Mahalakshmi Vrat 2024 Date, Vrat Vidhi, Katha: હિંદુ ધર્મમાં મહાલક્ષ્મી વ્રતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવી માનવામાં આવે છે કે મહાલક્ષ્મી વ્રત કરનારને જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે. મા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે.
ક્યારે છે મહાલક્ષ્મી વ્રત
16 દિવસો સુધી ચાલનારા આ મહાલક્ષ્મી વ્રત આવતીકાલે એટલે કે 24 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે. જો તમે 16 દિવસ સુધી ઉપવાસનું પાલન ન કરી શકો તો તમે છેલ્લા ત્રણ દિવસ પણ ઉપવાસ કરી શકો છો.
કેવી રીતે પૂજા કરવી:
- મહાલક્ષ્મી વ્રત દરમિયાન માતા લક્ષ્મીની પૂજામાં સૌથી પહેલા પૂજા સ્થળ પર હળદરથી કમળ બનાવો.
- પૂજા સ્થાન પર હાથી પર બેસેલા દેવી લક્ષ્મીનું સ્થાપન કરો
- પૂજા દરમિયાન શ્રીયંત્રને યાદ કરીને રાખો.
- સોના ચાંદીના સિક્કા અને ફળ ફુલ અને માતાનો શ્રુંગાર કરો.
- એક સાફ સ્વચ્છ કળશમાં પાણી ભરીને પૂજા સ્થળ પર રાખો.
- આ કળશમાં આસોપાલનના પાન અને તેના પર નારિયેળ રાખો
- પૂજામાં હાથીને પણ સાથે રાખવામાં આવે છે.
- આ પૂજામાં માતા માટે ખીર બનાવવામાં આવે છે.
- પૂજા બાદ 16 દીવા કરવામાં આવે છે.
- ફળ, પુષ્પ અને ચોખાથી પૂજા કરો.
વ્રત દરમિયાન શું ન કરવું
- માંસ, માછલી , ઈંડાનું સેવન ન કરવું
- કોઈ પણ પ્રકારની હિંસાથી બચવું
- ખોટું ન બોલવું
- નકારાત્મક વિચારો ન કરવા
- કોઈ પણ અનૈતિક કામ ન કરવું
ધ્યાનમાં રાખવાની બાબતો
- પવિત્ર રહેવું
- સાત્વિક ભોજન કરવું
- મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવો
- દરરોજ માતા લક્ષ્મીની પૂજા કરવી
- જરુરિયાતમંદને દાન કરવું
- વ્રત દરમિયાન સત્ય બોલવું
- આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવી
મહાલક્ષ્મી વ્રતમાં શું ખાવું ?
- ફળ - તમામ પ્રકારના ફળ જેમ કે કેળા, સફરજન, દ્રાક્ષ, મોસંબી વગેરે
- શાકભાજી - બાફેલા અથવા પલાળેલા શાકભાજી બટાકા, ગાજર, કઠોળ
- દૂધ અને તેની બનાવટો
- સુકા મેવા, સત્તુ
