Shani Gochar 2025 Rashifal: શનિદેવનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. શનિની ઉલટી ચાલ મેષ રાશિથી મીન રાશિ સુધીની રાશિઓને અસર કરે છે. હાલમાં શનિ મીનમાં છે. આવતીકાલે એટલે કે 13 જુલાઈથી શનિદેવ ઉલટી ચાલ ચાલશે. 13 જુલાઈના રોજ સવારે લગભગ 09:36 વાગ્યે શનિ ઉલટી ચાલ શરુ કરશે. જે 28 નવેમ્બરના રોજ સવારે થશે. શનિની આ ઉલટી ચાલ કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો કઈ છે આ રાશિઓ...
મેષ રાશિફળ
આ વર્ષે શનિની ઉલટી ચાલ મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ગોચરથી નાણાકીય સમસ્યાઓ દૂર થવા લાગશે. પૈસા સંબંધિત ચિંતાનો અંત આવી શકે છે. તમારા જીવનસાથીને ચોક્કસ સમય આપો. જેનાથી તમારો પરિવારમાં ખુશીનો માહોલ જળવાઈ રહે. નવું કામ શરૂ કરશો તો તેમાં ફાયદો થઈ શકે છે.
ધનુ રાશિફળ
2025 માં શનિની ઉલટી ચાલ ગતિ ધનુ રાશિના લોકો માટે શુભ રહેશે. આવનારા સમયમાં તમે બનાવેલી મોટાભાગની પ્લાનિંગ સફળ થશે. કામ માટે મુસાફરી ફાયદાકારક બની શકે છે. સ્વાસ્થ્ય પહેલા કરતાં વધુ સારું રહેશે. કોર્ટ કચેરીના ચક્કરમાંથી મુક્તિ મેળવશો.
મીન રાશિફળ
શનિની ઉલટી ચાલ મીન રાશિના લોકોને પરીક્ષામાં સફળતા અપાવી શકે છે. સરકારી પરીક્ષાની તૈયારી કરતાં લોકોને ફાયદો થઈ શકે છે. તમે સારી યોજનાઓ સાથે રોકાણ કરીને નફો કમાઈ શકો છો. જો કે તમારી હેલ્થનું ધ્યાન રાખો. જીવનસાથી સાથે સારો સમય પસાર થવાથી મન પ્રસન્ન રહેશે.
