અંગારક યોગની આફતઃ રાહુ-મંગળની ખતરનાક યુતિથી 4 રાશિ પર મુસીબતોનો પહાડ તૂટી પડશે, જાતકોને ફૂંકી-ફૂંકીને પગલા ભરવા પડશે

જ્યારે ગ્રહોના સેનાપતિ મંગળ અને રાહુ કોઈ એક રાશિમાં એકસાથે આવે, ત્યારે અંગારક યોગ સર્જાય છે, જેને જ્યોતિષ શાસ્ત્રમાં તણાવ અને નકારાત્મક્તાનો પ્રતિક માનવામાં આવે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Feb 2026 04:39 PM (IST)Updated: Thu, 19 Feb 2026 04:39 PM (IST)
angarak-yog-2026-rahu-mangal-yuti-to-impact-these-4-zodiac-signs
HIGHLIGHTS
  • 23 ફેબ્રુઆરીએ સવારે 11:33 કલાકે મંગળ કુંભ રાશિમાં ગોચર કરશે, જ્યાં રાહુ પહેલાથી જ બિરાજમાન છે

Rahu-Mangal Yuti, Angarak Yog 2026: ફેબ્રુઆરી મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ મહિનામાં જ રાહુ અને મંગળ જેવા અતિ ઉગ્ર અને આક્રામક ગ્રહની તાકાત વધવા જઈ રહી છે. જ્યારે આ બન્ને ગ્રહ એકસાથે કોઈ એક રાશિમાં આવે, ત્યારે તેનાથી અંગારક યોગ બને છે.

હકીકતમાં આગામી 23 ફેબ્રુઆરીના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહ શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરવાના છે, જ્યાં પહેલાથી જ રાહુ બિરાજમાન છે. એવામાં કુંભ રાસિમાં રાહુ અને મંગળની યુતિની અંગારક યોગ બનવા જઈ રહ્યો છે. મંગળનો સાથ મળતા રાહુની તાકાત જબરદસ્ત વધી જશે. જે બાદ આ બન્ને ગ્રહો મળીને ત્રણ રાશિના જાતકોનું જીવવું હરામ કરી નાંખશે. તો ચાલો જાણીએ કંઈ છે આ રાશિ અને જાતકોને કેવું ફળ મળશે?

મેષ (Aries Rashifal)

કુંભ રાશિમાં બનતી મંગળ-રાહુની યુતિ આ રાશિના જાતકોને બનેલી બાજી બગાડશે. આકસ્મિક ખર્ચા આવી પડતાં બજેટ ખોરવાઈ શકે છે. નાણાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. નાણાંકીય લેવડ-દેવડમાં ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે સખત મહેનત કરવી પડશે.

ઉપાયઃ મંગળવારના રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને લાલ વસ્તુઓનું દાન કરવું જોઈએ.

મકર (Capricorn Rashifal)

મંગળ-રાહુની યુતિ આ રાશિના જાતકો માટે મોટી મુસિબત લઈને આવી રહી છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે ધાર્યા કરતાં વધારે મહેનત કરવી પડશે.પરિવારમાં તણાવ અને વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. વડીલો સાથે વાતચીતમાં મનભેદ વધી શકે છે. પ્રેમમાં નિષ્ફળતા આપને હતાશ ના કરે તે જોવું.

ઉપાયઃ શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસીયાના તેલમાં કાલા તલ ઉમેરીને દીવો કરવો જોઈએ. આ સાથે જ કાળા રંગનું દાન કરવું હિતાવહ રહેશે.

મીન (Pisces Rashifal)

મંગળ-રાહુની શક્તિશાળી યુતિ તમારા અંગત અને વ્યવસાયિક જીવનમાં મોટી ઉથલ-પાથલ લાવશે. જાતકોને ખોટા માર્ગે નાણાં ના વેડફાય તેનું ધ્યાન રાખવું.નવા-નવા વૈવાહિક જીવનમાં તિરાડ ના પડે તેનું ધ્યાન રાખજો. મળેલી તક હાથતાળી આપતી જશે. નવા રોકાણો માટે રાહ જોજો.

ઉપાયઃ દરરોજ શિવલિંગ પર જળાભિષેક કરો. તેમજ સફેદ તેમજ પીળી વસ્તુઓનું દાન કરવું હિતાવહ રહેશે.

સિંહ (Leo Rashifal)

શનિની રાશિમાં બનતી મંગળ-રાહુની યુતિ આ રાશિના જાતકો માટે પણ મુશ્કેલી લઈને આવી રહી છે. અપેક્ષાઓ અધુરી રહેતી લાગશે. કોઈ અગત્યના કામમાં તમારી ધીરજની કસોટી થતી જણાય. બેદરકારીના કારણે ભાગીદારીમાં નુકસાન થાય.નોકરિયાતોને સાધારણ તકલીફ રહે. વ્યવસાયમાં અણધારી મુશ્કેલીઓ આવે.

ઉપાયઃ પક્ષીઓને ચણ નાંખવી તેમજ માછલાને લોટ ખવડાવવો હિતાવહ રહેશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.