Bahula Chauth 2024, બોળ ચોથ વ્રત કથા: બોળ ચોથ શ્રાવણ વદ 4ના દિવસે ઉજવવામાં આજે છે આ વર્ષે 23 ઓગસ્ટ 2024 એટલે કે આજે બોળ ચોથ ઉજવવામાં આવી રહી છે. આજે આપણે તેની કથા અને વ્રતની વિધી જાણીશું.
બોળ ચોથ વ્રતની વિધિ
શ્રાવણ વદ 4ના દિવસે બહેનોએ વહેલા ઉઠવું. નાહી-ધોઈ ઉપવાસ કરવો. સવારે બોળચોથી કથા કરવી અને બીજાને સંભળાવવી. કોઈ હાજર ન હોય તો ઘીનો દિવો કરી કથા કરવી. ધારદાર વસ્તુનો આ દિવસે ઉપયોગ ન કરવો.
બોળ ચોથની કથા
એક ગામમાં સાસુ-વહુ રહેતા હતા. બન્ને વિધવા હતા. શ્રાવણ વદ 4 આવી એટલે સાસુ નાહી-ધોઈને મંદિરે જવા લાગ્યા. જતા જતા તેની વહુને કહેતા ગયા કે વહુ આજે બોળ ચોથ છે, તુ ઘઉલાને રાંધી રાખશે. સાસુના ઘરે એક ગાયને નાનું વાછરડું પણ હતું જેનું નામ પણ ઘઉંલો હતો. વહુ તો બરાબર સમજી નહીં કે સાસુએ ઘઉંલાને કેમ રાંઘવાનું કહ્યું હશે.
વહુએ તો ઘઉલાના કટકા કરી માટલામાં ભરી ચૂલે રાંઘા માટે ચડાવ્યો. સાસુ જ્યારે મંદિરેથી પરત આવ્યા તો વહુને કહ્યું કે વહુ ઘઉંલાને રાધ્યો છેને? ત્યારે વહુએ કહ્યું કે સાસુજી જવા દોને માંડ માંડ ઘઉનો પકડાઓ અને કપાયો. સાસુને ફાળ પડી તું કયા ઘઉંલાની વાત કરે છે. વહુ કહે આપણી ગાયના વાછરડાની. ત્યારે સાસુએ કહ્યું કે ઘઉંલો એટલે ઘઉંને રાંધવાની વાત કરી હતી.
સાંજે ગામની તમામ મહિલાઓ સાસુની ગાય અને વાછરડાની પૂજા કરવા માટે આવવાની હતી. આથી સાસુજી દોડતા દોડતા કોઈને ખ્યાલ ન આ તે રીતે ઘઉંલાને ભરેલું માટલું ઉકરડા (ગામમાં કચરાનો ઢગલો હોય તે)માં દાટીને આવ્યા. પછી બારણા બંધ કરી સાસુ-બહુ ઘરમાં બેસી ગયા.
સાંજ પડીને ગામની બહેનો ઘરે આવવા લાગી. ગાય ભાંભરવા માડી, બહેનો પુછવા માંડી કે વાછરડું ક્યા. સાસુ વહુ કેમ દેખાતા નથી. વહુ દરવાજાની તિરાડમાંથી બધુ જોઈ રહી હતી. એવામાં ગાય દોડતી દોડતી ઉકરડે ગઈ અને તેમા શિંગ મારવા લાગી. એટલામાં માટલામાંથી ઘઉંલો નિકળ્યો અને માટલાનું કાઢલું ગળામાં લઈ દોડતો દોડતો ઘઉંલો ઘરે આવ્યો.
ગામની બહેનો ગાય અને વાછરડાની પૂજા કરવા લાગી. વહુ દરવાજાની તિરાડમાંથી ઘઉંલાને જીવતો જોઈ સાસુને વાત કરી બન્ને દરવાજો ખોલી બહાર આવ્યા અને ગામની બહેનોને તમામ વાત કરી. બધા રાજી થયા. સાસુ અને વહુએ દર વર્ષે બોળચોથનું વ્રત કરવાનું નક્કી કર્યું.
