એપ્રિલમાં ગ્રહોનો જાદુઈ સંયોગઃ 'દ્વિદ્વાદશ' અને 'અષ્ટાદશ' યોગથી 5 રાશિનો મહિનામાં બેડો પાર, જાતકોની નોકરી-ધંધામાં થશે જોરદાર પ્રગતિ

વરુણ અને શુક્ર દ્વારા દ્વિદ્વાદશ યોગનું નિર્માણ થયું છે, તો વરુણ અને બુધ ગ્રહના સંયોગથી અષ્યાદશ યોગ સર્જાયો છે, જે પાંચ રાશિના જાતકોને પ્રગતિના નવા પંથે લઈ જશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 02 Apr 2026 06:29 PM (IST)Updated: Thu, 02 Apr 2026 06:29 PM (IST)
april-astrology-2026-powerful-planetary-yog-brings-good-luck-to-5-zodiac-signs
HIGHLIGHTS
  • વરુણ, બુધ અને શુક્ર એમ ત્રણ ગ્રહોની યુતિથી શુભ યોગ સર્જાયા

April astrology 2026: માર્ચ મહિનાના અંત સાથે જ એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે, ત્યારે આજે ચૈત્ર પૂર્ણિમા નિમિત્તે સમગ્ર દેશભરમાં ધામધૂમથી હનુમાન જયંતીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. એવામાં એપ્રિલ મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે.

હકીકતમાં મહિનાની શરૂઆતમાં જ શુક્ર (Venus), વરુણ અને બુધ ગ્રહોના એક પછી એક શુભ યોગ સર્જાઈ રહ્યા છે. જો ગઈકાલની વાત કરીએ તો, 4:47 કલાકે શુક્ર અને વરુણે એકબીજાથી 30 ડિગ્રી પર સ્થિર રહીને દ્વિદ્વાદશ યોગ બનાવ્યો હતો. જ્યારે સાંજે વરુણ (Neptune) અને બુધ (Mercury) ગ્રહના સંયોગથી અષ્ટાદશ યોગનું નિર્માણ થયું છે.

આમ દ્વિદ્વાદશ અને અષ્ટાદશ બન્ને ખૂબ જ ખાસ અને શુભ કોણીય યોગ છે, જે પાંચ રાશિના જાતકોના જીવનમાં પોઝિટિવ પરિવર્તનના અવસર ઉભા કરશે, તો ચાલો જાણીએ કંઈ રાશિઓને આ બન્ને યોગ શુભ ફળ આપશે…

વૃષભ (Taurus Rashifal)

વરુણ, બુધ, શુક્ર ગ્રહથી નિર્માણ પામતા શુભ યોગ આ રાશિ માટે અત્યંત લાભકારી સિદ્ધ થવાના છે. જાતકોને આર્થિક પ્રગતિમાં ભાગ્યનો ભરપુર સાથ મળશે.નવી મિલકત અને વાહન ખરીદીનો યોગ છે. પરિવારમાં શુભ કાર્ય થઈ શકે છે. મનને આનંદ પમાડે તેવો પ્રવાસ થશે. જૂની બીમારીઓથી રાહત મળશે.

સિંહ (Leo Rashifal)

આ રાશિના જાતકો માટે આવનારો સમય ઉત્સાહથી ભરેલો રહેશે. જાતકો પોતાની અંદર અપાર ઊર્જા અને શાંતિનો અનુભવ કરશે. વેપાર-નોકરીમાં નવી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આગોતરું આયોજન આપને ધન પ્રાપ્તિ કરાવશે.ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. લાંબાગાળાના રોકાણો પર સારું વળતર મળશે.

વૃશ્વિક (Scorpio Rashifal)

આ રાશિના જાતકો માટે આવનારા સમયમાં ધારેલા લક્ષ્ય સિદ્ધ કરી શકશે. નોકરિયાત વર્ગને કામની કદર થવાથી કામ કરવાનો આનંદ રહે અને આત્મવિશ્વાસ વધશે. વેપાર-ધંધામાં કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. આ સમયગાળામાં મહેનતનું ફળ મળશે. દામ્પત્યજીવનનું શ્રેષ્ટ સુખ પ્રાપ્ત થશે.

તુલા (Libra Rashifal)

આ રાશિના જાતકો માટે આવનારો સમય અચાનક લાભદાયી મોકો આપશે. કરિયરની દ્રષ્ટિએ સફળતાનો સમય રહેશે. કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે. દાંમ્પત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહે.નવી ઓળખાણ લાભદાયક રહેશે. મહેનતનો યોગ્ય બદલો મળશે.

કુંભ (Aquarius Rashifal)

દ્વિદ્વાદશ અને અષ્ટાદશ યોગથી આ રાશિના જાતકો જોઈતી તકોનો લાભ ઉઠાવી શકશે. ગમે તેવા અઘરા કામો સરળતાથી પાર પાડી શકાશે.નોકરીમાં સ્થિરતાની સાથે પ્રગતિ થશે. ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થાય. તબિયતની ચિંતા દૂર થતી જણાય.દાંમ્પત્ય જીવનમાં શાંતિ જળવાઈ રહેશે. પરદેશના યોગ બની રહ્યા છે. પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.