Budh Nakshatra Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં બુદ્ધિ, તર્ક અને સંવાદના કારક મનાતો બુધ ગ્રહ હવે આવતીકાલે એટલે કે 7 મે, 2026ના રોજ પોતાનું નક્ષત્ર બદલવા જઈ રહ્યો છે. 7 મેના રોજ બુધ ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. ભરણી નક્ષત્રનો સ્વામી સ્વયં શુક્ર છે. આથી ભરણી નક્ષત્રમાં બુધનું ગોચર નવી ઉર્જા, ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા અને રચનાત્મક્તામાં વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, બુધનું આ પરિવર્તન સિંહ, કન્યા, તુલા અને વૃશ્વિક રાશિના જાતકો માટે ખાસ લાભકારી સિદ્ધ થવાનું છે. તો ચાલો જાણીએ, બુધના આ નક્ષત્ર ગોચરથી આ ચાર રાશિઓ પર કેવી સકારાત્મક અસર થશે અને કેવા ઉપાયો અજમાવવા જોઈએ?
સિંહ (Leo Rashifal)
બુધ તમારી રાશિના નવમા (ભાગ્ય સ્થાન)માં ગોચર કરશે. આથી આ સમય તમારા માટે કોઈ વરદાનથી કમ નહીં હોય. ઉચ્ચ શિક્ષણ અને કંઈક નવું શીખવા માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેશે. કોઈ વડીલ કે ગુરુનું માર્ગદર્શન તમારી કરિયરની દિશા બદલી શકે છે. લાંબા અંતરની મુસાફરી લાભદાયી સિદ્ધ થશે.
સાવધાનીઃ જો કે આ સમયગાળામાં તમારો આત્મવિશ્વાસ અહંકારમાં ના ફેરવાય તેવું ખાસ ધ્યાન રાખજો. આ સાથે જ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ના લેવો હિતાવહ રહેશે.
ઉપાયઃ પોતાના ગુરુ અથવા પિતા તુલ્ય વ્યક્તિઓનું આદર-સન્માન કરો અને ગુરુ મંત્રનો નિયમિત જાપ કરો.
કન્યા (Virgo Rashifal)
બુધ તમારી રાશિના સ્વામી છે અને તે આયુષ્યના આઠમા ભાવમાં પ્રવેશ કરશે. આથી આવનારો સમય રિસર્ચ અને વિદ્યા પ્રાપ્તિ માટે ઉત્તમ રહેવાનો છે. વર્ષોથી અટકેલા નાણાં પરત મળવાના યોગ છે. મિલ્કત સબંધિત જૂના વિવાદોનો નિવેડો આવી શકે છે. તમારી તર્ક શક્તિ તમને અનેક મુશ્કેલીઓમાંથી સરળતાથી બહાર કાઢશે.
સાવધાનીઃ ક્યાંય પણ પૈસાનું રોકાણ કરવામાં ઉતાવળ ના કરશે. આ સાથે જ સ્વાસ્થ્ય પ્રત્યે દાખવેલી બેદરકારી ભારે પડી શકે છે.
ઉપાયઃ ભગવાન વિષ્ણુની પૂજા કરો અને 'વિષ્ણુ સહસ્ત્રનામ'ના પાઠ કરવા ફળદાયી નીવડશે.
તુલા (Libra Rashifal)
બુધ આ રાશિના સાતમા ભાવ (ભાગીદારી અને લગ્ન)માં પ્રવેશ કરશે. જેના પરિણામે સામાજિક તેમજ દામ્પત્યજીવનમાં ખુશહાલી આવશે. જીવનસાથી સાથે સારો સમય વીતાવી શકશો. પ્રેમપ્રસંગમાં નિકટતા અનુભવાય. વેપારી વર્ગને ભાગીદારો સંકટમોચક બનીને પડખે ઉભા રહે. કુંવારા લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે.
સાવધાનીઃ વાતચીત વખતે શબ્દોનો ઉપયોગ સમજી-વિચારીને કરવો હિતાવહ રહેશે. આખા બોલા બનવા જશો, તો બાજી બગડવાના ચાન્સ છે.
ઉપાયઃ ધનની દેવી લક્ષ્મીને સફેદ મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ.
વૃશ્વિક (Scorpio)
બુધનું ગોચર તમારી રાશિના છઠ્ઠા ભાવ (રોગ, દેવું અને શત્રુ)માં થઈ રહ્યું છે, જે સંઘર્ષના દિવસોના અંતનો સંકેત આપી રહ્યા છે. નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે લેવાયેલા નિર્ણય સરાહનીય બનશે. હરીફોના હથિયાર હેઠા પડશે. લાંબા સમયની કાનૂની ગૂંચનો ઉકેલ આવશે.
સાવધાનીઃ કામનું ભારણ વધવા છતાં મગજ શાંત રાખવું હિતાવહ. અન્યોની આલોચના કરવાનું ટાળવું.
ઉપાયઃ નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
