Ashadh Month 2025: ક્યારથી શરૂ થઈ રહ્યો છે અષાઢ મહિનો, જાણો મહત્વના વ્રત અને તહેવારોના દિવસો

અષાઢ મહિનો 26 જૂનથી શરુ થાય છે. જેમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા, ગુરુ પૂર્ણિમા, ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત, કાલાષ્ટમી, દિવાસો જેવા તહેવારો આવશે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 24 Jun 2025 12:18 PM (IST)Updated: Tue, 24 Jun 2025 12:18 PM (IST)
ashadh-month-2025-start-date-key-fasting-days-festivals

Ashadh Month 2025 Date, અષાઢ મહિનો 2025: ચોમાસાની શરૂઆત સાથે હવે વ્રત અને તહેવારોની સિઝન પણ શરૂ થવા જઈ રહી છે. અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવ, દેવી લક્ષ્મી અને સૂર્યદેવની પૂજા કરવાની પરંપરા છે. આ મહિનામાં દાન કરવાનો પણ મહિમા છે. ત્યારે ચાલો જાણીએ અષાઢ મહિનામાં કયા તહેવારો આવશે.

ક્યારે છે અષાઢ મહિનો

અષાઢ મહિનો 26 જૂનથી શરુ થાય છે. 24 જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન અનેક વ્રત અને તહેવારો પણ આવશે. જેમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા, ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત, કાલાષ્ટમી, દિવાસો જેવા તહેવારો આવશે. ચાલો જાણીએ તેની તારીખો…

અષાઢી બીજ, રથયાત્રા, કચ્છનું નવું વર્ષ - 27 જૂન

ગૌરી વ્રત- 6 જુલાઈ

જયા પાર્વતી વ્રત - 9 જુલાઈ

ગુરુ પૂર્ણિમા - 10 જુલાઈ

કોકિલા વ્રત - 10 જુલાઈ

પ્રદોષ વ્રત - 10 જુલાઈ

સંકષ્ટી ચતુર્થી - 14 જુલાઈ

કાલાષ્ટમી - 17 જુલાઈ

દિવાસો - 24 જુલાઈ