Love Rashifal 18 November 2026 in Gujarati (લવ રાશિફળ): પ્રેમ અને દામ્પત્ય જીવનની દ્રષ્ટિએ આજનો દિવસ કેટલીક રાશિઓ માટે રોમાન્સ અને ઉત્સાહથી ભરેલો રહેશે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ સંવાદ અને સમજદારીથી કામ લેવું પડશે.
તો ચાલો જાણીતા જ્યોતિષાચાર્ય હર્ષિત શર્મા પાસેથી જાણીએ, મેષથી માંડીને મીન રાશિ સુધીના જાતકો માટે પ્રેમ સબંધની દ્રષ્ટિએ કેવો રહેશે આજનો દિવસ
આ પણ વાંચો
મેષ (Aries)
આજે લવ પાર્ટનર સાથે તમારો દિવસ સારો રહેશે. તમારા બંને વચ્ચે પરસ્પર તાલમેલ ઉત્તમ રહેશે. આજે તમે બંને ઘરેલુ કામકાજમાં એકબીજાને સહયોગ કરશો. આજે પરિવારના લોકો સાથે માંગલિક કાર્યોમાં સમય પસાર થશે. આજે તમારો પાર્ટનર તમારા પ્રત્યે સંપૂર્ણ સમર્પિત જોવા મળશે.
વૃષભ (Taurus)
પોતાના પાર્ટનર સાથે આજે દિવસ સારો રહેશે, પરંતુ સ્વાસ્થ્યમાં થોડા ઉતાર-ચઢાવ આવી શકે છે. આજે તમારા પાર્ટનર સાથે જૂના વિવાદો પૂરા થશે અને ઘરમાં એક સુખદ શાંતિનો અનુભવ થશે. પાર્ટનર સાથે તમારો આખો દિવસ સારો વિતશે.
મિથુન (Gemini)
આજે પોતાના લવ પાર્ટનર સાથે તમે ક્યાંક લાંબી યાત્રા પર જઈ શકો છો. સ્વાસ્થ્યને લઈને કેટલીક પરેશાની થઈ શકે છે. તમારો પાર્ટનર આજે તમારી જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખશે. આજે આપ બંને વચ્ચે સંબંધો સારા રહેશે અને જૂની વાતોને યાદ કરીને આપ બંને ભાવુક થઈ શકો છો.
કર્ક (Cancer)
આજનો દિવસ પાર્ટનર સાથે સારો રહેશે. આજે આપ બંને એકસાથે જોવા મળશો અને તમારા વિચારોમાં સમાનતા રહેશે. આજે આપ બંને મળીને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના છો. તમારા પાર્ટનરનો સંપૂર્ણ સહયોગ તમને મળશે અને કેટલાક ઘરેલુ કામકાજ અંગે આપ બંને વચ્ચે પરસ્પર સંમતિ બની શકે છે.
સિંહ (Leo)
લવ પાર્ટનર સાથે આજે તમે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. હવામાનની દ્રષ્ટિએ દિવસ સુહાનો છે. આજે તમે જૂની વાતોને યાદ કરીને ભૂતકાળમાં ખોવાઈ શકો છો. આ સાથે જ પાર્ટનર સાથે તમારો સમય શાનદાર વિતશે. પોતાની કોઈ જૂની ભૂલો માટે તમારો પાર્ટનર આજે તમારી પાસે માફી પણ માંગી શકે છે.
કન્યા (Virgo)
આજે પાર્ટનર સાથે ઘરેલુ કામકાજમાં તમે તેમની મદદ કરી શકો છો. સ્વાસ્થ્યને લઈને તમારો પાર્ટનર થોડો પરેશાન રહી શકે છે. આવી સ્થિતિમાં ઘરના જરૂરી કામોમાં તમારા પાર્ટનરને સહયોગ આપવો તેમને ભાવનાત્મક રીતે તમારા વધુ નજીક લાવશે.
તુલા (Libra)
લવ પાર્ટનર સાથે આજનો દિવસ સારો રહેશે. આજે આપ બંને એકસાથે સમય વિતાવશો. તમારો પાર્ટનર તમારી ખાસ જરૂરિયાતોનું ધ્યાન રાખશે. આ સાથે જ આજે આપ બંને ભવિષ્ય માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો મળીને લઈ શકો છો.
વૃશ્ચિક (Scorpio)
આજે લવ પાર્ટનર સાથે દિવસ સારો રહેશે, છતાં કેટલીક વાતોને લઈને આપ બંને વચ્ચે મતભેદ થઈ શકે છે. આ સાથે જ તમારા પાર્ટનર અને તમારા પરિવાર વચ્ચે પણ તણાવની સ્થિતિ બની શકે છે. આવી સ્થિતિમાં મામલાને સંભાળવા માટે આજે તમારે ઘણી મહેનત કરવી પડશે.
ધન (Sagittarius)
આજે તમારો લવ પાર્ટનર તમારાથી નારાજ થઈ શકે છે. તમારા વર્તનને લઈને પાર્ટનરની નારાજગી આજે તમને મહેસૂસ થશે. પોતાની ભૂલો માટે આજે તમે પાર્ટનર પાસે માફી માંગી શકો છો અને ભવિષ્યમાં આવી ભૂલો ન દોહરાવવાનું વચન (પ્રોમિસ) આપી શકો છો.
મકર (Capricorn)
આજે તમારો લવ પાર્ટનર ઘરના જરૂરી કામકાજને લઈને તમારી પાસે આર્થિક મદદ માંગી શકે છે. કેટલાક ઘરેલુ કાર્યો માટે તમારા પાર્ટનરને આર્થિક સહયોગની જરૂરિયાત રહેશે. આજે પાર્ટનરને સહયોગ આપવો તમારા માટે સારું રહેશે, આ સાથે જ આજે તમને પાર્ટનરનો ભરપૂર પ્રેમ પણ મળશે.
કુંભ (Aquarius)
આજનો દિવસ આપ બંને વચ્ચે શાનદાર રહેશે અને પરસ્પર તાલમેલ ખૂબ જ ઉત્તમ રહેશે. આજે આપ કોઈ મોટા ફંક્શનમાં પોતાના પાર્ટનર સાથે સામેલ થઈ શકો છો, જ્યાં આપ બંનેની જોડીને લોકો ખૂબ પસંદ કરશે. આજનો દિવસ પાર્ટનર સાથે આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે.
મીન (Pisces)
આજે લવ પાર્ટનર સાથેનો દિવસ શાનદાર રહેશે. આપ બંને વચ્ચેના જૂના મતભેદો પૂરા થશે. ઘરેલુ કામકાજમાં આજે તમે એકબીજાને મદદ કરી શકો છો. આ સાથે જ આજે પોતાના પાર્ટનર સાથે ક્યાંક લાંબી યાત્રા પર જવાનો પ્લાન પણ બની શકે છે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
