Pitru Paksha 2025: શ્રાદ્ધમાં કાગડાને ભોજન કેમ કરાવવામાં આવે છે? જાણો ગરુડ પુરાણમાં શું કહ્યું છે

ગરુડ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે યમરાજે કાગડાને વરદાન આપ્યું હતું. આ વરદાનને કારણે શ્રાદ્ધનું ભોજન કાગડાને આપવાથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 10 Sep 2025 12:26 PM (IST)Updated: Wed, 10 Sep 2025 05:55 PM (IST)
crow-importance-during-pitru-paksha-shraddh-2025

Pitru Paksha 2025: હિંદુ ધર્મમાં શ્રાદ્ધ દરમિયાન કાગડાને ભોજન કરાવવામાં આવે છે તેના વિના શ્રાદ્ધ અધુંરું માનવામાં આવે છે. આ એક અત્યંત પ્રાચીન અને મહત્વપૂર્ણ પરંપરા છે. ગરુડ પુરાણ અનુસાર કાગડાને ભોજન કરાવવાથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે અને તેમને શાંતિ આપે છે.

યમરાજના દૂત છે કાગડા

ગરુડ પુરાણ જે ભગવાન વિષ્ણુ અને ગરુડ વચ્ચેના સંવાદ પર આધારિત છે, તેમાં શ્રાદ્ધ, પિતૃ તર્પણ અને યમ લોકના રહસ્યોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. આ પુરાણ અનુસાર કાગડા યમરાજના દૂત છે. જ્યારે કાગડા ભોજન ગ્રહણ કરે છે, ત્યારે યમરાજ પ્રસન્ન થાય છે અને પિતૃઓને શાંતિ મળે છે. કાગડાને ભોજન કરાવવાથી પિતૃઓને તેનો સીધો લાભ મળે છે.

શ્રાદ્ધ પૌરાણિક કથા

ગરુડ પુરાણમાં એવો પણ ઉલ્લેખ છે કે યમરાજે કાગડાને વરદાન આપ્યું હતું. આ વરદાનને કારણે શ્રાદ્ધનું ભોજન કાગડાને આપવાથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે. જો કાગડા ભોજન ખાઈ લે છે તો તેને એક શુભ સંકેત માનવામાં આવે છે કે પિતૃઓએ ભોજન સ્વીકારી લીધું છે. આનાથી પિતૃ દોષ દૂર થાય છે અને પરિવારને આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ગરુડ પુરાણ ભારપૂર્વક કહે છે કે પિતૃ પક્ષમાં કાગડાને શ્રાદ્ધ ભોજન ખવડાવવું અનિવાર્ય છે. જો કાગડાને ભોજન ન આપવામાં આવે, તો પિતૃઓની આત્મા અસંતુષ્ટ રહે છે, જેના કારણે પરિવારને કષ્ટ ભોગવવું પડી શકે છે. કાગડાને ભોજન કરાવવાથી પિતૃઓને મોક્ષ મળે છે. ગરુડ પુરાણમાં કાગડા ઉપરાંત, ગાયને પિતૃઓનું સ્વરૂપ અને કૂતરાને યમનો દૂત પણ માનવામાં આવે છે. તેમને પણ ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે.