Premanand Maharaj Pravachan: આપણે બાળપણથી દાદા-દાદી અને વડીલોને રાતે વહેલા સૂઈને સવારે વહેલા ઉઠવાની સલાહ આપતા સાંભળ્યા જ હશે. જો કે આજે મોડી રાત સુધી લોકો મોબાઈલનો ઉપયોગ કરતાં રહે છે. જેથી તેઓ મોડા સૂવે છે અને પછી બીજા દિવસે મોડા ઉઠે છે. આ સિવાય હાલ કોર્પોરેટ વર્ક કલ્ચરના કારણે પણ લોકોની લાઈફ સ્ટાઈલ ઘણી બદલાઈ ગઈ છે. જેથી શિફ્ટ પ્રમાણે મોડી રાત સુધી પરાણે જાગવું જ પડે છે. જેનાથી તેમના સ્વાસ્થ્ય પર વિપરિત અસર થાય છે. એવામાં વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજે પોતાના એક સત્સંગમાં મોડા ઉઠવાના નુક્સાન વિશે જણાવ્યું છે.
પ્રેમાનંદ મહારાજના જણાવ્યા પ્રમાણે, સવારે મોડા ઉઠવાના કારણે લોકોના 3 વસ્તુઓ નાશ પામે છે. જે લોકો મોડીવાર સુધી સૂતા રહે છે, તેમની ઉંમર, ચહેરાનું તેજ અને ક્રાંતિ નષ્ટ થવા લાગે છે. મોડા સુધી સૂવાથી બુદ્ધિ પણ ભ્રષ્ટ થવા લાગે છે. આ સાથે જ આવા વ્યક્તિને આખો દિવસ થાક અને આળસનો અહેસાસ રહે છે.
નાઈટ શિફ્ટમાં કામ કરતાં હોય તેવા લોકોએ શું કરવું?
મહારાજે જણાવ્યું કે, સવારે વહેલા ઉઠીને હંમેશા સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. આ માટે ગમે તે થાય, પરંતુ તમારે સૂર્યોદયના સમયે ઉઠી જ જવું જોઈએ. સવારે ઉઠીને સૂર્યને જળ ચડાવવું જોઈએ અને પાંચ મિનિટ સુધી હાથ જોડીને સૂર્ય દેવની પૂજા કરવી જોઈએ.
વધુમાં પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિ નાઈટ શિફ્ટમાં કામ કરે છે, તો તેણે પણ પોતાના પરિવારના સભ્યોને વહેલા ઉઠાડવા કહી દેવું જોઈએ. નાઈટ શિફ્ટમાં કામ કરનાર વ્યક્તિએ પણ સવારે ઉઠીને સૂર્યદેવના દર્શન અચૂક કરવા જોઈએ. એકવખત સૂર્ય દેવના દર્શન થઈ જાય, પછી તે ફરીથી સૂઈ શકે છે અને પોતાની ઊંઘ પૂરી કરી શકે છે.
મોડા સુધી સૂવું સ્વાસ્થ્ય માટે પણ સારું નહીં (Late Sleep Side Effects)
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, રાતે મોડા સૂઈને સવારે મોડા ઉઠતા લોકોમાં હાર્ટ, મગજ અને પેટ સાથે સંકળાયેલી સમસ્યા વકરી શકે છે.
- માનસિક સ્વાસ્થ્ય પર અસર: સવારે મોડા સુધી સૂતા લોકોના માનસિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે. આવા લોકોમાં ચિડિયાપણું, ડિપ્રેશન અને મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓ અન્ય લોકોની સરખામણીમાં વધી શકે છે.
- વજન વધારે: જે લોકો સવારે મોડા ઉઠે છે, તેમનું મેટાબોલિઝ્મ લો રહે છે. આવા લોકોને કશું પણ જમ્યા બાદ કેલેરી બર્ન કરવામાં તકલીફ થાય છે. જેના પરિણામે શરીરમાં ફેટ જમા થવા લાગે છે. આખરે તેમનું વજન વધી જાય છે.
- પાચન બગાડે: સવારે મોડા ઉઠવાથી પાચન તંત્ર પર પણ ખરાબ અસર થાય છે. આવી વ્યક્તિને કબજિયાત રહે છે અને લાંબા ગાળે પાઈલ્સ થવાનો ખતરો રહે છે.
