Chopda Pujan 2026 Date: વર્ષ 2026માં ચોપડા પૂજન ક્યારે છે? નોંધી લો શ્રેષ્ઠ મુહૂર્ત, ચોઘડિયાં અને પૂજા વિધિ

ચોપડા પૂજન 2026 ક્યારે છે? જાણો ચોપડા પૂજનની તારીખ, શુભ મુહૂર્ત, ચોઘડિયાં, અમાસ તિથિ અને વેપારીઓ માટે પૂજા વિધિની સંપૂર્ણ માહિતી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 28 Oct 2026 08:57 AM (IST)Updated: Wed, 28 Oct 2026 08:57 AM (IST)
chopda-pujan-2026-date-muhurat-time-puja-vidhi-rituals-and-significance-in-gujarati-calendar
AI PHOTO

Chopda Pujan 2026 Date and Muhurat Time: દિવાળીના તહેવારમાં ચોપડા પૂજનનું વેપારીઓ અને ધંધા સાથે જોડાયેલા લોકો માટે વિશેષ મહત્વ છે. આ દિવસે વેપારીઓ નવા હિસાબના ચોપડા, ખાતાવહી અને રોકડના વ્યવહાર સાથે જોડાયેલાં સાધનોની પૂજા કરીને નવા વર્ષના હિસાબની શરૂઆત કરે છે. વર્ષ 2026માં ચોપડા પૂજન 8 નવેમ્બર, રવિવારના રોજ કરવામાં આવશે. જો તમે પણ આ દિવસે ચોપડા પૂજન કરવાની તૈયારી કરી રહ્યા છો, તો અહીં જાણો શુભ મુહૂર્ત, દિવસ અને રાત્રિનાં ચોઘડિયાં, અમાસ તિથિ અને પૂજા કરવાની રીત.

ચોપડા પૂજન 2026ની તારીખ

વર્ષ 2026માં ચોપડા પૂજન રવિવાર, 8 નવેમ્બરના રોજ કરવામાં આવશે. આ દિવસે વેપારીઓ નવા હિસાબના ચોપડા અને તિજોરીની પૂજા કરીને નવા નાણાકીય વર્ષની શરૂઆત કરે છે. ચોપડા પૂજન માટે સવારે, બપોરે અને સાંજે શુભ સમય ઉપલબ્ધ છે.

ચોપડા પૂજન 2026 શુભ મુહૂર્ત અને અમાસ તિથિ

સવારે મુહૂર્ત: 11:27 AM થી 12:23 PM

બપોરે મુહૂર્ત: 1:47 PM થી 3:11 PM

સાંજે મુહૂર્ત: 5:58 PM થી 10:47 PM

રાત્રિ મુહૂર્ત: 2:00 AM થી 3:36 AM (9 નવેમ્બર)

વહેલી સવારે મુહૂર્ત: 5:13 AM થી 6:49 AM (9 નવેમ્બર)

અમાસ તિથિ પ્રારંભ: 8 નવેમ્બરના રોજ રાત્રે 11:27 વાગ્યે

અમાસ તિથિ સમાપ્ત: 9 નવેમ્બરના રોજ બપોરે 12:31 વાગ્યે

ચોપડા પૂજન 2026ના દિવસનાં ચોઘડિયાં

રવિવાર, 8 નવેમ્બર, 2026ના રોજ સૂર્યોદય સવારે 6:48 વાગ્યે થશે. દિવસનાં ચોઘડિયાં નીચે મુજબ રહેશે.

ઉદ્વેગ ચોઘડિયું: સવારે 6:48 થી 8:12 વાગ્યા સુધી.

ચલ ચોઘડિયું: સવારે 8:12 થી 9:36 વાગ્યા સુધી.

લાભ ચોઘડિયું: સવારે 9:36 થી 11:00 વાગ્યા સુધી.

અમૃત ચોઘડિયું: સવારે 11:00 થી બપોરે 12:23 વાગ્યા સુધી.

કાળ ચોઘડિયું: બપોરે 12:23 થી 1:47 વાગ્યા સુધી.

શુભ ચોઘડિયું: બપોરે 1:47 થી 3:11 વાગ્યા સુધી.

રોગ ચોઘડિયું: બપોરે 3:11 થી 4:34 વાગ્યા સુધી.

ઉદ્વેગ ચોઘડિયું: સાંજે 4:34 થી 5:58 વાગ્યા સુધી.

ચોપડા પૂજન 2026નાં રાત્રિનાં ચોઘડિયાં

8 નવેમ્બરે સૂર્યાસ્ત સાંજે 5:58 વાગ્યે થશે. ત્યારબાદ રાત્રિનાં ચોઘડિયાંનો સમય આ પ્રમાણે છે.

શુભ ચોઘડિયું: સાંજે 5:58 થી 7:34 વાગ્યા સુધી.

અમૃત ચોઘડિયું: સાંજે 7:34 થી રાત્રે 9:11 વાગ્યા સુધી.

ચલ ચોઘડિયું: રાત્રે 9:11 થી 10:47 વાગ્યા સુધી.

રોગ ચોઘડિયું: રાત્રે 10:47 થી 9 નવેમ્બરે સવારે 12:24 વાગ્યા સુધી.

કાળ ચોઘડિયું: 9 નવેમ્બરે રાત્રે 12:24 થી સવારે 2:00 વાગ્યા સુધી.

લાભ ચોઘડિયું: સવારે 2:00 થી 3:36 વાગ્યા સુધી.

ઉદ્વેગ ચોઘડિયું: સવારે 3:36 થી 5:13 વાગ્યા સુધી.

શુભ ચોઘડિયું: સવારે 5:13 થી 6:49 વાગ્યા સુધી.

ચોપડા પૂજનની પૂજા વિધિ

ચોપડા પૂજનના દિવસે સૌપ્રથમ દુકાન, ઓફિસ અથવા વેપારના સ્થળની સફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ પૂજાની જગ્યા પર લાલ અથવા પીળું કપડું પાથરીને તેના પર નવા ચોપડા, ખાતાવહી, પેન, શાહી અને ગણેશજી તથા માતા લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરવામાં આવે છે.

સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, કારણ કે તેમને વિઘ્નહર્તા અને શુભ કાર્યના આરંભના દેવતા માનવામાં આવે છે. ત્યારબાદ માતા લક્ષ્મીની પૂજા કરીને ધંધામાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. ચોપડા પર કંકુ અને ચોખાથી સ્વસ્તિક બનાવવામાં આવે છે.

ત્યારબાદ નવા ચોપડામાં શુભ-લાભ અથવા શ્રી ગણેશાય નમઃ લખીને હિસાબની શરૂઆત કરવામાં આવે છે. વેપારીઓ પોતાની પરંપરા મુજબ ધન, તિજોરી અને વ્યવસાયમાં ઉપયોગમાં લેવાતાં સાધનોની પણ પૂજા કરે છે. અંતે આરતી કરીને પ્રસાદ ધરાવવામાં આવે છે.