Chandra Grahan 2026 Timing Live Updates: વર્ષ 2026 નું પ્રથમ ચંદ્રગ્રહણ આજે 3 માર્ચના રોજ થવા જઈ રહ્યું છે. ખગોળીય દૃષ્ટિએ મહત્વની ગણાતી આ ઘટના ભારતમાં પણ દ્રશ્યમાન થવાની હોવાથી ધાર્મિક દૃષ્ટિકોણથી તેનું વિશેષ મહત્વ રહેશે. આ ગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે, જેના કારણે સૂતક કાળના નિયમો લાગુ પડશે.
Chandra Grahan 2026 LIVE: ચંદ્રગ્રહણનો સમય અને સૂતક કાળ
જ્યોતિષીય ગણતરી મુજબ, આ ચંદ્રગ્રહણ બપોરે 3:20 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:47 વાગ્યા સુધી ચાલશે. ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેના 9 કલાક પૂર્વે એટલે કે સવારે 6:20 વાગ્યાથી જ સૂતક કાળનો પ્રારંભ થઈ જશે.
Chandra Grahan 2026 LIVE: ચંદ્રગ્રહણની સમયરેખા
- સૂતક કાળનો પ્રારંભ: સવારે 6:20 વાગ્યે
- ગ્રહણનો પ્રારંભ: બપોરે 3:20 વાગ્યે
- પૂર્ણ ચંદ્રગ્રહણ (મધ્ય): સાંજે 5:04 વાગ્યે
- ગ્રહણની પૂર્ણાહુતિ: સાંજે 6:46 વાગ્યે
Chandra Grahan 2026 LIVE: ધાર્મિક માન્યતાઓ અને નિયમો
શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, સૂતક કાળ દરમિયાન મંદિરોના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને કોઈપણ પ્રકારની પૂજા-અર્ચના વર્જિત માનવામાં આવે છે. ગ્રહણના મોક્ષ (સમાપ્તિ) બાદ મંદિરોની સફાઈ કરવામાં આવે છે, મૂર્તિઓ પર ગંગાજળનો છંટકાવ કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે અને ત્યારબાદ જ નિયમિત આરતી અને પૂજા શરૂ થાય છે.
Chandra Grahan 2026 LIVE: ક્યાં ક્યાં દેખાશે ગ્રહણ?
આ ચંદ્રગ્રહણ ભારતના પૂર્વીય ભાગોમાં સૌથી સ્પષ્ટ રીતે જોવા મળશે, જ્યારે બાકીના પ્રદેશોમાં તે આંશિક રીતે દ્રશ્યમાન થશે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, દક્ષિણ-પૂર્વ એશિયા, પેસિફિક મહાસાગર અને અમેરિકાના કેટલાક ભાગોમાં પણ આ ખગોળીય ઘટના નિહાળી શકાશે.
