Labh Pancham 2026 Date and Time: દિવાળીના તહેવારોની ઉજવણી બાદ ગુજરાતમાં લાભ પાંચમનું વિશેષ મહત્વ છે. આ દિવસને સૌભાગ્ય પાંચમ, જ્ઞાન પાંચમ અને લાભ પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા અનુસાર, આ દિવસે શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને વેપારમાં લાભ થાય છે. ખાસ કરીને વેપારીઓ માટે આ દિવસ નવા વર્ષના કામકાજની શરૂઆત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ વર્ષ 2026માં લાભ પાંચમ ક્યારે છે, પૂજાનો શુભ સમય કયો છે અને આ દિવસે કઈ રીતે પૂજા કરવી જોઈએ.
લાભ પાંચમ 2026 ક્યારે છે? (Labh Panchami 2026 Date)
વર્ષ 2026માં લાભ પાંચમનો તહેવાર 14 નવેમ્બર, શનિવારના રોજ ઉજવવામાં આવશે. ગુજરાતી પંચાંગ અનુસાર, કારતક સુદ પાંચમના દિવસે લાભ પાંચમ આવે છે. આ દિવસે પૂજા, નવા વેપારની શરૂઆત અને દુકાન-ઓફિસ ફરીથી શરૂ કરવા માટે શુભ માનવામાં આવે છે.
લાભ પાંચમ 2026ની પંચાંગ વિગતો:
- તહેવારની તારીખ: 14 નવેમ્બર 2026, શનિવાર
- પંચમી તિથિ પ્રારંભ: 13 નવેમ્બર 2026, રાત્રે 8:42 વાગ્યે
- પંચમી તિથિ સમાપ્તિ: 14 નવેમ્બર 2026, રાત્રે 11:23 વાગ્યે
લાભ પાંચમ 2026 શુભ મુહૂર્ત (Labh Panchami Shubh Muhurat)
લાભ પાંચમના દિવસે સવારે પૂજા કરવી વિશેષ શુભ માનવામાં આવે છે. આ દિવસે વેપારીઓ નવા ચોપડા શરૂ કરે છે અને દુકાન કે ઓફિસમાં લક્ષ્મીજી તથા ગણેશજીની પૂજા કરીને નવા કામકાજની શરૂઆત કરે છે.
- મુખ્ય પૂજા મુહૂર્ત: સવારે 6:43 થી 10:18 વાગ્યા સુધી.
આ ઉપરાંત દિવસ દરમિયાન આવતા અન્ય શુભ મુહૂર્ત આ પ્રમાણે છે:
- બ્રહ્મ મુહૂર્ત: સવારે 5:09 થી 6:01 વાગ્યા સુધી
- પ્રાતઃ સંધ્યા: સવારે 5:35 થી 6:52 વાગ્યા સુધી
- અભિજિત મુહૂર્ત: બપોરે 12:02 થી 12:46 વાગ્યા સુધી
- વિજય મુહૂર્ત: બપોરે 2:14 થી 2:59 વાગ્યા સુધી
- અમૃત કાળ: બપોરે 2:59 થી સાંજે 4:47 વાગ્યા સુધી
- ગોધૂલી મુહૂર્ત: સાંજે 5:56 થી 6:22 વાગ્યા સુધી
- સાયાહ્ન સંધ્યા: સાંજે 5:56 થી 7:13 વાગ્યા સુધી
- રવિ યોગ: 14 નવેમ્બરની રાત્રે 8:24 થી 15 નવેમ્બરની સવારે 6:53 વાગ્યા સુધી
લાભ પાંચમ 2026ના શુભ ચોઘડિયા (Labh Panchami Choghadiya)
લાભ પાંચમના દિવસે દુકાન, ઓફિસ કે નવા વ્યવસાયની શરૂઆત કરવા માટે ચોઘડિયા જોવાનું પણ મહત્વ છે. અમદાવાદના પંચાંગ અનુસાર 14 નવેમ્બર 2026ના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા નીચે મુજબ છે.
દિવસના શુભ ચોઘડિયા
- શુભ ચોઘડિયું: સવારે 8:15 થી 9:38 વાગ્યા સુધી
- લાભ ચોઘડિયું: બપોરે 1:47 થી 3:10 વાગ્યા સુધી
- અમૃત ચોઘડિયું: બપોરે 3:10 થી 4:33 વાગ્યા સુધી
રાત્રિના શુભ ચોઘડિયા
- લાભ ચોઘડિયું: સાંજે 5:56 થી 7:33 વાગ્યા સુધી
- શુભ ચોઘડિયું: રાત્રે 9:10 થી 10:47 વાગ્યા સુધી
- અમૃત ચોઘડિયું: રાત્રે 10:47 થી 12:24 વાગ્યા સુધી
- લાભ ચોઘડિયું: 15 નવેમ્બરની વહેલી સવારે 5:16 થી 6:53 વાગ્યા સુધી
લાભ પાંચમની પૂજા વિધિ (Labh Panchami Puja Vidhi)
લાભ પાંચમના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા. ત્યારબાદ ઘરના મંદિર અથવા દુકાન-ઓફિસની સાફસફાઈ કરીને પૂજાની તૈયારી કરવી. પૂજા સ્થાન પર લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવી.
સૌપ્રથમ ગણેશજીનું સ્મરણ કરીને પૂજાની શરૂઆત કરવી. ત્યારબાદ લક્ષ્મીજીને કંકુ, ચોખા, ફૂલ, ધૂપ, દીવો અને પ્રસાદ અર્પણ કરવો. ભગવાનને મીઠાઈ અથવા ફળનો ભોગ ધરાવી પરિવારની સુખ-સમૃદ્ધિ અને વ્યવસાયમાં પ્રગતિ માટે પ્રાર્થના કરવી.
વેપારીઓ આ દિવસે નવા ચોપડા એટલે કે હિસાબની નવી બુકની પૂજા કરે છે. ચોપડાના પહેલા પાના પર ડાબી બાજુ 'શુભ' અને જમણી બાજુ 'લાભ' લખવામાં આવે છે. વચ્ચે સાથિયો દોરીને ગણેશજી અને લક્ષ્મીજીનું સ્મરણ કરવામાં આવે છે. ત્યારબાદ નવા હિસાબ અને વેપારના કામકાજની શરૂઆત કરવામાં આવે છે.
લાભ પાંચમનું ધાર્મિક મહત્વ
ગુજરાતમાં લાભ પાંચમને દિવાળીના તહેવારોના અંતિમ દિવસ તરીકે પણ જોવામાં આવે છે. દિવાળી અને નવા વર્ષની રજાઓ બાદ આ દિવસે મોટાભાગના વેપારીઓ પોતાની દુકાનો અને ઓફિસો ફરીથી ખોલે છે. તેથી ગુજરાતના વેપારી વર્ગ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. લાભ પાંચમને સૌભાગ્ય પાંચમ અને જ્ઞાન પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. 'લાભ' એટલે ફાયદો અને 'સૌભાગ્ય' એટલે સારા નસીબ અથવા ભાગ્ય. આથી આ દિવસને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ લાવનારો માનવામાં આવે છે.
આ દિવસે કરવામાં આવતી પૂજા અને શુભ કાર્યથી વેપારમાં વૃદ્ધિ, પરિવારમાં સુખ-શાંતિ અને જીવનમાં સકારાત્મકતા આવે તેવી ધાર્મિક માન્યતા છે. જૈન પરંપરામાં આ દિવસને જ્ઞાન પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જ્ઞાન, ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે.
લાભ પાંચમ 2026: FAQs
1. વર્ષ 2026માં લાભ પાંચમ ક્યારે છે?
વર્ષ 2026માં લાભ પાંચમ 14 નવેમ્બર, શનિવારના રોજ ઉજવવામાં આવશે.
2. લાભ પાંચમની પંચમી તિથિ ક્યારે શરૂ થશે?
પંચમી તિથિ 13 નવેમ્બરની રાત્રે 8:42 વાગ્યે શરૂ થશે અને 14 નવેમ્બરની રાત્રે 11:23 વાગ્યે પૂર્ણ થશે.
3. લાભ પાંચમની પૂજા માટે શુભ સમય કયો છે?
લાભ પાંચમની સવારે પૂજાનો શુભ સમય 6:52 થી 10:33 વાગ્યા સુધીનો છે.
4. લાભ પાંચમને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
લાભ પાંચમને સૌભાગ્ય પાંચમ, લાભ પાંચમ અને જ્ઞાન પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
