Astro Remedies: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધનનો દાતા તેમજ દૈત્યોના ગુરુ માનવામાં આવે છે. શુક્ર સુંદરતા, પ્રેમ, વૈભવ, ભૌતિક સુખ-સુવિધાઓ અને કલાનો ગ્રહ છે. જો તમારી કુંડળીમાં શુક્ર મજબૂત હશે, તો તમામ ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. જે જાતકનો શુક્ર ગ્રહ મજબૂત હોય છે, તેમને જીવનમાં ક્યારેય પૈસાની તંગીનો સામનો નથી કરવો પડતો. શુક્રની મજબૂતીથી તેમનું દામ્પત્યજીવન પણ સુખમય રહે છે.
શુક્ર ગ્રહનું ફળ મેળવવા માટે તેનું ઉચ્ચમાં હોવું ખૂબ જ આવશ્યક છે, ત્યારે જ તમને તમામ સુખની પ્રાપ્તિ થાય છે. જો કે કુંડળીમાં શુક્ર નીચમાં હોય, તો જાતકને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. પરિવારમાં કજિયા થતારહે છે અને નાની-નાની વાતમાં સબંધો વણશે છે, તેમજ આર્થિક તંગી પણ આવતી રહે છે.
બીજી તરફ શુક્ર ગ્રહ મજબૂત હોય, તો જાતક લક્ઝરી લાઈફ જીવે છે. તેની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી જ રહે છે. આવા જાતકોને માન-સન્માન, પૈસા, પ્રોપર્ટી જે જોઈએ તે બધુ જ મળે છે. જે જાતકનો શુક્ર મજબૂત હોય, તેમનો ચહેરો ચમકે છે. તેમના શરીરમાં એટલું આકર્ષણ રહે છે કે, લોકો ચુંબકની માફક ખેંચાઈને આવે છે. આ સાથે જ જાતકને માનસિક શાંતિ પણ મળે છે.
શુક્ર ગ્રહને એક્ટિવ કરવા માટે શું કરવું?
વસ્ત્રોનો રંગ અને મંત્રજાપ: શુક્ર ગ્રહને સક્રિય કરવા માટે શુક્રવારના રોજ સફેદ અથવા ગુલાબી કે ક્રીમ કલરના કપડા પહેરવા જોઈએ. આ સાથે જ 'ॐ द्रां द्रीं द्रौं स: शुक्राय नम:' કે 'ॐ शुं शुक्राय नम:' ના જાપ કરો. જેનાથી શુક્રની એનર્જી વધે છે અને ધનનો પ્રવાહ પણ રહે છે.
સફેદ વસ્તુનું દાન કરો: શુક્રવારે દહી, ચોખા, ખાંડ, સફેદ વસ્ત્રો, ચાંદી કે ખીર વગેરેનું દાન કરવાથી પણ શુક્ર ગ્રહ મજબૂત બને છે.
શુક્ર પર્વત પર અત્તર લગાવો: તમારી હથેળીમાં આવેલા શુક્ર પર્વત પર કોઈ સુગંધિત અત્તર લગાવવું જોઈએ. આમ કરતી વખતે કોઈ મંત્રજાપ નહીં કરો, તો પણ ચાલશે.
ગળ્યા દહીનો ભોગ ધરાવો: શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે શિવ મંદિરમાં ગળ્યા દહીનો ભોગ ધરાવવો જોઈએ.
છ મુખી રુદ્રાક્ષ: શુક્રવારના દિવસે ગળા કે કાંડા પર 6 મુખી રૂદ્રાક્ષ પહેરો. જેનાથી માનસિક શાંતિ મળે છે.
