Diwali 2026 : લક્ષ્મીજીની કૃપા મેળવવા રાશિ પ્રમાણે કરો આ ઉપાય અને મંત્ર જાપ

દિવાળી 2026 ની રાત્રે 12 રાશિના જાતકો કરો આ ખાસ ઉપાય અને મંત્ર જાપ. માતા લક્ષ્મીની કૃપાથી ધન-સંપત્તિ, કરિયરમાં પ્રગતિ અને સુખ-શાંતિ મેળવવાની સરળ રીતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 08 Nov 2026 01:13 PM (IST)Updated: Sun, 08 Nov 2026 01:13 PM (IST)
diwali-2026-rashi-upay-lakshmi-pujan-mantra-remedies-astrological-tips
AI IMAGE

Diwali 2026: આ વર્ષે દિપાવલીના પાવન પર્વને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિન્દુ પંચાંગ પ્રમાણે, દર વર્ષે કારતક મહિનાની અમાસની તિથિ પર દીવડાઓનો આ તહેવાર ઉજવાય છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન શ્રીગણેશજીની ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કરતા હોય છે.

હિન્દુ ધર્મની ધાર્મિક અને જ્યોતિષીય માન્યતા અનુસાર, દિવાળીની રાત્રે પોતાની રાશિ અનુસાર જાતકો કેટલાક ખાસ ઉપાયો કરે તો તેમના જીવનમાં સકારાત્મકતા અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે, આ ઉપાયોથી ગ્રહોની સ્થિતિ સાનુકૂળ બને છે અને જાતકના કરિયર અને ધનને લગતી સમસ્યાનું નિવારણ થાય છે. 12 રાશિના જાતકોએ પોતાના ગ્રહોની સ્થિતિ સુધારવા અને સુખ શાંતિ માટે રાશિ સાથે જોડાયેલા કેટલાક મંત્રોનો ઉચ્ચાર કરવો ખૂબ જ શુબ માનવામાં આવે છે.

મેષ થી મીન રાશિ માટે દિવાળીના ઉપાય અને મંત્ર

મેષ રાશિ: (મંત્ર: ॐ હ્રીં શ્રીં નમ)

મેષ રાશિના લોકોએ દિવાળીની રાત્રે હનુમાન મંદિરમાં ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો. સાથે જ માતા લક્ષ્મીને લાલ ગુલાબ અર્પણ કરવું. માન્યતા છે કે આનાથી સાહસ વધે છે અને આર્થિક પ્રગતિ થાય છે.

વૃષભ રાશિ (મંત્ર: ॐ એં શ્રીં નમઃ)

વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના લોકોએ આર્થિક મજબૂતી અને ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મીને સફેદ કમળ અર્પણ કરવું. આની સાથે શ્રી સૂક્તનો પાઠ કરવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે.

મિથુન રાશિ (મંત્ર: ॐ શ્રીં ક્લીં નમઃ)

મિથુન રાશિના લોકોએ દિવાળી પર ભગવાન ગણેશને દૂર્વા (ધરો) અને લીલી એલચી અર્પણ કરવી. આ ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને લીલી વસ્તુઓનું દાન કરવું. આનાથી વેપાર અને નોકરીમાં આવતી અડચણો દૂર થાય છે.

કર્ક રાશિ (મંત્ર: ॐ હ્રીં નમઃ)

ધન પ્રાપ્તિ અને માનસિક શાંતિ માટે કર્ક રાશિના લોકોએ ચાંદીના વાસણમાં કાચું દૂધ અને ચોખા રાખીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવા જોઈએ.

સિંહ રાશિ (મંત્ર: ॐ હ્રીં સૂર્યાય નમઃ)

સિંહ રાશિના લોકોએ દિવાળીના દિવસે તાંબાના તાંબાના લોટાથી સૂર્યદેવને જળ અર્પિત કરવું. સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો અને જરૂરિયાતમંદોને મીઠાઈ વહેંચવી. આનાથી માન-સન્માન અને કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે.

કન્યા રાશિ (મંત્ર: ॐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ)

નોકરી અને ધંધામાં પ્રગતિ ઈચ્છતા કન્યા રાશિના લોકોએ કમળકાંકડીની માળાથી માતા લક્ષ્મીના બીજ મંત્રનો જાપ કરવો. સાથે જ મંદિરમાં લીલા મગનું દાન કરવું.

તુલા રાશિ (મંત્ર: શ્રીં કમલૈ નમઃ)

તુલા રાશિના લોકોએ માતા લક્ષ્મીને અત્તર (ઇત્ર) અને સફેદ મીઠાઈ અર્પણ કરવી. ઘરની ઉત્તર દિશાને સાફ-સુથરી રાખીને ત્યાં દીવો પ્રગટાવવો. માન્યતા છે કે આનાથી ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

વૃશ્ચિક રાશિ (મંત્ર: ॐ હ્રીં ક્લીં નમઃ)

વૃશ્ચિક રાશિના લોકોએ દિવાળીની રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને માતા લક્ષ્મીને લાલ જાસૂદના ફૂલ અર્પણ કરવા. આનાથી કરિયરની બાધાઓ દૂર થાય છે અને ભાગ્ય મજબૂત બને છે.

ધનુ રાશિ (મંત્ર: ॐ શં શનૈશ્ચરાય નમઃ)

ધનુ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુના મંદિરમાં પીળા વસ્ત્ર અથવા હળદરની ગાંઠનું દાન કરવું. આ સિવાય પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે. આનાથી જ્ઞાન વધે છે અને કામકાજમાં પ્રગતિ થાય છે.

મકર રાશિ (મંત્ર: ॐ શ્રીં ક્લીં નમઃ)

મકર રાશિના લોકોએ દિવાળી પર કાળા કૂતરાને મીઠી રોટલી ખવડાવવી અને શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો. માન્યતા છે કે આ ઉપાયથી નોકરી અને વેપારમાં સ્થિરતા આવે છે.

કુંભ રાશિ (મંત્ર: ॐ એં શ્રીં નમઃ)

કુંભ રાશિના લોકોએ પીપળાના ઝાડના મૂળમાં જળ અર્પણ કરવું અને સાંજે જરૂરિયાતમંદોને અનાજનું દાન કરવું. આનાથી દેવામાંથી રાહત મળે છે અને આવકના નવા રસ્તા ખૂલે છે.

મીન રાશિ (મંત્ર: ॐ શ્રીં પદ્માયૈ નમઃ)

મીન રાશિના લોકોએ દિવાળી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કેસરવાળી ખીરનો ભોગ ધરાવવો. ત્યાર બાદ જરૂરિયાતમંદ લોકોને પીળા રંગની વસ્તુઓનું દાન કરવું. આનાથી ધન-ધાન્ય અને કરિયરમાં ઉન્નતિ થાય છે.

(અસ્વીકરણ: ઉપર આપેલી તમામ માહિતી હિન્દુ ધર્મના શાસ્ત્રો અને ગ્રંથો પર આધારિત છે. જેની વાચકોએ ખાસ નોંધ લેવી.)