ્યા સુધી રહેશે.
