Bhai Dooj 2026 Puja Thali: દિવાળીના પાંચ દિવસીય પર્વમાં આજે ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ છે અને આવતીકાલે આખરી દિવસે ભાઈ-બહેનના અતૂટ પ્રેમના પ્રતિક સમાન ભાઈબીજનો પર્વ મનાવવામાં આવશે. આ દિવસે બહેન પોતાના ભાઈને તિલક કરે છે અને તેના દુર્ઘાયુ માટે પ્રભુને પ્રાર્થના કરે છે. જ્યારે ભાઈ પોતાની બહેનની આજીવન રક્ષા કરવાનું વતન અને ભેટ આપે છે. ભાઈબીજના આ પવિત્ર પર્વે પૂજાની થાળીનું પણ આગવું મહત્ત્વ હોય છે.
જો ભાઈને તિલક કરતી વખતે બહેને થાળીમાં તમામ જરૂરી સામગ્રી વ્યવસ્થિત રાખી હોય, તો જ વિધિ પુરી થઈ હોવાનું અને શુભ માનવામાં આવે છે. ઘણીવાર લોકો ઉતાવળમાં પૂજાની થાળીમાં કેટલીક વસ્તુઓ મૂકવાની ભૂલી જતા હોય છે, જેના પરિણામે તિલક સમયે વિલંબ થાય છે. એવામાં અમે આપને જણાવીશું કે, તિલક કરતી વખતે થાળીમાં કઈ-કઈ વસ્તુઓને રાખવી જોઈએ...
ભાઈ-બીજ પૂજા સામગ્રી લિસ્ટ Bhai Dooj 2026 | Puja Thali Essentials
- કંકુ અને ચંદનઃ ભાઈને તિલક કરવા માટે થાળીમાં કંકુ અને ચંદન અચૂક રાખવું જોઈએ
- ચોખાઃ તિલક કર્યાં બાદ માથા પર અક્ષત અર્થાત ચોખા લગાવવા જોઈએ, જેને શુભ માનવામાં આવે છે. જો કે એકવાતનું ધ્યાન રાખવું કે, ચોખા તૂટેલા ના હોય.
- ઘીનો દીવોઃ ભાઈની આરતી ઉતારવા માટે ઘીનો દીવો પણ થાળીમાં રાખવો જોઈએ
- મીઠાઈઃ તિલક કરીને ભાઈની આરતી ઉતાર્યા બાદ તેનું મોંઢુ મીઠુ કરાવવા માટે થાળીમાં મીઠાઈ રાખવી જોઈએ.
- શ્રીફળઃ આ ઉપરાંત તિલકની થાળીમાં શ્રીફળ પણ ભૂલ્યા વિના રાખવું જોઈએ. આ પરંપરા પ્રાચીનકાળથી ચાલતી આવે છે.
- નાડાછડીઃ ભાઈના જમણાં હાથના કાંડા પર બાંધવા માટે નાડાછડી રાખવી જોઈએ, જે શુભ માનવામાં આવે છે.
- તાજા ફૂલઃ થાળીને સજાવવા અને ભાઈને આશીર્વાદ તરીકે આપવા માટે તાજા ફૂલ રાખો
- પાન અને સોપારીઃ પૂજા દરમિયાન શુભ શકન તરીકે થાળીમાં પાનનું પત્તુ અને સોપારીને પણ ભૂલ્યા વિના રાખવા જોઈએ.
