Mata Sita:
રામાયણમાં એ વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે, માતા સીતાએ પણ ભગવાન શ્રી રામ સાથે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો. વનવાસ દરમિયાન એવી ઘણી ઘટનાઓ ઘટી હતી, જેનું વર્ણન વાલ્મીકિ રામાયણમાં પણ જોવા મળે છે. તેમાંની જ એક ઘટના છે સીતા માતાના વસ્ત્રો સાથે જોડાયેલ.
અમારા જ્યોતિષ એક્સપર્ટ ડૉ. રાધાકાંત વત્સ આ બાબતે જણાવે છે કે, રામાયણમાં પણ આ વાતનું વર્ણન જોવા મળે છે કે, 14 વર્ષ વનમાં પસાર થયા બાદ અને અનેક મુશ્કેલીઓ પસાર થયા બાદ પણ સીતામાતાના વસ્ત્રો પર એક ડાઘ પણ પડ્યો નહોતો. વનવાસની આ આખી અવધિ દરમિયાન તેમનાં વસ્ત્રોમાં એક ડાઘ પણ પડ્યો નહોતો. તો ચાલો જાણીએ તેની પાછળનું રહસ્ય.
અત્રિ ઋષિને મળવા પહોંચ્યા શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ
કથા અનુસાર, ભગવાન શ્રી રામ જ્યારે વનવાસ માટે નીકળ્યા ત્યારે સૌથી પહેલા સીતા અને લક્ષ્મણ સાથે અત્રિ ઋષિના આશ્રમમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તે સમયે સીતા માતા અત્રિ ઋષિના પત્ની માતા અનસૂયાને મળ્યા. માતા અનસૂયાને હિંદુ ધર્મમાં સતીત્વનું સર્વોચ્ચ શિખર અને પત્નીવ્રતાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.
માતા અનસૂયાએ સીતા માતાને આપી ભેટ
- માતા અનસૂયાએ સીતા, રામ અને લક્ષ્મણનું સ્વાગત તો કર્યું જ, સાથે-સાથે સીતા માતાને તો પુત્રી સમાન પ્રેમ પણ આપ્યો અને પત્ની ધર્મના નિર્વાહનનો માર્ગ પણ બતાવ્યો.
- આ સિવાય, માતા અનુસૂયાએ માતા સીતાને એક સાડી ભેટમાં આપી હતી. કથામાં વર્ણિત માહિતી અનુસાર, માતા અનુસૂયાને આ સાડી અગ્નિદેવે તેમના તપથી પ્રસન્ન થઈને આપી હતી.
આ કારણે ક્યારેય મેલાં ન થયાં સીતામાતાનાં વસ્ત્રો
- અગ્નિદેવ દ્વારા આપવામાં આવેલ સાડીની વિશેષતા એ હતી કે, આ સાડી ક્યારેય ફાટશે નહીં, તેના પર ડાઘ નહીં લાગે. આ સાડીમાં અગ્નિ દેવનું તેલ વિદ્યમાન હતું.
- જ્યારે માતા સીતા અત્રિ ઋષિના આશ્રમમાં આવ્યા ત્યારે અનુસૂયા માતાએ એ જ સાડી સીતા માતાને ભેટમાં આપી હતી. માતા સીતાએ તેમના સંપૂર્ણ વનવાસ દરમિયાન આ જ સાડી પહેરી હતી, આ જ કારણે સીતા માતાના વસ્ત્રો ક્યારેય મેલાં ન થયાં.
આ જ કારણે વનવાસ દરમિયાન માતા સીતાનાં કપડાં મેલાં નહોતાં થયા. જો તમને આ સ્ટોરી ગમી હોય તો તેને ફેસબુક પર લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ વધુ લેખ વાંચવા માટે જોડાયેલ રહો ગુજરાતી જાગરણ સાથે.
Image Credit: Shutterstock, Pexels, Pinterest
DISCLAIMER
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી. કોઈપણ પ્રતિક્રિયા કે ફરિયાદ માટે, compliant_gro@jagrannewmedia.com પર અમારો સંપર્ક કરો.
