આજનું રાશિફળ | Aaj Nu Rashifal 12 November 2026: આજે કેટલાક જાતકો માટે આકસ્મિત ધનલાભ અને કરિયરમાં નવી તકોના યોગ બની રહ્યા છે, તો બીજી તરફ કેટલીક રાશિઓએ પોતાના વધતા ખર્ચા અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે.
મેષથી લઈને મીન સુધીની તમામ 12 રાશિઓના જાતકો માટે પ્રેમ, નાણાકીય સ્થિતિ, વેપાર અને આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ કેવો રહેશે, તેનું દૈનિક રાશિફળ જાણીતા જ્યોતિષાચાર્ય હર્ષિત આચાર્ય પાસેથી જાણીએ...
મેષ (Aries)
આજનો દિવસ ધંધાકીય દ્રષ્ટિએ સારો રહેવાનો છે. વેપારીઓ માટે આજનો દિવસ શાનદાર રહેશે અને તગડા નફાના યોગ છે. ગ્રાહકો સાથેનો તમારો વ્યવહાર તમને વધુ લોકપ્રિય બનાવશે. આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો રહેશે, પારિવારિક સંબંધો મધુર રહેશે. તમે માર્કેટમાં રોકાણ કરી શકો છો અને નવું વાહન ખરીદવાના યોગ પણ બની રહ્યા છે.
વૃષભ (Taurus)
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. વેપાર-ધંધામાં નફાના યોગ બનશે. પરિવાર સાથે આજે તમે ખરીદી કરવા જઈ શકો છો. નવું મકાન અથવા વાહન ખરીદવાના યોગ છે. વેપારીઓ અને બજાર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ લાભદાયક નીવડશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને પારિવારિક સંબંધો સારા રહેશે.
મિથુન (Gemini)
તમારા માટે આજનો દિવસ સારો છે. કોઈ મોટા કાર્યને લઈને ઘડેલી યોજના સફળ થશે. વેપારી વર્ગને આજે મોટો નફો થવાના યોગ છે. જો કે સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહી શકે છે. તમે સિઝનલ બીમારીનો ભોગ બની શકો છો. આથી આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. વેપાર-ધંધાનો વિસ્તાર થશે અને નોકરી કરતા લોકો પર ઉપરી અધિકારીઓ ખુશ રહેશે.
કર્ક (Cancer)
આજનો દિવસ તમારા માટે સારો છે. કમાણીના નવા માર્ગો મળી રહેશે. નોકરીવાંચ્છુકોને કોઈ મોટી કંપનીમાં તમને કામ મળી શકે છે. તમારા જૂના કામની સાથે-સાથે નવા કામથી પણ લાભ થશે. કરિયર માટે દિવસ સારો છે. વેપાર-ધંધા સાથે જોડાયેલા લોકોને આજે નફાના યોગ બનશે. પારિવારિક સંબંધો સારા રહેશે અને નોકરીયાતોને બઢતી (પ્રમોશન) મળવાની સંભાવના છે.
સિંહ (Leo)
આજે તમારા ઘરમાં માંગલિક કાર્યનું આયોજન કરી શકો છો. પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. જૂના વિવાદોનો અંત આવશે. વેપાર-ધંધા માટે આજનો દિવસ સારો નીવડવાનો છે. કોઈ મોટી ડીલ મળી શકે છે. શેર બજારમાંથી સારો એવો લાભ રળી શકો છો. આજે રોકાયેલી ઉઘરાણી પરત મળવાના યોગ બની રહ્યા છે.
કન્યા (Virgo)
તમારી રાશિ માટે પણ આજનો દિવસ સારો છે. તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. વેપાર ક્ષેત્રે મોટા ફેરફારોની સાથે-સાથે નવી તકો પણ પ્રાપ્ત થશે. વેપાર-ધંધામાં નફાના યોગ છે અને આર્થિક રોકાણ વધશે. પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે. નોકરી અને વ્યવસાય ક્ષેત્રે નવી દિશા ખુલશે. આજે તમે કોઈ નવી વસ્તુ ખરીદી શકો છો.
તુલા (Libra)
આજનો દિવસ પરિવાર સાથે પસાર થશે. ઘરના નાના-નાના કામોમાં તમે એકબીજાની મદદ કરશો. આ સાથે જ આજે બજારના અટકેલા કામો પૂરા કરી શકશો. પરિવાર સાથે શોપિંગ કરવાનું અને ઘરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ચીજવસ્તુઓની ખરીદી કરવાનું બનશે. વેપાર-ધંધામાં લાભ થશે અને નોકરીમાં શાનદાર સફળતાના યોગ બનશે.
વૃશ્ચિક (Scorpio)
આજનો દિવસ મોટા નફાથી ભરેલો રહેશે. વેપારીઓ માટે દિવસ શાનદાર છે. નોકરી કરતા લોકોને પણ આજે પરિવારના લોકો સાથે સમય વિતાવવાની તક મળશે. ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ રહેશે અને જૂના વિવાદો ઉકેલાઈ જશે. વેપાર-ધંધામાં લાભ રહેશે અને કરિયર માટે આજનો દિવસ ઉત્તમ છે.
ધન (Sagittarius)
આજે તમને કોઈ સુખદ સમાચાર મળી શકે છે. ઘરમાં નવા મહેમાનનું આગમન થશે. કોઈ મોટા કાર્યને લઈને મનમાં ચાલી રહેલી ચિંતા દૂર થશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને મિત્રો તથા સગાંસંબંધીઓ તરફથી આર્થિક મદદ મળશે. વેપાર-ધંધામાં મોટા નફાના યોગ છે તેમજ નોકરી, સામાજિક અને રાજકીય ક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે.
મકર (Capricorn)
આજનો દિવસ તમારા માટે સારો છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે અને ઘરમાં માંગલિક પ્રસંગોના યોગ સર્જાશે. વેપાર વગેરેમાં ધનલાભ થશે. પરિવાર સાથે આજનો દિવસ હર્ષોલ્લાસ અને મોજમસ્તીમાં પસાર થશે. ઘરેલુ કાર્યોમાં તમે તમારો સહયોગ આપશો. આર્થિક દ્રષ્ટિએ દિવસ સારો છે, નોકરી કરતા લોકોને મોટા લાભની સંભાવના છે તેમજ લાંબી મુસાફરીના યોગ છે.
કુંભ (Aquarius)
આજનો દિવસ સારો રહેશે. આજે તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. જૂના વ્યવસાયની સાથે નવો વ્યવસાય શરૂ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે. મિત્રો અને પરિવારજનોનો સહયોગ મળશે. શેર બજારથી લાભના યોગ છે. વેપારી વર્ગ માટે દિવસ ખૂબ જ સારો છે, આર્થિક લાભ થશે અને પારિવારિક સંબંધો મધુર રહેશે.
મીન (Pisces)
આજનો દિવસ તમારો શાનદાર રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને વેપાર-ધંધામાં નફાના યોગ છે. આજે તમે કોઈ વિશેષ કાર્યમાં મોટું રોકાણ કરી શકો છો. નોકરી કરતા લોકો માટે દિવસ સારો રહેશે. પરિવારના સભ્યો સાથે ઘરમાં જ સારો સમય પસાર થશે. આજે તમે તમારા ઘર માટે કોઈ મોટી ખરીદી કરી શકો છો. જો કે મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવી.
