Morning Walk Benefits: દરરોજ સવારે 15 મિનિટ વૉક કરવાના જાદુઈ ફાયદા, જે તમારી જિંદગી બદલી શકે છે

એકતરફ શિયાળાની સવારને લોકો તાજી હવા અને ફિટનેસના ફાયદાની દ્રષ્ટિએ જુએ છે, તો કેટલાક લોકો ઠંડીના કારણે આળસ તેમજ સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાનો સામનો કરે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 21 Oct 2025 05:21 PM (IST)Updated: Tue, 21 Oct 2025 05:21 PM (IST)
health-tips-morning-walk-benefits-in-gujarati

Morning Walk Benefits: જો તમે એવું વિચારતા હોવ કે, ફિટ રહેવા માટે જિમમાં જવું કે કલાકો સુધી કસરત કરીને પરસેવો પાડવો જરૂરી છે, તો તે તદ્દન ખોટું છે. દરરોજ માત્ર 15 મિનિટની મૉર્નિગ વૉક પણ તમારા સ્વાસ્થ્યને અઢળક ફાયદો કરી શકે છે.

સવારના પહોરમાં ટહેલવાની આદત તમારા શરીરને જ એક્ટિવ રાખવાની સાથે-સાથે માનસિક શાંતિ પણ આપે છે. તો ચાલો જાણીએ, દરરોજ સવારે 15 મિનિટ સુધી ચાલવાથી સ્વાસ્થ્યને કેવા જાદુઈ ફાયદા મળી શકે છે

મોર્નિંગ વૉકના ફાયદા Morning Walk Benefits

  • બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે: સવારના પહોરમાં વૉક કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. જેના પરિણામે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. નિયમિત ટહેલવાથી હાર્ટની માંસપેશિઓ મજબૂત બને છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ ટળી જાય છે.
  • વજન ઘટાડવામાં મદદરૂપ: જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ, તો તમે કાલે સવારથી જ 15 મિનિટ સુધી વૉક કરવાનું શરૂ કરી દો. જેનાથી કેલેરી બર્ન થાય છે અને મેટાબોલિઝમ ઝડપી બને છે. જેના પરિણામે ફેટ ધીમે-ધીમે ઘટવા લાગે છે. ખાસ વાત એ છે કે, આ રીતે કોઈ પણ પ્રકારની આડઅસર વિના વજન ઘટાડવામાં મદદ કરે છે.
  • તણાવ અને ચિંતામાં રાહત: સવારની તાજી હવામાં ચાલવાથી મગજ શાંત થાય છે અને હેપ્પી હોર્મોન એન્ડોર્ફિન રિલીઝ થાય છે. જે તણાવ, ડિપ્રેશન અને એંગ્ઝાઈટી જેવી સમસ્યા ઓછી કરે છે. સવારે ચાલવાથી મૂડ પણ સુધરે છે અને દિવસભર એનર્જી જળવાઈ રહે છે.
  • ઊંઘની ગુણવત્તા સુધરે: દરરોજ મોર્નિંગ વૉક કરનારા લોકોની ઊંઘની ગુણવત્તા સારી રહે છે. જેનાથી બોડીની સર્કેડિયન રિધન અર્થાત ઊંઘવા-જાગવાની પ્રક્રિયા બેલેન્સ રહે છે અને રાતે ગાઢ ઊંઘ આવે છે.
  • હાડકા મજબૂત બને: સવારે વૉક કરવાથી પગ, કમર અને સાંધાની માંસપેશિઓ એક્ટિવ રહે છે. જેના પરિણામે હાડકા મજબૂત બને છે અને આર્થરાઈટિસ જેવી બીમારીઓથી બચી શકાય છે. આ સાથે જ વધતી વયે બેલેન્સ જાળવી રાખવામાં પણ મદદ મળે છે.
  • બ્લડસુગર લેવલને કંટ્રોલમાં રાખે: ડાયાબિટીસના દર્દીઓ માટે સવારની વૉક ખૂબ જ ફાયદેમંદ રહે છે. જેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને ઈસ્યુલિનનો ઉપયોગ સારી રીતે થઈ શકે છે.
naidunia_image

મૉર્નિંગ વૉકની શરૂઆત કેવી રીતે કરવી?

  • સવારે સૂર્યોદય બાદ 15 મિનિટની હળવી વૉકથી શરૂઆત કરો
  • આરામદાયક શૂઝ પહેરો અને સપાટ જગ્યા પર ચાલવાનું રાખો
  • દરરોજ ધીમે-ધીમે ચાલવાનું અંતર થોડું વધારતા રહો
  • ચાલતી વખતે મોબાઈલ વાપરવા કે મ્યૂઝિક સાંભળવાનું ટાળો. તેની જગ્યાએ ઊંડા શ્વાસ લો અને આસપાસના કુદરતી નજારાનો આનંદ ઉઠાવો
  • આમ દરરોજની માત્ર 15 મિનિટની વૉક તમારા સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. જે તમારા શરીર અને મન બન્નેને ફિટ રાખવા માટેનો કોઈ પણ જાતની સાઈડ ઈફેક્ટ વિનાનો આસાન ઉપાય છે.