Budhaditya Yog 2026: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના ગોચરને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ અર્થાત ગોચર કરે છે, ત્યારે તેની અસર તમામ 12 રાશિના જાતકો પર પડતી હોય છે. એવામાં જ્યારે ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોના રાજકુમાર બુધ એક જ રાશિમાં એકઠા થાય, ત્યારે બનતી યુતિ અત્યંત શુભ માનવામાં આવે છે.
આગામી 15 જૂન સોમવારના રોજ સોમવતી અમાસના દિવસે મિથુન રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી અત્યંત શુભ ગણાતા બુદ્ધાદિત્ય યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જે આગામી 22 જૂન સુધી રહેશે. એટલે કે આ 7 દિવસ ચાર રાશિના જાતકો માટે ગેમ ચેન્જર સાબિત થશે, શું તેમાં તમારી રાશિ તો સામેલ નથી નેં?
- વૃષભ (Taurus Rashifal): બુધાદિત્ય યોગ વૃષભ રાશિના જાતકો માટે વરદાનરૂપ સાબિત થશે. આ ગાળામાં તમારા લાંબા સમયથી અટકેલા કામો એક પછી એક પુરા થવા લાગશે. ધંધાદારી વર્ગને બિઝનેસમાં કોઈ મોટી ડીલ મળવા જઈ રહી છે. નોકરિયાતોની નિષ્ઠાની નોંધ લેવાશે. તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે.
- મિથુન (Gemini Rashifal): બુધાદિત્ય યોગના 7 દિવસ મિથુન રાશિના જાતકો માટે પણ શુભ સાબિત થવાના છે. જાતકોને ધંધામાં જબરદસ્ત લાભ મળી શકે છે. નોકરિયાત વર્ગને નોકરીમાં સારો માહોલ જળવાઈ રહેશે. જો કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ શ્રેષ્ઠ સમય છે. દામ્પત્યજીવનનું શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય.
- કન્યા (Virgo Rashifal): સૂર્ય અને બુધની યુતિ આ રાશિના જાતકોનું જીવન બદલી નાંખશે. પૈતૃક સંપત્તિ અંગેના પ્રશ્નોનું પોઝિટિવ નિરાકરણ આવશે. કાયદાકીય અને કોર્ટને લગતા કામો ઉકેલાય. પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકશે. પોતાના કાર્યક્ષેત્રમાં વધુ પ્રભાવ અને કૉન્ફિડન્સથી આગળ વધી શકશો.
- ધન (Sagittarius Rashifal): બુધાદિત્ય યોગ આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. નવા રોકાણો અને આર્થિક પ્રગતિ માટે શુભ સમય છે. નોકરી-ધંધાના ક્ષેત્રે સમસ્યાનો હલ મેળવી શકશો. સંપત્તિની લે-વેચથી ફાયદો થાય.વિદેશ જવા ઇચ્છુક જાતકોનાં વિઘ્નો દૂર થશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
