Karwa Chauth 2025 Rashifal: 10 ઓક્ટોબરના રોજ કરવા ચોથ છે. આ દિવસે પરણિત સ્ત્રીઓ પતિની લાંબી ઉંમર માટે નિર્જળા વ્રત કરે છે. આ વખતે કરવા ચોથ પર ગ્રહોની પણ વિશેષ સ્થિતિ બનવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે શુક્ર ગ્રહ બુધની રાશિ કન્યામાં ગોચર કરી રહ્યો છે. જ્યારે બુધ ગ્રહ શુક્રની રાશિ તુલામાં ગોચર કરી રહ્યો છે. આમ બંને ગ્રહ એકબીજાની વિપરિત રાશિમાં ગોચર કરતાં એક ખાસ યોગનું નિર્માણ કરી રહ્યા છે. જેના કારણે 5 રાશિઓને મોટો ફાયદો થવાની સંભાવના છે.
મિથુન રાશિફળ
આ પણ વાંચો
તમારી પ્રોફેશનલ લાઇફ સાથે જોડાયેલી તમામ ફરિયાદો દૂર થઈ જશે. સીનિયર્સ સાથેના સંબંધોમાં સુધારો થશે. રોજગારમાં નવી તકોની પ્રાપ્તિ થશે અને જે લોકો લાંબા સમયથી નવી નોકરીની શોધમાં છે, તેમના માટે આ સમય ઉત્તમ રહેશે.
સિંહ રાશિફળ
સિંહ રાશિના જાતકોને આર્થિક મોરચે ખૂબ જ ફાયદો થશે. તમારા અટકેલા પૈસા મળી શકે છે અથવા ક્યાંકથી ગુપ્ત ધનની પ્રાપ્તિ થઈ શકે છે. વાણી અને વ્યવહારમાં સુધારો થવાથી કારકિર્દીમાં મોટી છલાંગ લગાવી શકો છો.
તુલા રાશિફળ
તમારા વધેલા ખર્ચાઓ પર કંટ્રોલ આવશે. તમારા ખર્ચ આવક કરતાં વધુ નહીં હોય. તમે પૈસાનો ઉપયોગ વિચારીને કરશો. કોર્ટ-કચેરીના કેસમાં જીત મળશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. પાર્ટનર સાથે સારા સંબંધો રહેશે.
ધન રાશિફળ
મકાન, પ્રોપર્ટી અથવા વાહનની ખરીદીના યોગ છે. તમને પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. જે લોકો લાંબા સમયથી પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા તેમને મોટો ફાયજો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ શકે છે.
કુંભ રાશિફળ
વાણીમાં મધુરતા આવવાથી લોકોનું દિલ જીતશો. કરિયર-રોજગારમાં મોટો લાભ મળવાનો છે. જે ધન લાંબા સમયથી અટકેલું હતું, તે પાછું મળવાની સૌથી વધુ સંભાવના છે. સોનું ખરીદવું તમારા માટે ખૂબ જ શુભ રહેશે. સોના જેવી મૂલ્યવાન વસ્તુઓ તમને લાંબા સમય સુધી લાભ આપશે.
