Chandra Gochar 2025: નવેમ્બર મહિનો ગ્રહોના ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે. વૈદિક પંચાગ પ્રમાણે આગામી 4 નવેમ્બર મંગળવારના રોજ વૈકુંઠ ચતુર્દશી છે. આ પર્વ દર વર્ષે કારતક સુદ ચૌદશની તિથિએ મનાવવામાં આવે છે.
આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માઁ લક્ષ્મીની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. આ સાથે જ ચતુર્દશીનું વ્રત પણ રાખવામાં આવે છે.
કારતક સુદ ચૌદસની તિથિએ મનના કારક ચંદ્ર દેવ પણ રાશિ પરિવર્તન કરવાના છે. આગામી 4 નવેમ્બરે બપોરે 12:34 મિનિટે ચંદ્ર દેવ રાશિ પરિવર્તન કરશે. હાલ મીન રાશિમાં બિરાજમાન ચંદ્ર દેવ મેષ રાશિમાં ગોચર કરશે. જ્યાં ચંદ્ર દેવ બે દિવસ સુધી રહેશે અને પછી રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિમાં જશે. ચંદ્ર દેવના રાશિ પરિવર્તન કરવાથી બે રાશિના જાતકો પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસશે. તો ચાલો કંઈ છે તે લકી રાશિ તેના વિશે જાણીએ
આ પણ વાંચો
મિથુન: આ રાશિના જાતકો સ્વભાવે ચંચળ હોય છે. આથી ચંદ્રના મેષ રાશિમાં ગોચરથી આ રાશિના જાતકોને સારા મિત્રો મળી શકે છે અથવા જૂના મિત્રો સાથે મિલન થઈ શકે છે. મિત્રની મદદથી તમે ફ્યુચર પ્લાનિંગ પણ કરી શકો છો. આકસ્મિક ધનલાભ થશે. સામાજમાં માન-પ્રતિષ્ઠા વધશે. સરકારી કામકાજમાં સફળતા મળી શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. વર્ષોથી અટકેલા કામો પૂરા થઈ શકે છે.
દેવ દિવાળીના દિવસે સ્નાનાદિ ક્રિયા પતાવીને ધ્યાન ધરો અને પછી ગાયના કાચા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરો. આ ઉપાયથી તમારી મનોકામના પૂર્ણ થઈ જશે.
મીન: મનના કારક ચંદ્રનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે અનેક દ્રષ્ટિએ લાભકારી સિદ્ધ થશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. આવકના નવા માર્ગો મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જૂના રોકાણ પર સારું વળતર મળી શકે છે. નોકરિયાત વર્ગને વેતન વૃદ્ધિ અને પ્રમોશન મળી શકે છે. દામ્પત્યજીવનમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને માનસિક શાંતિ રહેશે. જો કે અણધાર્યા ખર્ચ તમારું બજેટ ખોરવી શકે છે. આથી વ્યવસ્થિત પ્લાનિંગ કરવું હિતાવહ રહેશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
